સમય નથી

આ વાક્યમાં રહેલી પોકળતા જગ જાહેર છે. તેમાં છુપાયેલો સંદર્ભ સહુને વિદિત છે. છતાં પણ તેનું ચલણ ચારેકોર છે. જ્યારે પણ ‘સાંભળવા મળે’ ત્યારે સામેવાળાની બોલતી બંધ થઈ જાય છે. તે વાક્ય પર વાદ વિવાદ નિરર્થક છે.

“મમ્મી, તું સમજતી કેમ નથી ?”

“અરે, બેટા એક મિનિટ સાંભળ તો ખરો”.

“મમ્મી મારે બીજો ફોન આવે છે. હું તને પાછો કરું છું”.

પાછો ફોન કરે એ બીજા !

સંજુ એ બીજો ફોન લીધો, ‘પપ્પા, જુઓને આ ટીની, મને ઘરકામ કરવા દેતી નથી”.

“બેટા, ટીની ને આપો”.

“પપ્પા,  ભાઈ મારી સાથે રમતો નથી”.

“બેટા ભાઈને શાળાનું ઘરકામ કરવાનું હોય. પુરું થશે એટલે તારી સાથે રમશે”.

“પપ્પા, હું સ્કૂલે ક્યારે જઈશ?”

આમા બાળકો સાથે દસ મિનિટ વાત કરી તેમને સમજાવ્યા.

જે સંજુ પાસે મા સાથે વાત કરવા એક મિનિટ ન હતી તેણે દસ મિનિટ બાળકોને સમજાવવા ખૂબ શાંતિ અને પ્રેમ પૂર્વક કાઢી. હવે આ સંજુને કોણ યાદ અપાવે કે બેટા, તું નાનો હતો ત્યારે તારી આ મમ્મી તને કેટલા પ્યારથી સાંભળતી હતી, ને સમજાવતી હતી.

સરલાને આદત હતી ક્યારેય સંજુને ખોટા ફોન ન કરવા. આજે તેને પેટમાં સખત દુખતું હતું. સવારથી તેના આખા બદનમાં તકલિફ થઈ રહી હતી. રોજ પાંચ વાગે ઉઠવાવાળી સરલા આજે સવારના આઠ વાગ્યા ત્યાં સુધી પથારીમાંથી ઉભી થઈ ન હતી.પાંચ વર્ષ પહેલા પતિ ગુમાવ્યો પછી એકલી રહેતી હતી. તેની તબિયત ખૂબ સારી હતી. તેનું જીવન શિસ્તથી ભરેલું હતું. આખરે, આ મનવ શરીર છે, ક્યારેક ન પણ સાંભળે. સવારથી ચાનો એક કપ પણ પીધો ન હતો. પીવી હતી પણ કોણ બનાવી આપે ? ખેર એ તો મામુલી વાત હતી.

લગભગ ઘડિયાળમાં દસ વાગ્યા. માંડ માંડ ઉભી થઈ. ત્રણેક વાર બાથરૂમમાં લટાર મારી આવી. પેટમાં ક્યારેય નહી ને આજે સખત ચુંક આવતી હતી.  અચાનક તેને મમ્મી યાદ આવી. તેની સાથે ‘પાપડિયું’ શબ્દ દિમાગમાં ઝબકી ગયો. ઉભી થઈ રસોડા તરફ ડગ માંડ્યા. પાપડિયુ બનાવ્યું. શાંતિથી પીધું. પેટમાં જરાક કળ વળી. આખા બદનમાં દુખતું હતું. કારણ શોધવા ખૂબ પ્રયત્ન કર્યો પણ પરિણામે મીંડુ

સરલાએ ક્યારેય ખાટલો શોભાવ્યો ન હતો. છેલ્લી હોસ્પીટલમાં ગઈ હતી સંજુના જન્મ વખતે. સંજુથી મોટી હતી સોનિયા, જે લગ્ન કરીને અમેરિકા ગઈ હતી.   સંજુને થતું ‘મમ્મી હવે મારે માથે પડી”. પપ્પા હતા નહી. દીદી અમેરિકા રહ્યો માત્ર સંજુ. ખબર નહી કેમ આ ભાવના મમ્મીને ખૂબ અકળાવતી. બની શકે એટલા બધા કામ જાતે કરતી.

આજની વાત અલગ હતી. ભગવાનના નામનું રટણ કરતી પથારીમાં પાછી આવી. પાપડિયુ પીધું હતું એટલે શાંતિ થઈ હતી. સમયનું પણ કેવું છે ! ક્યારેક ખૂટતો ન હોય તો ક્યારેક એવી ઝડપે ભાગે કે દિવસ ક્યાં પૂરો થઈ જાય સમજ પણ ન પડે. વહેલી ઊઠી હતી એટલે સરલાની આંખ મળી ગઈ. ભૂખનું દુઃખ પણ ભૂલી ગઈ. ઊઠી ત્યારે બપોરના બાર વાગ્યા હતા. કામવાળી પાસે ચાવી હોય એટલે તેણે ઘરમાં કામ શરૂ કરી દીધું હતું.

બહેનને સૂતેલાં જોયા. ચાની તપેલી દેખાઈ નહી. એની ચાનો કપ પણ તૈયાર હોય. સરસ મજાની આદુ વાળિ ચા બનાવી અને બે ટોસ્ટ મૂક્યા. હજુ ઉઠાડવા જાય તે પહેલાં સરલા ચાની સોડમથી જાગી ગઈ.

અરે ઈંદુ તું આવી ગઈ. સારું થયું તે ચા બનાવી. લાવ અને તું પણ તારા માટે ટોસ્ટ બનાવીને લાવ. ચાની સાથે ટોસ્ટ ખાતા સરલાને ખૂબ આનંદ થયો.

‘ઈંદુ વઘારેલી ખિચડી બનાવજે.’ સરલા ઈંદુને રાજી રાખતી તેથી, કહે એ બધું કામ કરતી.

‘અરે હાં, વધારે બનાવજે ઘરે તારા વર માટે પણ લેતી જજે. ‘

સમય નથી એ એક એવું બહાનું છે, જેનો કોઈ ઉપાય નથી ! સહુ મનમાં જાણે છે કે આ બહાનાને, પગ નથી કે પાંખો નથી છતાં પણ  તેનું ચલણ છે. બેધડક લોકો આ વાક્યનો પ્રયોગ કરે છે. સામેવાળી વ્યક્તિ જાણે છે, છતાં મૌનનું સેવન કરે છે. કારણ તેનો કોઈ પુરાવો નથી.

અરે જે બાળકોને માતા તેમજ પિતા માટે પણ સમય નથી તેનાથી દયાજનક જીવનમાં કોઈ પરિસ્થિતિ નથી.

આજે ઘરમાં મોટી મિજબાની હતી, કારણ હતું, સૌમિલની સગાઈનું. એની સગાઈ હતી તેની પાસે જ સમય ન હતો. કામકાજમાં ગળાડૂબ !

હવે ઓચિંતુ જાણવા મળ્યું કે ‘કેટરર્સ, ખાવાનું આપવા ઘરે નહિ આવી શકે’.

સૌમિલે પોતાના મિત્રોને ફોન કર્યા. સહુની વ્યસ્તતાએ સૌમિલને અકળાવી મૂક્યો. આખરે , માએ કહ્યું,’ બેટા મારા એક મિત્ર છે, એમને કહીશ તો લેતા આવશે’.

જીવનમાં એવા તબક્કે આવી ઉભા છીએ કે કોઈના માટે ઘસાવું પડે તો વિચાર નથી કરતાં.

જૂવાન પેઢીએ શિખવા જેવી ખાસ વાત છે, એક ‘હું કામમાં છું ,’ બીજો સમય નથી ‘ એ બન્ને બહાનાંની પોકળતાથી તમે પણ પરિચિત છો.

થોડી સભયતા દાખવો. સામીવાળી વ્યક્તિની કિમત ક્યારે પણ ઓછી ન આંકશો. સહુ સત્ય જાણે છે માત્ર મૌનનું પાલન કરે છે.

બાકી સમજુ કો ઈશારા કાફી !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: