ગદ્દાર

10 05 2021

” બાબુજી ,મૈં આજ સરહદ પર હું “.

‘બેટા અપના ખયાલ રખના”

;હાં, બાબા, મેરી માંકો મત કહના!’

‘ઠીક હૈ નહી બતાઉંગા, અભી તો વો મંદિર ગઈ હૈ’.

બન્ને બાપ બેટાની વાત મા, સાંભળી રહી હતી. તેને થયું શું વાત ચાલે છે, તે ચોરી છૂપીથી સાંભળું. વાત સમઝ પડી નહી પણ ફોન મૂકાઈ ગયો.

‘કોનો ફોન હતો’?

‘બીજા કોનો તારા દીકરાનો’.

‘મારા વિષે ન પૂછ્યું’.

‘કેમ એવું માને છે ? મેં કહ્યું કે,’ મા મંદિરે ગઈ છે’.  આ ઘરનો રિવાજ હતો, બાપ દીકરા વાત કરે તો હિદીંમાં કરવાની. ભારતની રાષ્ટ્રભાષા હિંદી અને દીકરો સરહદ પર એ ખૂબ વ્યાજબી કારણ હતું. આમ હજુ વાત પૂરી થઈ અને ફોન મૂક્યો ત્યાં મમ્મી આવી ગઈ. મમ્મી વાત વાતમાં ઉશ્કેરાઈ જતી તેથી તેની સાથે ઔપચારિક વાત થતી. બાપ દીકરા ટુંકમાં ઘણું સમજી જતા. પ્રેમ તો ત્રણેયમાં અનહદ હતો.

‘હવે, મારે બે દિવસ રાહ જોવી પડશે. દર બે દિવસે અમન ઘરે ફોન કરતો. તેની બહાદૂરીના વખાણ  કરવાની માતાને જરૂર પડતી નહી. રોજના સમાચાર છાપામાં અને ટી. વી. પર જોવા મળતા. મમ્મી અને પપ્પાને પોતાના દીકરાની વીરતા ઉપર ખૂબ ગૌરવ હતો. અમનના દાદા પણ ભારતની આઝાદીમાં ખપી ગયા હતાં. તેમનું નામ હતું ભરત, પણ તેઓ ‘ભારત’ના નામથી પંકાતા.

અમનના પિતાજી લશ્કરમાં જોડાઇ ન શક્યા. તેમની તબિયત હંમેશા નરમ ગરમ રહેતી. જન્મ વખતે, વિલંબ થવાને કારણે શ્વાસ લેવામાં તકલિફ થઈ હતી. તેમના ફેફસાં થોડા કમજોર હતા. જેને કારણે અમનનો ઉછેર એવો કર્યો કે તે ખૂબ ખડતલ બન્યો. તેનો બાંધો અને વીરતા બાળપણથી ઝળક્યા હતાં. ત્રણ પેઢીથી લોહીમાં ‘રક્ત કણ’ ઓછાં પણ ‘ભારતના વીર રસની’ ધારા વધુ વહેતી હતી. જ્યારે તે લશ્કરમાં જોડાયો ત્યારે મમ્મી અને પપ્પાએ ખૂબ ખુશ થઈ સહુ સગાવહાલાંને જમવા તેડ્યા અને પોતાની ખુશી જાહેરમાં વ્યક્ત કરી.

આજ કાલ કરતાં અમનને લશકરમાં જોડાયે ચાર વર્ષ થયા હતાં. દર બે દિવસે ફોન કરનારનો અમન એક અઠવાડિયાથી ફોન આવ્યો ન હતો. સરહદ પર પાડોશી દેશે છમકલાં કર્યા હતાં. તેમા અમનનું બટાલિયન  કાર્યશીલ થઈ ગયું હતું. મમ્મી અને પપ્પા ચિંતા કરે પણ તેમને પોતાના પુત્ર ઉપર ખૂબ વિશ્વાસ હતો. આજે ફોન આવ્યો અને વાત થઈ અમનના પિતાને ખૂબ શાંતિ થઈ.

થાકેલો અમન આખરે સૂવાની તૈયારી કરતો હતો. તેની બાજુમાં સૂતેલા સૈનિકે પોતાનો સેલ ફોન કઢ્યો અને ધીરે ધીરે ગુસપુસ કરવા  ્લાગ્યો. કશું ચોખ્ખું સંભળાતું ન હતું. ત્રુટક ત્રુટક શબ્દો કાને અથડાયા. વિચારવા લાગ્યો. ભારત માતાનો વફાદાર સૈનિક આવું સાંભળીને શાંત કઈ રીતે બેસી રહે ? જાનની પરવા કોને હોય ? દેશ માટે ઝઝુમતાં જો મૃત્યુ આવે તો તેનાથી સુંદર પર્વ કયો કહેવાય ?

અમનને વધારે સમજણ ન પડી. દાળમાં કંઇ કાળું લાગ્યું. પોતાનો ઉંઘતા રહેવાનો ઢોંગ ચાલુ રાખ્યો. દેશની રક્ષા કાજે સરહદ પર હો ત્યારે ૨૪ કલાક સાવધાની રાખવી પડૅ. બેધ્યાનપણાની કિંમત ખૂબ મોટી ચૂકવવી પડૅ. સજાગ અને સતર્ક રહે તો ષડયંત્ર પકડવામાં આસાની સાંપડૅ.

અમનની બાજુમાં સૂતેલો જવાન વાત કરી રહ્યો હતો કે તેણે કોઈ આતંકવાદીના પગરણ જોયા. માત્ર સ્થળનું નામ સાંભળ્યું હતું. વાતચીત પૂરી થઈ ગઈ. જવાન ભર નિંદરમાં પડી ગયો. અમનની નિંદ હરામ થઈ ગઈ. ધીરે રહીને ઉઠ્યો અને ચું કે ચા કર્યા વગર છાવણીમાંથી બહાર નિકળી. ગયો. છાવણીમાં બધા સૂતા હતાં. બહાર જવાનો પહેરો ભરી રહ્યા હતાં. લપાતો છુપાતો અમન એ સ્થળે જઈ પહોંચ્યો. ત્યાં તેને બટાકાની વેફરનું ખાલી પેકેટ મળ્યું. તેના પર દુશ્મન દેશનું નામ લખ્યું હતું. સાથે નાની ટોર્ચ હતી, નામ બરાબર બે વખત વાંચ્યું.

પુરાવા સાથે લઈને પાછો આવ્યો. થાકી ગયો હતો અને સવાર થવાને બહુ વાર ન હતી. ઉંઘ આવી ગઈ. વહેલી સવારે તૈયાર થઈને ફરજ પર પહોંચ્યો. બે મિનિટ સાર્જન્ટ સાથે વાત કરવા માગી. રાતની વાત જણાવી. સાર્જન્ટ સતેજ થયો.

વળી પાછી વાત રાતના સમયે ધીરેથી સાંભળવા મળી. ‘અરે મેં ફેંકેલું ખાલી રેપર ત્યાં હતું નહી’. વાત ત્રુટક ત્રુટક સંભળાતી હતી. એટલે સમજતાં વાર લાગી. પણ ‘ખાલી પેકેટ’ શબ્દ બરાબર સંભળાયો. વળી બીજે દિવસે સવારે સાર્જન્ટને વાત કરી.

હવે શક ,હકિકતમાં બદલાઈ ગયો. અમનને બોલાવી મંત્રણા કરી. એ જવાન ને બોલાવ્યો. તેની બરાબર ખબર લીધી. એ ગદ્દાર નિકળ્યો હતો. દુશ્મનને અંદરની માહિતી પહોંચાડતો હતો. તેની સામે કોઈ પણ પગલાં ભરતા પહેલાં ખૂબ સાવધ રહેવાની જરૂર જણાઈ !

જો એ ગદ્દારને ખબર પડી જાય કે અમન હતો જેણે તેની પોલ પકડી છે તો અમન મુશ્કેલીમાં મુકાઈ જાય !

અમનને તેના ઉપરી તરફથી કહેવામાં આવ્યું,  ‘અમન તું રજા પર ઉતરી જા’. અમનનો જાન જોખમમાં નાખવાનો ઈરાદો ન હતો. પેલા ગદ્દાર પર સખત કાર્યવાહી કરવાની હતી. કઈ રીતે, કેટલા સંદેશા પહોંચાડ્યા હતા તે બધી વાત કઢાવવાની હતી. અધુરામાં પુરું તે ગદ્દાર મુસલમાન ન હતો. તેની પાસેથી ખરું કારણ જાણવાનું મુશ્કેલ કામ પાર પાડવાનું હતું.

‘અમન, તારી ઉપર કોઈ આંચ ન આવવી જોઈએ. તારા ગયા પછી તેના પર પગલા એવામાં આવશે’. અમને ઘરે સંદેશો મોકલાવ્યો.

‘મમ્મી અને પપ્પાજી હું દસ દિવસ માટે ઘરે આવું છું ‘

મમ્મી તો ખુશ થઈ ગઈ. દીકરો યશસ્વી અને તેજસ્વી હોય કઈ માને ગૌરવ ન થાય ?  આમ પણ પોતાનું બાળક દરેક માતા પિતાને હૈયાના હાર સમાન હોય છે.

ઘરે આવ્યો ત્યાતે પિતાજીએ અમન એકલો હતો ત્યારે પૂછ્યું, ‘બેટા ઓચિંતો કેવી રીતે આવ્યો’ ?

ત્યાંની પરિસ્થિતિ વિષે કઈ રીતે પિતાજીને કહેવું ,તે અમનને સમજાયું નહી ! તેની જીભ ઉપડતી ન હતી. અમનના પિતાજીને પુત્ર ઉપર ગળા સુધી વિશ્વાસ હતો. કોઈ એવું કારનામું કરીને દીકરો ઘરે પાછો આવ્યો હશે. પિતાજી સમજી ગયા મારા દીકરાએ કોઈનું ષડયંત્ર પકડ્યું લાગે છે. આવી હતી બાપ દીકરાની એક બીજા પ્રત્યેની પ્રેમ ગંગા. બાળક પર મુકેલો ભરપૂર વિશ્વાસ અ જિંદાદિલીનું કામ છે.

પિતાજીનો દેશપ્રેમ અમન બરાબર જાણતો હતો. અંતે માત્ર “ગદ્દાર” શબ્દ મુખમાંથી સરી પડ્યો.

ચાર દિવસ પછી ઓલ ઈન્ડિયા રેડિયો પર સમાચાર આવ્યા, દેશ વિરૂદ્ધ કાવતરું પકડાયું, બાતમીદાર ગોળીએ ઉડાડ્યો ———-

.

********************************************************************************************************


ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: