વિરોધાભાસ

જીવન તારી ન કળી શકાય તેવી માયા. તું ક્યારે રીઝે અને ક્યારે

નારાજ થાય કહેવું અસંભવ.

આજનો દિવસ અનેરો હતો. આમ જોવા જઈએ તો રોજ પ્રભાતે

ઉગતો સૂરજ નિત નવી વાતોની વણઝાર લાવે છે. ક્યારેય તેમાં

લેપાવું નહી. ‘છે છે ને નથી નથી જેવા હાલ થાય.’

જીવનની દરેક પળને માણો. જ્યારે ૭૫નો આંકડો પસાર થાય

પછી તો દરેક દિવસ અને રાત જોવા મળે એના જેવું સૌભાગ્ય

બીજું કશું નહી.

‘એક વાગે યોગના’ વર્ગમાં આવતું હસમુખું દંપતિ લગ્ન જીવનના

૬૧ વર્ષ ઉજવી રહ્યા હતા. આનંદનો અવધિ ઉલાળા મારતો હતો.

વર્ગમાં બધા ખુશખુશાલ હતા. યાદ છે ને આનંદ વહેંચીએ તો

બમણો થાય.

સાંજની ખુશનુમા હવા માણવા ઘરની બહાર જવાની આદત

પાડી છે. બરાબર ઘરની સામે ફરવા જવા માટે બગિચો છે. અડધો

કલાક તો અડધો કલાક જવાનું એટલે જવાનું. આજે થાકેલી હતી

છતાં પણ ગઈ. એક માઈલ જેટલું ચાલીને આવી.

અમારા મકાનનો દરવાન કંઈક વાત કરી રહ્યો હતો. મકાનમાં રહેતા

એક ભાઈ શનિવારે બિમાર પડ્યા. રવીવારે ઓપરેશન થયું. સોમવારે

‘વેંટીલેટર’ પર અને મંગળવારે મૃત્યુને ગળે લગાવ્યું.

મારાથી એનું નામ અને ઉમર પૂછાઈ ગયા. નામ ટી. જે. અને ઉમર ૬૧ વર્ષ.

કુદરતની કમાલ જુઓ. સ્વસ્થ લાગતો ટી જે ૬૧ વર્ષની ઉમરમાં ટુંકી બિમારી

ભોગવી ચાલ્યો ગયો. ‘યોગના’ વર્ગમાં આવતા દંપતિએ ૬૧ વર્ષ લગ્ન પછી સાથે

વિતાવ્યા.

કુદરત કમાલ તારી

માનવે હાર માની !!!!!!!

Leave a comment