બાજુવાલા

4 05 2021

પહેલા સગા પાડોશી. જો પાડોશી સાથે સંબંધ સારા હશે તો જીંદગીમાં સુખ અનુભવાશે.

હા, વધારે પડતી ઘાલમેલ ન કરવી. ખાંડ નથી, છાપું વાંચીએ તે પહેલા લઈ જાય, એવા બધા

સંબંધો વિચારીને રાકવા. ‘વાટકી વહેવાર’ પણ બને ત્યાં સુધી સિમિત રાખવો. આ બધા ખરું

પૂછો તો ઝઘડાના મૂળ છે.

આખા મહોલ્લામાં બધે કોરોનાએ વ્યાપ ફેલાવ્યો હતો. માત્ર આમારું મકાન બચી ગયું હતું.

મકાનમાંથી કોઈ નીચે જતું નહી. કમપ્યુટરના હિસાબે બાળકો તેના પ રશાળાનો અભ્યાસ

કરતા અને મોટાઓ પોતાની નોકરી ધંધો પણ કમપ્યુટરથી પતાવતા.

આવા સમયમાં મોટાભાગના લોકોએ પૈસા કમાવવાની ભાંજગડ છોડી દીધી હતી. ‘જાન બચી

તો લાખો પાયે, ‘ જેવા હાલ હતા. પેલી રમતિયાળ આરોહી શાંતિથી પોતાની ઢિંગલી સાથે રમતી.

કોરોના ઢિંગલીને ન થાય માટે તેને ખુણામાં હાથરુમાલની શાલ બનાવી ઓઢાડી રાખી હતી.

એનો નાનો ભાઈ અવિ પોતાની બધી ગાડીઓને ગેરેજમા રાખી મૂકતો.

‘મમ્મી, હું ગાડીમાં બહાર જતો નથી એટલે પેટ્રોલ ભરાવવાની કોઈ મુસિબત નથી, ‘

અવિ અને આરોહીની મમ્મી બન્ને બાળકો નાના હતા એટલે તેમની કાલી ઘેલી વાતો સાંભળી

મનમાં હસતી. આલોકીને થતું, આ નાના બાળકો પણ કેટલા સમજુ થઈ ગયા છે. ઘરમાં થતી

વાતો સાંભળીને સમજી ગયા હતા, હવે પાર્કમાં રમવા નહી જવાય. શાળામાં જે ચાર કલાક

જતા હતા તે પણ બંધ થઈ ગયું હતું. આરોહી અને અવિ જોડિયા ભાઈ બહેન હતા. ઝઘડે ત્યારે

બથં બથા કરતા અને રમે ત્યારે કાનમાં ફુસ ફુસ કરે. મમ્મી અને પપ્પા લાખ કોશિશ કરે તો

પણ શું વાતો કરે છે તે સમજી ના શકે.

આરોહી મમ્મી પાસે આવી, ‘મમ્મી આ કોરોના શું છે. ભલેને ગમે તે હોય હું આઈસક્રિમ નહી માગું. ‘

છેલ્લા બે અઠવાડિયાથી ઘરની બહાર ગયા ન હતા. અવિ પણ ડાહ્યો ડમરો થઈને મમ્મીની ગોદમાં

લપાયો. ‘મમ્મી મને પેલું રોકેટ નથી જોઈતું. મારી પાસે પાંચ ગાડી છે. ‘

પેલી ‘કોરોના’ જાય ને પછી તું મને રોકેટ અપાવજે. હં. ‘

આલોકી બન્ને બાળકોને નિરખી રહે. તેની પાસે કોઈ જવાબ ન હતો અમોલ દિવસ દરમ્યાન કામમા

હોય , જેવું સ્ટોક માર્કેટ બંધ થાય એટલે બાળકો અને આલોકી સાથે રમવામાં મશ્ગુલ થઈ જાય. જે

અમોલ પાસે બાળકો માટે સમય ન હતો એ હવે સાંજના પાંચ વાગ્યાની રાહ જોવા લાગ્યો.

બાજુમાં રહેતા મનસુખભાઈ એકલા જ હતા. બે વર્ષ પહેલા તેમના પત્ની નાની માંદગી ભોગવીને

વિદાય થયા. બે દીકરીઓ પરણીને તેમને સાસરે હતી. આલોકી જ્યારે કંઈ નવિન વાનગી બનાવે

ત્યારે તેમને ઘરે આપી આવતી. તેમને આરોહી અને અવિ ખૂબ વહાલા હતા. હમણાંતો તેમને ત્યાં

રમવા જવાની પણ મનાઈ હતી. કોઈવાર મનસુખભાઈ વરંડામાં બેઠેલા દેખાય તો બન્ને બાળકો

ખૂબ ખુશ જણાય.

આજે સવારથી અવિ જીદ લઈને બેઠો હતો, ‘મમ્મી તું ક્યાંય જવા પણ દેતી નથી. મનસુખકાકાને

ઘરે જાંઉ ?’

આલોકીને ખબર હતી મનસુખભાઈએ બે દિવસથી ઘરનું બારણું પણ ખોલ્યું ન હતું. અમોલ અને

આલોકીને શંકા ગઈ બાજુવાલા મનસુખભાઈને કોરોના તો નથી થયો ને ? વિચારી રહી, એમનું

બારણું ઠોકું ? ફોન કર્યો, જવાબ ન મળ્યો !

બપોરે જમીને આરામ કર્યો. થયું લાવ એમને ઘરે જઈને ચાનું આમંત્રણ આપી આવું. અમોલને

પૂછ્યું, ‘શું લાગે છે તને, મનસુખભાઈ બે દિવસથી દેખાયા નથી. ફોન પણ ઉપાડતા નથી. ચા

પીવા બોલાવું’?

અમોલને મનસુખભાઈમાં બહુ રસ ન હતો. આલોકીને નારાજ કરવા પણ માગતો ન હતો. તેના

બાળકોને મનસુખકાકા વહાલા હતા. કેમ ન હોય, દીકરીને ચોકલેટ આપે દીકરાને ગાડી ! મન

ન હતું છતાં બોલ્યો, હા બોલાવ. પણ? ચા સાથે શું ખવડાવીશ ? આલોકી બોલી ‘ગરમા ગરમ

ભજિયા બનાવીશ’.

મનસુખભાઇ આવે ત્યારે ભજીયા મળવાના હોય તો અમોલ શું કામ ના પાડૅ ?

‘હા, પહેલા આમંત્રણ આપી આવ પછી ચાનું પાણી ઉકળવા મૂકજે’.

આલોકી ઘરની બહાર નિકળી, મનસુખભાઈને બારણે આગળૉ ઠોકવા જતી હતી ત્યાં અંદરથી,

હસવાનો અવાજ અને સાથે સાથે મનસુખભાઈનો અવાજ સંભળાયો,’ઘણા દિવસો પછી આવી

મજા માણી.’

આલોકીના પગ બાજુવાલા મનસુખભાઈના બારણામાં જડાઈ ગઈ !


ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: