અમાનુષી

27 05 2021

આજે પેલા પીઢ અને આગવી હરોળના કવિને રાજ્ય તરફથી પારિતોષક મળવાનું હતું. એમનું નામ કલા અને લેખન જગતમાં ખૂબ ગાજતું. દિવાનખંડમાં મૂકાયેલા પારિતોષકોમાં આજે એક ઉમેરાવાનું હતું. ‘જોબનને’ ગર્વ ન કરવો હોય તો પણ થઈ જતો. તેને મનમાં થતું ગુજરાતી ભાષામાં મારી બરાબરી કરી શકે તેવો કોઈ કવિ જણાતો નથી.

જોબનની રચનાઓ મનને પ્રફુલ્લિત કરે તેવી હોય છે. જ્યારે તે પોતાના કાવ્યનું પઠન કરે ત્યારે શ્રોતા ગણ મંત્ર મુગ્ધ થઈ જાય. તેમનું તખલ્લુસ પણ કેટલું સુંદર હતું. ‘જોબન’ , સર્જનહારે બધી બાજુથી વર્ષા કરી હતી. પત્ની ડોક્ટર. પુત્રી એમ. બી. એ. અને બે બાળકોની માતા. કવિ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. ઘણા વર્ષો પૈસા કમાયા હવે તે દિશા તરફ પાછા વળવાનો કોઈ ઈરાદો નથી. કવિ હ્રદય છે ને ?

જોનારને કદાચ અંતરમાં છૂપી ઈર્ષ્યા આવે તો નવાઈ નહી. આજે માનવ મેદની ભરાઈ હતી. ‘જોબન’નું અસલી નામ જાણવાની કોઈને પડી ન હતી.

‘તેમનું લખાણ એ જ તેમની ઓળખાણ !’

બોલવાની છ્ટા અનેરી હતી. નમ્રતા ભારોભાર ભરેલી હતી. બસ, ત્યાં જ માનવી માર ખાઈ જાય છે. ક્યારેય કોઈના અંતરની તેને ખબર પડતી નથી. એ તો છે કુદરતની કરામત. આ દુનિયામાં તમે જેટલા બહારથી સારા, સુંદર, નમ્ર, વાણી ચાતુર્ય ધરાવનાર હો તેટલા તમે સફળતા અને લોકચાહના મેળવવામાં નસિબદાર. આજનો વિષય પણ ખૂબ સુંદર હતો. “અંદર બાહર”, સ્થળ અને પરિસ્થિતિની સુંદર છણાવટ કરી હતી.

‘જોબન’ જેવા મંચ ઉપર ઉભા થયા કે તાળિયોનો ગડગડાટ ગુંજી રહ્યો. માનવ મેદનીના મુખ પર તરવરતા ભાવ જોઈને ગર્વ થયો. ‘જોબન’ મનમાં મલકી રહ્યો, કેટલું મારું માન છે. અહંકારથી ટટાર થયેલી ગરદન અક્કડ બની. અંતરમાંથી નિકળતા અવાજને દબાવવા સફળ થયો. આજની તારિખ એના જીવનમાં ખૂબ મહત્વની હતી. ગુજરાતિ ભાષાના અતિ ઉત્તમ પારિતોષકનો તે હકદાર બન્યો હતો. હા, સમાજમાં તેનું નામ પ્રચલિત છે. મિત્ર મંડળ બહોળું છે. તેનું લખાણ ધારદાર છે.  તેની કલમમાં જાદુ છે. મુખ પર લોભાવનારું હાસ્ય સદા રમતું હોય છે.

જોબન, હાથમાં મળેલું પારિતોષક જોઈ ,જાણે દુનિયાનો ઉત્તમ વ્યક્તિ હોય તેવો અહેસાસ માણિ રહ્યો.

“શામાટે તેનું અંતર ખાલિપો યા રેતાળ સમું ભાસી રહ્યું હતું. તેને નજદિકથી ઓળખનારા તેની આંખો બરાબર વાંચી શકે છે !”

જોબનના દિમાગમાં ગઈકાલ રાતનો પ્રસંગ તરવરી રહ્યો. મિત્રને ત્યાં જલસામાં ગયો હતો. આજના ભવ્ય કાર્યક્રમની બધાને જાણ પણ કરી હતી.  મિત્રો અને પરિવાર સહુ ખૂબ ખુશ હતા. અચાનક તેની નજર મારા પર પડી. મને જોઈને કહે ,તમે ક્યારે આવ્યા ?

‘છેલ્લા દસ દિવસથી હું મુંબઈમાં હતી એટલે આ ખાસ પ્રસંગનું આમંત્રણ મળ્યું હતું. ‘

બધા મિત્રોને મળવાની લાલચ રોકી ન શકી. મારે અને ‘જોબન’ને વર્ષો જૂની ઓળખાણ હતી. સાચું કહું તો કોલેજ કાળથી. હવે તો તેનું સાચું નામ પણ યાદ કરવું પડે તેવા હાલ હતા. તેને પોતાને પણ જોબન, નામ જચી ગયું હતું. એક દિશામાં પાર્ટી ચાલી રહી હતી. અમે બ્ન્ને જૂની વાતો ઉખેળીને આનંદ માણી રહ્યા હતા,  અચાનક મારી પૌત્રી આવી. ગ્રાન્ડ મૉમ , મને ભૂખ લાગી છે. ્મારે ઉઠવું પડ્યું.  હું ઉઠી, મારી અમેરિકન વહુ આવી. તેણે પોતાની ઓળખાણ આપી.

જોબન અડધો કલાક સુધી  તેની સાથે વાત કરી રહ્યો હતો. સિન્ડી સાથે કોઈ વાત કરનાર હતું નહી એટલે તેને વાત કરવાની મઝા આવી. અચાનક વાત નું મધ્યબિંદુ,  હું અને મારા પતિ દેવ બન્યા. જોબને કોણ જાણે શું કહ્યું કે સિન્ડી આચકો લાગે તેમ તેની બાજુમાંથી ખસી ગઈ. મેં દૂર રહ્યે નિરિક્ષણ કર્યું હતું. હવે વાત શું હતી તેનાથી હું તદ્દન અજાણ હતી.

પાર્ટી પૂરી થઈ સહુ પોત પોતાને ઘરે ગયા. સિન્ડીના મુખ પર હમેશા રમતું સ્મિત ગાયબ હતું. મને શંકા તો ગઈ પણ કાંઈ પૂછ્યું નહી. બીજે દિવસે સવારે ટેબલ ઉપર સાથે બધા ચા પાણીની મિજલસ માણી રહ્યા હતા ત્યાં મારો દીકરો અને સિન્ડી આવ્યા.

” મમ્મી આ જોબન કોણ છે ?”

હું ચમકી ગઈ. શાંતિથી પૂછ્યું , ‘કેમ બેટા, મારો કોલેજ કાળનો મિત્ર છે’.

“મમ્મી, તું આવા મિત્રો રાખે છે”?

હવે ચમકવાનો વારો આવ્યો,મારા પતિદેવનો.

શું થયું, બેટા ?

મમ્મી, એણે કેવી બેહુદી વાત સિન્ડી સાથે કરી. આ અમેરિકનને પણ જો આવી વાત અજાણ્ય્પ પુરૂષ કરે તો ન ગમે. મારા માનવામાં નથી

આવતું આવો ‘ભદ્દો’ તારો મિત્ર કેવી રીતે છે ?

હું અચંબામાં પડી ગઈ. માનવીની આવી ભદ્દી બાજુ જોઈને.

મને યાદ આવી ગયું, ‘કોઈ પણ પુસ્તકને તેનું મુખ પૃષ્ઠ જોઈને તેની ઉત્તમતાનો પુરસ્કાર ન આપવો ” !

images14.jpg


ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: