હા, પસ્તાવો ****૨

4 06 2021

પસ્તાવો થાય ત્યારે પાપ ધોવાય. હવે આજે કહેવા બેઠી જ છું તો વર્ષોથી દિલમાં ઘુમરાતી

વાત કહીને બોજો હળવો કરીશ. અજાણતામાં કરેલી ભૂલ નો વસવસો આટલી હદે સતાવશે

એનો અંદાઝ ન હતો.

અણમોલ, હવે ખૂબ પસ્તાઈ રહી હતી. ભૂતકાળના આવા વર્તન કાજે શરમ અનુભવી રહી હતી.

એ જમાના પ્રમાણે ઉંમર નાની તો ન કહેવાય કિંતુ સમઝણ ના નામે મોટું મસ મીંડુ હતું. નવો

નવો પ્યાર થયો. અણમોલ ,અમલનો હાથ ઝાલી સાસરે આવી. મા અને પિતાના સંસ્કાર

સારા હતા, સાસરીમાં સમાઈ તો ગઈ. અમલ પણ હજુ ભણતો હતો. નવા પરણેલાં હતા. મસ્તી

જીવનમાં ભરપૂર હતી.

હજુ તો બાર મહિના નહોતા થયા ત્યાં ‘પગ ભારે’ થયો. અમલ ચમક્યો. પોતે હજુ પિતા પાસે પૈસા

માગતો હતો. એને આ ઉપાધિ લાગી. અણમોલ કાંઇ બહુ સમજતી નહી. અમલની વાતોમાં

આવી ગઈ.

‘ન કરવાનું કૃત્ય’ કરી બેઠી. આવું એક વાર નહી બે વાર બન્યું. આખરે અમલ ભણીને કમાતો થયો.

જીવનમાં અનુભવ મળ્યો. અમલ કમાતો થયો એટલે બહેનનો રૂઆબ ફરી ગયો. સાસુ અને સસરાની

હાજરી ઘરમાં ગમતી નહી.

હા, પોતાને પિયર, ભાઇ અને ભાભી સંયુક્ત કુટુંબમાં રહેતાં તે ખૂબ ગમતું. આવું વિચિત્ર વર્તન કોને

ખબર કેમ સ્ત્રીઓ કરતી હશે? તે હજુ મારી સમજમાં આવતું નથી. હવે તો લગ્નને આઠ વર્ષ થઈ

ગયા હતા. બાળક આવવાના શુભ સમાચાર ઘરમાં જણાવ્યા. અમલના માતા અને પિતા રાજી થયા.

આ પહેલા બનેલી ઘટનાથી બન્ને અનજાણ હતા.

જેવો ઘરમાં પગલીનો પાડનાર આવ્યો કે અણમોલ અમલની પાછળ પડી. મારે આપણા બાળક

સાથે જુદો ઘર સંસાર માંડવો છે. અમલના સમજાવવાના બધા પ્રયત્ન નિષ્ફળ ગયા. રોજના

ઝઘડાથી થાકેલા અમલે મુંબઈ બદલી માગી.

બસ આજની ઘડીને કાલનો દિવસ, પિયર ગઈ બાળક લઈને પોતાને ઘરે મુંબઈ આવી પહોંચી.

જ્યારે અમલના માતા અને પિતા ઘરે આવતા ત્યારે અપમાનજનક વર્તન કરી તેમને દુભવતી.

અમલ માતાની આંખનો તારો હતો. અણમોલ જુવાનીમાં અંધ બની હતી. પછી તો બીજો

દીકરો આવ્યો. ભણીગણીને મોટા થયા અને બન્ને અમેરિકા જઈ સ્થાયી થયા.

જ્યારે અણમોલના પોતાના બાળકો અમેરિકા ગયા ત્યારે સમજ આવી. પોતાના ખરાબ

વર્તનની આજે સમજ આવી. ખૂ મોડું થઈ ગયું હતું. પસ્તાવો કરે પણ પાપા ધોવાઈ શકે

તેમ ન હતું.

દાદા અને દાદી ,પૌત્રોના પ્યાર માટે તરસતા રહ્યા. આ જીવનમાં અમર પટો લઈને કોઈ

આવ્યું નથી. આવા તંગ વાતાવરણમાં દાદા દાદી અકાળે અવસાન પામ્યા.

તેમના જીવનમાં દીકરા અમલ તરફથી ભરપૂર સંતોષ અને પ્રેમ પામ્યા હતા. અમલે તેના

પ્રેમમાં જરા પણ ઓટ આવવા ન દીધી. ગામ મળવા જતો ત્યારે માના ખોળામાં માથુ

મૂકી હિંચકે ઝુલતો. પપ્પા અને મમ્મીની દેખરેખ માટે માણસની તજવીજ કરી હતી.

અમલના વર્તનમાં રતીભાર ફરક ન આવ્યો. જેને કારણે માતા અને પિતાને અંતરમાં

શાંતિ હતી. અણમોલ તરફથી આશા છોડી દીધી હતી. અમલના બાળકો જોવા જીવ

તરસતો. અમલ વાતો અને ફોટાથી તેમના દિલ બહેલાવતો. બાળકો અમેરિકા ગયા

ત્યારે દાદા અને દાદીના આશીર્વાદ લેવા લઈને આવ્યો હતો.

પુત્ર પ્રેમ ને કારણે અમલના માતા અને પિતા શાંતિથી જીવતા. અમલે, અણમોલ તરફથી

સારા વર્તનની આશાને તિલાંજલી આપી દીધી હતી. તેના બે બાળકોની ‘મા’ હતી.

બસ એટલું પુરતું હતું.

બાળકો પાસે અણમોલની પોલ ક્યારેય ખુલ્લી પાડી ન હતી. કિંતુ મોટા થયા પછી બાળકો

પરિસ્તિતિ સમજી ચૂક્યા હતા. જ્યાં તેમના પિતાજી, અમલ કાંઈ ન બોલતા તો તેમણે પણ

ચૂપ રહેવામાં ડહાપણ લાગ્યું.

આજે જ્યારે અણમોલના બન્ને બાળકો અમેરિકા છે, સમય મળે ત્યારે વાત કરે છે. જેમાં

પ્રેમનો અભાવ અણમોલને વરતાય છે ! આવા સમયે અણમોલ, પોતાની જુવની દરમ્યાન

કરેલા કૃત્યોને ફાટી આંખે નિહાળી રહી છે ! આજે અણમોલને બધી જૂની વાતો યાદ

આવી રહી હતી. પોતાના કરેલા અભદ્ર વર્તનને કારણે તેનું માથું શરમથી ઝૂકી ગયું હતું.

પસ્તાવો થઈ રહ્યો હતો !

પણ શું કામનો ?

ઉત્તર હોય તો મને પણ સમજાવશો !

ચારે તરફ ધુંધળું જણાય છે.


ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: