મધર્સ ડે”૨૦૨૧

9 05 2021

યાદ છ ને, જે દિવસે બાળક આ ધરતી પર અવતરણ કરે છે ત્યારે દરેક સ્ત્રી માતાનું પદ પામે છે.

સારું છે,’મધર્સ ડૅ’ વર્ષમાં એક વાર આવે છે. દરેક બાળકો અમેરિકામાં ‘મા’ને કદાચ ફુલોનો

ગુલદસ્તો આપશે યા કોઈ ઠેકાણે જમવા લઈ જશે. આમ માતાને તે દિવસે થોડું માન આપશે !

મિત્રો, માતાને માન નહી પ્રેમ અને લાગણિની જરૂર છે. વખતની સાથે માતાની ઉમર વધે છે, તેને

‘બસ કેમ છે’? પૂછશો ને, તેનું પેટ ભરાઈ જશે. તેને નથી તમારા પૈસાની આવશ્યકતા યા મોટી ભેટની !

હા, તમે એની દરકાર ખૂબ પ્રેમથી કરતા હશો. તમને તેના તરફ અત્યંત પ્રેમ પણ હશે. ખેર, માને સહુ

કોઈ પ્રેમ કરે છે, ઘણિવાર દર્શાવવામાં આપણે નબળા પડીએ છીએ. એમાં હું, પણ આવી જાંઉ !

છતાં અંતરમાં પરમ સંતોષ છે . માતાને પ્રેમ આપ્યો હતો અને પામી હતી. પૂજ્ય બા ( મારા પતિની બા)

તમારો પ્રેમ ખૂ્બ ઓછો પ્રાપ્ત થયો હતો છતાં ગર્વથી કહીશ તેમના પ્રેમની મહેક આજે પણ માણું છું.

મુખ્ય કારણ , મારા પતિ દેવને ‘બા’ ખૂબ વહાલી હતી. ‘પતિના વહાલા એ મારા વહાલા. સાવ સાદું

ગણિત છે. ‘

‘મા’ ,’બા’ યા ‘મમ્મી’ શબ્દ બોલતાં મુખ પર ઉભરાતો ઉમળકો માત્ર તેમને જ દેખાય જેઓ પોતાની

માને અઢળક પ્યાર કરતા હોય છે !! આંખોમાં ચમક ઉભરાય. આપણિ આજ તેમને પ્રતાપે છે એ ક્ષણ

વાર પણ વિસરવું ન જોઈએ.

જ્યારે બાળક નાનું હોય ત્યારે તેમની હર પળ આપણે માણીએ છીએ. એજ રીતે જ્યારે માતા ‘બુઢાપામાં’

પ્રવેશી ચૂકી હોય તો તેની સાથે પળૉ પ્રેમથી વિતાવશો. ક્યારે તે તમારી જીંદગીમાંથી વિદાય લેશે, ખબર

પણ નહી પડે ?

મા, તારી સાથેના સુંદર વર્ષોની ભીની ભીની મહેક આજે પણ જીવનમાં વરતાય છે. જે બાકીની જિંદગી

જીવવા માટે પૂરતા છે. ઈશ્વરનું અર્પિત આ જીવન લાંબુ છે તો તેની પાછળ સર્જનહારનું કોઈ પ્રયોજન જરૂર

હશે.

મા, તારો સંગ મેં ભરપૂર માણ્યો હતો. બા, તમારી સંગે ભલે થોડા વર્ષો ગાળવાનો લહાવો મળ્યો હતો. નાની

ઉંમરમાં પણ તે સાથે વિતાવેલી મધુરી પળોની સુગંધ આજે પણ અનુભવું છું.

મમ્મી અને બા શબ્દોના ઉચ્ચારણ સાથે તમારી મધુરી છબી, નજર સમક્ષ તાદૃશ્ય થાય છે. ‘મા’ માટે જેટલું

કહીએ કે લખીએ તેટલું ઓછું છે.

મમ્મી, તું જ્યાં પણ હોઈશ ત્યાં તું આનંદમાં રહેજે. ઠાકોરજીની તારા પર અત્યંત કૃપા હતી. તું બનાવતી

સુંદર સામગ્રી અને સાચા ગુલાબના ફુલોની માળા! તારું નામ લેતાં નજર સામે તરવરે છે.

આજના દિવસે તમારું સ્મરણ અને તમારા પ્રત્યેનો પ્રેમ આલેખી અંતરની ભાવના પ્રસ્તુત કરી. હવે તો માત્ર

યાદો જ વાગોળવાની રહી. તમારા નામને, તમારા સંસ્કારને અને શિક્ષણને દીપાવવાનો પ્રયત્ન અંતિમ

શ્વાસ સુધી.

બા અને મમ્મીના ચરણોમાં દંડવત પ્રણામ


ક્રિયાઓ

Information

2 responses

10 05 2021
pragnaju

૧. માતૃદેવો ભવ – માતા ને દેવ સમાન માનો. ઋગવેદ

ર. નાસ્તિ માતૃસમો ગુરૂ – માતા સમાન કોઈ ગુરૂ નથી. ઉપનિષદ

૩. જેનાથી માતા પ્રસન્ન થાય છે તેનાથી આખી પૃથ્વી પ્રસન્ન થાય છે. મહાભારત

૪. માતાની પૂજા વગર તમામ પૂજા વ્યર્થ છે. યાજ્ઞાવલ્કય

પ. માતા માનવ જીવનનું ગંગાજળ છે. ચાણક્યનીતિ

૬. જનની અને જન્મભૂમિ સ્વર્ગથી ય ચડિયાતાં છે. રામાયણ

૭. પુત્ર કુપુત્ર થાય છે પણ માતા કદીય કુમાતા થતી નથી. શંકરાચાર્ય

૮. તાર ું સ્વર્ગ તારી માતાનાં ચરણોમાં છે. મહંમદ પયગંબર

૯. જગતભરમાં જે સહુથી વધુ બોલાય છે તે શબ્દ છે મા. સ્વામિ નિજાનંદ

૧૦. જેણે માતાને જાણી તેણે ભગવાનને જાણ્યા. સંત વેમન

૧૧. મા-ની પ્રદક્ષિણા કરો એટલે આખી પૃથ્વીની પ્રદક્ષિણા થઈ ગઈ. ગણેશ પુરાણ

૧ર. પિતા આક્ષવૃક્ષ છે, માતા મંજરી છે, બાળકો બે ફળો છે. ઈગર સોલ

૧૩. મા તે મા – બીજા બધા વગડાના વા. ગુજરાતી કહેવત

૧૪. પૈસાથી બધું ખરીદી શકાય છે પણ મા ખરીદી શકાતી નથી. લોકોકિત

૧પ. ઘર વગરની મા અને મા વગરનું ઘર કદીય ના થશો. અજ્ઞાાત

૧૬. જે સદાચાર-સેવા થી માબાપને પ્રસન્ન કરે છે તે જ પુત્ર છે. ભતૃહરિ

૧૭. પિતાનો પ્રેમ સૂર્ય જેવો છે, માતાનો પ્રેમ ચંદ્ર જેવો છે. સુરેશ દલાલ

૧૮. મા દુનિયાના સર્વ ધર્મગ્રંથોથી ય મહાન ધર્મગ્રંથ છે. મોરારિ બાપુ

૧૯. મા એ તો પ્રેમની યુનિવર્સિટી છે. ફેક લેખક

૨૦. જે સંતાનથી માબાપ ના ઠર્યા તે ક્યારેય સુખી થતાં નથી ભીખુદાન ગઢવી

ર૧. હાલરડું એટલે મા નામના પ્રદેશનું રાષ્ટ્રગીત અજ્ઞાાત

રર. ભગવાનનું બીજું નામ જ મા છે.

ર૩. તારાઓ આકાશની કવિતા છે, મા પૃથ્વી ઉપરની કવિતા છે. હારગ્રેવ

ર૪. મા સ્વર્યં એક તીર્થ છે, તીર્થત્તમ છે.

રપ. મા મમતાની મૂર્તિ છે તો પિતા વાત્સ્યલની મૂર્તિ છે. વિનોદ પંડયા

ર૬. આ દુનિયામાં મા નું સ્થાન કોઈ લઈ શકતું નથી ડોે. રશ્મિ મયૂર

ર૭. માતાનું ઋણ ચૂકવવા જાય તો ભગવાન પણ દેવાળિયો થઈ જાય. ઉમાશંકર જોષી

૨૮. માતાની ગોદમાં બેઠેલું શિશુ એ સમગ્ર વિશ્વનું શ્રેષ્ઠ ચિત્ર છે. જે. જે. મેયર

ર૯. મા શબ્દનો અર્થ સમજાવવાનો નથી, મા ને સમજવાની છે. –

૩૦. દીકરો માને તરછોડે ને દીકરી ઘર છોડે ત્યારે માવતર ખૂબ રડે. –

૩૧. મા એ તો માનવતા અને સંસ્કારનું મહાવિદ્યાલય છે. ક્રેડરિક હેસ્ટન

૩ર. માતાનું હૃદય એ જ બાળકની પાઠશાળા-મહાશાળા છે. એચ.ડબલ્યુ. વિચાર

૩૩. એક સંસ્કારી માતા એક હજાર શિક્ષક બરાબર છે. જહોન હર્બર

૩૪. માનવતાનો પહેેલો પાઠ માતાનું ચુંબન છે. મેઝિની

૩પ. મા-નો અર્થ દુનિયાની બધી ભાષામાં મા જ થાય છે. રવીન્દ્રનાથ ટાગોર

૩૬. મા- એ એવી ઋતુ છે જ્યાં કદી પાનખર ઋતુ આવતી નથી. રમેશ જોશી

૩૭. ભગવાન બધે પહોંચી ના વળ્યા એટલે માનું સર્જન કર્યું યહૂદી કહેવત

૩૮. બોલું હું તો પહેલો અક્ષર બા બા બા . બાળપોથી

૩૯. ઝંઝાવાત પણ ઘડીભર જ્યાં થંભી જાય છે તે છે મા. –

૪૦. બાળપણમાં જેણે તને ગોદ આપી તેને તું દગો ના દેતો. રમેશ જોશી

10 05 2021
Pravina

ભગવાને માતાને બનાવી , માતાએ આપણને બનાવ્યા . કોણ ચડે ? “ભગવાન કે મા” ? જવાબ આપો !

પ્રજ્ઞાબહેન તમારા પત્યુત્તર બદલ લાખ લાખ વંદન . અણમોલ !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: