ચાવી

23 05 2021

જોડી તો ઘણી જોઈ પણ ‘તાળું અને ચાવી’ જેવો અમર પ્રેમ ક્યાંય ન નિહાળ્યો. એક વગર બીજું નકામું. બન્ને સાથે

હોય ત્યારે તેમની મજા જ કાંઈ ઔર હોય. એક વગર બીજું મારગ ભૂલે. કશા કામનું નહી. એ દિવસો યાદ કરો જ્યારે

હાવીના ઝુડાનું વજન ઓછામાં ઓછું બે રતલ હતું. અને છતાં ગૃહિણી તેને પ્રેમે કેડે ટીંગાડી ફરતી હતી.

નાનપણમાં મારી મમ્મીનો ચાવીનુ ઝુડો મને બહુ ગમતો. કારણ જાણશો તે તમને પણ ગમી જશે એમાં શંકા નથી.

‘સોનાનો હતો ! ચાલો ૨૧મી સદીમાં આવીએ !

‘અરે, મારી ગાડીની ચાવી ક્યાં છે ?’

‘રોજ તમારે આવીને ગમે ત્યાં મૂકવી અને પછી સવારના સમયે આખું ઘર માથે લેવાની તમને આદત પડી ગઈ છે’.

‘હવે ચાવી શોધવા લાગીશ કે ભાષણ આપીશ’.

ત્યાં દરવાજાની ઘંટડી વાગી. નાનો રોનક દોડતો ગયો, બારણું ખોલ્યું,  ગાડી ધોવાવાળાએ ચાવી રોનકને આપી.

‘પપ્પા, પપ્પા જુઓ તમારી ગાડીની ચાવી આ રહી’.

‘મારો હોંશિયાર દીકરો, કહીને ચાવી હાથમાં લઈ બેટાને ગાલે પપ્પી આપી. સલોનીને કહે ‘તારા કરતા મારો દીકરો મજાનો છે’.

સલોનીએ મીઠું સ્મિત રેલાવ્યું. તેને ખબર હતી, દીકરો ચાવી ક્યાંથી લાવ્યો હતો. આજે તેને શાળાએ મોડું જવાનું હતું. દાંતના ડોક્ટર પાસે જવાનું નક્કી હતું. સલોનીએ વિચાર્યું જ્યારે લઈને જઈશ ત્યારે બરાબર નાનકા રવીને દાવમાં લઈશ. રોનક તો પોતાને કામે જવા નિકળી ગયો.

રવી ગાડીમાં તો બેઠો, મમ્મીને સાથે પણ પેટમાં તેલ રેડાયું હતું. તેને ખબર હતી ,પપ્પાએ મમ્મીને બદલે પોતાને પપ્પી આપી હતી.

સલોનીને થયું, ‘જવા દે નાનો છે, શું તેની સાથે રકઝક કરવી, મનમાં જાણતી હતી રોનક તેને ખૂબ પ્રેમ કરે છે. ‘

આ તો સાવ સામાન્ય વાત છે. બાકી ‘ચાવી પુરાણ’ જો વાંચવા બેસીએ ને તો મહાભારત કરતા વધારે લાંબુ થાય. ચાવી એ એવી ‘ચિજ’ છે કે જેના વગર ચાલે નહી, સાથે હોય તો પલ્લે પડે નહી અને જો ભૂલે ચૂકે ખોવાઈ જાય તો વાવાઝોડા જેવી પરિસ્થિતિનું સર્જન થાય.

એક પ્રસંગ કહીશ તમે હસી હસીને બેવડ વળી જશે. રાધિકાને આદત હતી ચાવી ઠેકાણે મુકવાની. યાદ શક્તિને દાદ આપવી ઘટે કે ઠેકાણે મૂક્યા પછી ઠેકાણું ભૂલી જાય. કેશવને આજે બેંકમાં જવું હતું. અગત્યના પેપર્સ બેંકમાંથી લાવી પાસપોર્ટના ફોર્મ ભરવાના હતા.

‘રાધે ઓ મારી પ્રિય રાધે બોલને સેફની ચાવી ક્યાં છે? આજે ઓફિસમાં જતા પહેલા મારે સેફમાં કામ માટે જવાનું છે’.

રાધા ગૌરી ટિફિન ભરવામાં વ્યસ્ત હતા,. સવાલ સાંભળીને હાથમાંથી ચટણીની ડબ્બી પડતા પડતા રહી ગઈ. વિચાર કરવા લાગી. ‘ઓ બાપ રે’ ચાવી ક્યાં મૂકી છે કેમ યાદ આવતું નથી ?

કેશવનો ગુસ્સો જાય એ પહેલા કહે ,’લાગે છે ચાવી મારાથી ખોવાઈ ગઈ છે’.

‘પ્રિયે, બેંકનું લોકર તોડાવીને નવુ લોકર લઈ લો ને ! આમ પણ લોકર નાનું પડે છે’.

કેશવને બહુ વિવાદ કરવો ગમતો નહી. કામ પર જવા વહેલો નિકળ્યો. બેંકમાં સઘળું પતાવતા બે કલાક નિકળિ ગયા. સિધો પાસપોર્ટ ઓફિસમાં પહોંચ્યો. વાત અંહીથી અટકી હોત તો સારું. રવીવારે સલોનીની પર્સ સાફ કરવા બેઠો. મોટેભાગે બધા પતિદેવો ભલે પર્સ

( વૉલેટ) નાનું રાખે પણ પત્નીનું પર્સ સાફ કરવાનું હોંશે હોંશે સ્વીકારે. કદાચ કોઈ જૂના મિત્રનો કાગળ મળે તો ઘરમાં કુરુક્ષેત્ર રચાય !

આજે તો ઉંધુ થયું. પર્સ સાફ કરતા પરચુરણની પર્સમાંથી બેંકની સેફની ચાવી નિકળી.

બોલ્યા વગર સલોનીની સામે જઈને કેચ રમવા લાગ્યો. ગુસ્સો ખૂબ હતો પણ હવે કરવો વ્યર્થ સમજીને બોલ્યા વગર જતો રહ્યો. આ તો એક બનાવ છે. બીજો બનાવ તમે સાંભળશો તો ખરેખર તાળી પાડી ઉઠશો. રવીવારના બધા છાપા અમારે મંગાવવાના. વાત એમ છે કે જો છાપા ન હોય તો રવીવારે અમે કરીએ શું ?

રવીવારે અમારે ત્યાં રસોડાની રજા હોય. સવારે મફતલાલા બાથમાંથી આવતા ગાંઠિયા અને જલેબી ખાધા હોય. સાંજે પાંચ વાગે ડીનર લેવા બહાર જઈએ. બાકીનો સમય છાપા ઉથલાવીએ. છાપા વાંચ્યા પછી પાછા વ્યવસ્થિત ગોઠવવાનો અમને બન્નેને આવે મહા કંટાળૉ. બે હાથે ભેગા કરીને બેગમાં ખોસી પસ્તી ભેગા કરીએ યા કચરાની ટોપલીમાં. આમા એક વખત મારો આખો ચાવીનો ઝૂડો ફેંકાઈ ગયો હતો. આવા તો કેટલા ચાવી પુરાણ કહું ?

ચાલો હવે પુરાણ પરથી કથા પર આવું. ચાવીના પ્રકાર અને કદ કેટલા બધા. એમાં પેલા ગોદરેજના કબાટમાં તો બધી ચાવી બે. એક નંબર અને બે નંબર. તિજોરીની જુદી. ચોરખાનાની વળી સાવ નાની. આ બધું યાદ રાખવાનું. સારું હતું બાળપણમાં યાદ શક્તિ સારી હતી. જેને કારણે જ્યારે સેફ ખોલવાનું હોય ત્યારે મારા મોટાઈ, મને બોલાવે. મમ્મી પાસેથી દોડતી જઈને ચાવીનો ઝુડો તેની કેડેથી કાઢી લાવું અને પછી ખોલી આલું.

માંડ માંડ કબાટની ચાવીના કુડાળામાંથી બહાર આવી તો દરવાજાની ચાવીઓ. તેના પર લટકતા તાળાની ચાવીઓ . ઘરની સુરક્ષા કાજે બારણામાં લગાવેલા ઓટોમેટિક તાળા. જેઓ માત્ર દરવાજો બંધ કરવાથી પોતાનું કામ કરી લે. જો ઉતાવળમાં દરવાજો બંધ થઈ જાય તો ઘરની બહાર રહેવાનો વારો આવી જાય. જો એમાંની બીજી ચાવી પાકિટમાં ન હોય તો સિધા ચાવી બનાવવાળાને ઘરે બોલાવાની નોબત આવે.

ઘરમાં ગાડી હોય તો મુસિબતનો પાર ન રહે. એમાં મોટાઈ ચલાવે ફિયાટ અને ભાઈ ચલાવે એમ્બેસડર. ચાવી બરાબર યાદ રાખીને , જોઈને લેવી નહિતર લિફ્ટ વગરના મકાનમાં ચાર દાદરા પાછાં ચડવા પડે .

ચાવીનું તો મોટું મસ મહાભારત લખાય. દુક સવારે વહેલી ખોલવાની હોવાથી ગનુ દરરોજ સવારે  દુકાને જતાં પહેલા ઘરે ચાલી લેવા આવતો.

જીવનમાં સફળતા પામવાની ચાવી દરેકની પોતાની હોય છે. એ તાળું તમારા સિવાય કોઈ ખોલી નહી શકે !


ક્રિયાઓ

Information

One response

23 05 2021
Vimala Gohil

જીવનમાં સફળતા પામવાની ચાવી દરેકની પોતાની હોય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: