બેટુ

28 05 2021

‘મમ્મી, તમે સાંભળતા કેમ નથી ?’

અર્પિતા સાસુમાને બૂમ પાડી રહી હતી. એને પેટમાં સખત વેણ ઉપડ્યાં હતા. પહેલી વાર

માતા બનવાની હતી. તેનાથી દર્દ સહન થતું ન હતું. મમ્મીને ખબર હતી હજુ પેટ નીચે

ઉતર્યું નથી ઓછામાં ઓછા છ કલાક તો નિકળશે. અર્પિતાનું દર્દ દેખાતું હતું. પણ

અનુભવ હતો. બાળકને આ સૃષ્ટિ પર લાવવું એ સહજ અને સરલ નથી !

આખરે મમ્મીએ ડ્રાઈવરને કહ્યું, ‘વિઠ્ઠલ ગાડી લાવ’.

મમ્મીએ અર્પિતાને પકડીને ગાડીમાં બેસાડી. તેની બાજુમાં બેઠી. પ્રેમથી સાંત્વના

આપી રહી હતી. ઓફિસમાં આલોકને ફોન કર્યો. ‘બેટા તું હોસ્પિટલમાં આવ. હું

અર્પિતાને લઈને ૨૦ મિનિટમાં આવી પહોંચીશ’.

આલોક હાથમાંનું કામ પડતું મૂકીને પોતાના સ્કૂટર પાસે દોડ્યો. એનો પણ પિતા થવાનો

આ પ્રથમ પ્રસંગ હતો. રોજ ગાડી લઈને આવતો. આજે ખાસ અર્પિતા અને મમ્મી માટે ઘરે

રાખી સ્કૂટર પર આવ્યો હતો. હોસ્પિટલ આવી પહોંચ્યો. અર્પિતાને લેબર રૂમમાં રાખી હતી.

દૂરથી હાથ હલાવ્યો,

‘હું આવી પહોંચ્યો છું ચિંતા નહી કરતી’.

અર્પિતા, આલોકને જોઈ ખૂબ ખુશ થઈ. એક મિનિટ દર્દ ભૂલી ગઈ, બીજી મિનિટે તેની રાડો

પાછી ચાલુ થઈ. લગભગ પાંચ કલાક થયા. ડોક્ટરે અર્પિતાની હાલત જૉઈ ‘સિઝેરિયન દ્વારા’

બાળક્ને બહાર કાઢવાની સલાહ આપી. જે સહુએ માન્ય રાખી.

બાળક્નો ઉંવા અવાજ સાંભળી સહુ હરખાયા. એ આનંદ માત્ર બે મિનિટ ટક્યો. બાળક માના

ખોળામાંથી ડોક્ટરે લઈ તેની તપાસ શરૂ કરી. બાળકને કોરોના પોઝિટિવ આવ્યું. મા અને બાળ

અલગ થયા. અર્પિતા ચિલ્લાતી રહી પણ વ્યર્થ ! તાજું જન્મેલું ફૂલ જેવું બાળ. કોરોનાને લઈને આવ્યું.

ડોક્ટર એકદમ સતેજ બન્યા. બાળકને ઉપચાર આપવાના ચાલુ કર્યા. અરે હજુ આ દુનિયામાં પ્રવેશે બે

કલાક પણ નહોતા થયાને કુમળા ફૂલ જેવા બાળકને ‘વેંટિલેટર’ પર મૂકવો પડ્યો. માતા અને પિતાની હાલતને

શબ્દમાં વર્ણવવી મુશ્કેલ છે. મા, પોતાનું બધું દર્દ ભુલી ગઈ. તાજી સિઝેરિયનની સર્જરીમાંથી બહાર આવી

હતી. બાળકને હ્રદય સરસો ચાંપવા ઉત્સુક હતી. પણ કેવું દુર્ભાગ્ય ! બાળક ન રડતું હતું ન કોઈ ચેષ્ટા કરી

રહ્યું હતું.

આવા સમયે ધિરજ અને શાંતિ આવશ્યક હોય. જન્મેલા બાળકની આ હાલત જોઈ શકવી સહેલી નથી. પણ

તેનો બીજો કોઈ ઈલાજ નથી. ડોક્ટર બધી મહેનત કરે. સમય સિવાય બીજો કોઈ ઇલાજ નથી. ભલું થજો

હોંશિયાર ડોક્ટર અને નર્સની દેખરેખ હેઠળ મુસિબતમાંથી બહાર આવવાની શક્યતા સો ટકા જણાતી હતી.

એ તાજું જન્મેલું બાળક શું અનુભવતું હશે ? કેવું શાંતિથી માની કુખે પોષાઈ રહ્યું હતું.. કેવા સંજોગોનો સામનો

કરી રહ્યું છે. ફુલ સમાન બાળક તારે શરણે છે.

નાનું પારેવડું કાચની પેટીમાં બંધ હતું. તેના માતા અને પિતા આકુળ વ્યાકુળ હતા, કિંતુ બેસહાય. બન્ને જણ

એકબીજાનો હાથ પકડી બેઠા હતાં. બાળકની હાલત જોઈ શકાય એવી ન હતી. સંપૂર્ણ તકેદારી પૂર્વક નાના

બાળકનો ઈલાજ થઈ રહ્યો હતો. મા, થાકેલી હોવાથી સૂઈ ગઈ. પિતા, મા તેમજ બાળકનું બન્નેના દર્દનો અનુભવ

કરી રહ્યો હતો. નાની, નાના, દાદા અને દાદી મૂક સાક્ષી બની બધા તાલ નિહાળી રહ્યા.

ત્રણથી ચાર કલાકના આરામ પછી મા ભાનમાં આવી. તેનું કલ્પાંત હ્રદય દ્રાવક હતું. ડોક્ટરે તેને ઉંઘની ગોળી આપી

તે પાછી સૂઈ ગઈ. પિતા બેબાકળો બની હોસ્પિટલમાં આમ તેમ આંટા મારી રહ્યો હતો. એમ કરતાં ચાર દિવસ થયા

બાળકની સારવાર હેઠળ પરિસ્થિતિ કાબૂમાં આવી રહી હતી. માતાને તો પાંચ દિવસ પછી ઘરે મોકલવામાં આવી.

તેની હાલત ખૂબ કફોડી હતી. બાળકને સમય સર પોતાનું દૂધ મળે તે માટે હોસ્પિટલ પતિ સાથે જતી. ન તેને ખાવાનું

ભાન ન સૂવાનું. જે નાના બાળને નવ મહિના પાળ્યું અને પોષ્યું હતું તેના આવા હાલ કઈ રીતે જોઈ શકે.

કોઈ પણ શિખામણ યા સલાહ કામ ન લાગતી. પતિ એ કલેજા પર પથ્થર મૂક્યો. પત્નીને વહાલથી સમજાવવાના

પ્રયત્ન ચાલુ રાખ્યા. અર્પિતા જો કોઈનું પણ માનતી તો એ એના પતિ આલોકનું. ખૂબ સમજાવીને થોડું ખવડાવતો.

બાળકને માતાના દુધની અગત્યતા સમજાવી. આ બાજુ બાળકની હાલત સુધારા પર હતી. ખૂબ નબળાઈને કારણ

શરીર પણ કથળી ગયું હતું.

વેંટીલેટર પર સ્વસ્થતા જાળવી રહેલું બાલક માતાનું દૂધ પામી સુધારા તરફ પ્રગતિ કરી રહ્યું હતું. નબળાઈને કારણે

હજુ પેટીમાં (“ઈન્ક્યુબેટર’ ) હતું. અર્પિતા રોજ આવીને બેસતી. આલોક સવાર સાંજ લેવા અને મૂકવા આવતો.

પોતાનું ટિફિન સાથે લાવતી. થાકતી ત્યારે સોફા પર આડી પડતી.

આમ લગભગ મહિનો નિકળી ગયો. અર્પિતા ,આલોક સાથે વાત કરી રહી હતી. ‘મને લાગે છે આજે આપણા કુંવરને

પેટીમાંથી બહાર કાઢશે. ‘

આલોક સાંજે ઓફિસેથી આવતાં ડોક્ટર સાથે વાત કરી રહ્યો હતો. ‘ડોક્ટરે કહ્યું, તબિયત સામાન્ય થતી જાય છે.

જો તમને વાંધો ન હોય તો એક અઠવાડિયુ બહાર રાખીને જોઈએ પછી તમે ઘરે લઈ જાવ તો સારું . ‘

આલોકને અર્પિતાને સમજાવતા ,આભના પાણી મોભે ગયા. અંતે તે માની ગઈ. આજે સવારથી ઘરમાં હલચલ મચી

રહી હતી. નાના અને નાની પણ ઘરે આવી ગયા હતા. આલોક ઓફિસથી ઘ્રરે વહેલો આવ્યો અને બન્ને જણા સાથે

હોસ્પિટલ પહોંચી ગયા. **********


ક્રિયાઓ

Information

2 responses

29 05 2021
ભાવના દેસાઈ

વર્તમાન સંજોગોને અનુરૂપ સુંદર વાર્તા.

31 05 2021
Raksha

સુંદર સરળ વાર્તા…..વર્તમાનને અનુલક્ષીને લખાયેલ ઘણાંને આશાસ્પદ પ્રેરણા આપતી રહેશે!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: