થાકની કથા

18 05 2021

‘અરે, કેમ આજે તારું મોઢું ઉતરી ગયું છે’ ?

‘મમ્માજી, શું કરું ,હું ખૂબ થાકી ગઈ છું ‘.

‘તારો સ્વભાવ જ એવો છે.’

‘મમ્માજી, મારા પૂ. સાસુમા અને સસરાજી અંહી કાયમ રહેતા નથી. જ્યારે આવે ત્યારે મને થાય કે તેઓ ખુશ રહે’.

‘બેટા તેઓ તને, તેમના દીકરાને અને પૌત્રને મળે એટલે ખુશ જ હોય’.

‘પણ મમ્માજી, હું દોડી, દોડીને તેમનું કામ કરું તેનાથી મને પણ આનંદ મળે છે’.

હવે, મારી આ મોં બોલી દીકરીને કેમ સમજાવું કે,’ બેટા થાય એટલું કરવાનું. પોતાની તબિયત પણ સાચવવાની. આ અમેરિકા છે. અંહી કોઈના ઘરમાં નોકર નથી. તું પણ માણસ છે. તારે શું પ્રમાણપત્ર જોઈએ છે કે ,’તું દુનિયાની ઉત્તમ વહુ છે’ ?

‘મમ્માજી, એવું તો નથી પણ હું તેમનું કામ કરું તો મારો વર મારા પર ખૂબ ખુશ રહે છે’.

‘પણ શાને ભોગે’?

સાચું કહું તો હું નોકરીએ જાંઉ ત્યારે પૂ. બા રસોઈ કરી રાખે. પછી હું એમને વાસણ કરવાની ના પાડું. ભારતમાં ઘરમાં નોકર હોય. નસિબ જોગે પતિ દેવ પણ મને મદદ કરે. શરુ ,શરુમાં બાને થતું એમનો દીકરો કામ કરે છે. પણ પછી સમજી ગયા કે ઘરે આવીને હું પણ એક  મિનિટ બેસવા પામતી નથી.

પછી તેઓ સમજી ગયા. આ તો અમેરિકામાં રહેવાની પદ્ધતિ છે.

આ વાર્તાલાપ મારી અને મારી મોં બોલી દીકરી તન્વી સાથે ચાલી રહી હતી. આજે લગભગ બે મહિને મને મળવા આવી. ઘરે ભારતથી વડીલ આવ્યા હતા એટલે મળી શકી ન હતી. હું પણ મા છું. મારે લીલીવાડી જેવો સુંદર સંસાર છે. એકલી રહું છું ટેવાઇ ગઈ છું. અમેરિકામાં ૪૦ ઉપર વર્ષો થઈ ગયા. માયા અને મમતાના બંધન ઢીલા મૂકી દીધા છે. ‘બોનસ’નું જીવનારને મોહ માયા ન ખપે ! તન્વી ખૂબ વહાલી લાગે તેવી છે. એક દીકરાની મા. પતિ અને પત્ની ખૂબ હોંશિયાર, ભણેલા ગણેલા છે. તેને ખબર પડી આન્ટીને દીકરી નથી એટલે મને મમ્માજી કહીને પુકારે. જો કે હવે પ્રભુની કૃપાથી બે પૌત્રી છે.

‘અરે  તન્વી, તું લગ્ન વખતે હતી એટલા વજનની થઈ ગઈ ?’

‘મમ્માજી, તમને કેવી રીતે ખબર પડી’?

‘તારા દિદાર પરથી’.

‘મમાજી આખો દિવસ રસોડામાં અને દીકરામાં વ્યસ્ત રહેતી હતી. ‘

‘એટલે શું પોતાની જાત પ્રત્યે બેદરકાર રહેવાનું ” ?

‘મમ્માજી હું શું કરું’

‘બેટા જ્યારે ભારતથી બે મહિના મહેમાન રહેવાના હોય તો તેઓ જરા મદદ કરે, એમાં વાંધો ન લેવાનો હોય! તારું નામ ‘ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં’ નથી આવવાનું.

તું પોતે માસ્ટર્સ ભણેલી છે. બેટું, થોડું વ્યવાહારિક થવાનું. જો કે એ મુંબઈની રહેવાસી ન હતી, એટલે ઘણા બધા વિષયોમાં કાચી હતી. તન્વી જ્યારે પણ આવે તો પોતાની મુંઝવણ મારી પાસે ઠાલવે. હું તેને કાયમ સાચી સલાહ આપું. એને મમ્માજીની બધી વસ્તુ ખૂબ ગમે. મારે તેને એકવાર ખુલાસો આપવો પડ્યો હતો.

‘બેટા , મમ્માજીની મમ્મી ખૂબ હોંશિયાર સ્ત્રી હતી. તેનું શિસ્તપાલન, કામ કરવાની સુઘડતા અને રાંધણકળાની છટા, મમ્માજીને આ બધું વારસામાં મળ્યું છે.

‘મમ્માજી, મને પણ બધું શિખવશો. ‘

નિવૃત્તિ કાળમાં જીવન જીવી રહેલી હું જ્યારે ,આવી યુવાન સ્ત્રીઓને મળું અને તેમને મુંઝવણમાં માર્ગ દર્શન આપું તે ખૂબ ગમતું. તેઓ મને ખૂબ પેમ આપતા. જેને કારણે મારી જીંદગીમાં જીવવાનો ઉમળકો પ્રસરી રહેતો.  પ્રવૃત્તિ મય જીંદગીને આવા જુવાનિયાઓનો સમાગમ જીવનને ધબકતું રાખતા. બાળકો સુખી હતા. તેમના પરિવારમાં વ્યસ્ત હોવાને કારણે  મળવાનું સંજોગવશાત બનતું. જ્યારે મળતા ત્યારે ઢગલો પ્રેમ આપી આનંદ માણતી.

બે મહિને જ્યારે તન્વી મળી ત્યારે તેને પેટનો ઉભરો ઠાલવવા દીધો. તેના માતા અને પિતા ભારતમાં રહેતા.  મને કહે આન્ટીજી આપ અમેરિકામેં મેરી મા હૈ. આવું બિરૂદ સાંભળી હૈયુ હરખાયું.

જુવાનીમાં સહુને લાગતું હોય છે ,’આ દિવસ ખાલી ૨૪ કલાકનો જ કેમ હોય છે”?

આજે તન્વીને જોઈને મને મારા જુવાનીના દિવસો યાદ આવી ગયા. ખેર એ તો હવે ભૂતકાળ બની ગયો છે. આજમાં જીવનારી તેને યાદ પણ કરતી નથી. બસ, જીંદગી શાંતિમય જીવવાની નેમ રાખી છે. કોઈના પણ કાર્યમાં હાથ બટાવી શકું તેવો પ્રયત્ન રહ્યો છે. તન્વી મારા જીવનમાં ઉમંગ ભરતી. નિખાલસતાથી મારી સાથે વાત કરી શાંતિ મેળવતી.

થાકની કથા બાળક નાનું હોય ત્યારે રહેવાની. છતાં પણ એ થાકમાં છુપેયોલો આનંદ માણવો જરૂરી છે. બાળકનો કલબલાટ. પતિનો પ્રેમ અને સંસારની સુગંધ તેમાંથી પ્રસરશે. ક્યારે આ કથા એક સ્વપનું બની જશે  ખબર પણ નહી પડૅ ?

જેમ કથા તેમજ સુંદર સત્સંગ અને વાર્તાલાપ સાંભળતા થાક નથી લાગતો, તેમ ઘર ગૃહસ્થી સફળતા પૂર્વક ચલાવતી ગૃહિણી ક્યારેય થાકતી

નથી.


ક્રિયાઓ

Information

One response

18 05 2021
Vimala Gohil

ઘર ગૃહસ્થી સફળતા પૂર્વક ચલાવતી ગૃહિણી ક્યારેય થાકતી

નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s




%d bloggers like this: