પ્રયત્ન

8 06 2021

પાપ કરેલા કૃત્યોનો પસ્તાવો કરવો મારે

પુણ્યમાં ફેરવી ભાર ઉતારવો મારે

*

શુદ્ધ મન સરળ સ્વભાવને સહારે

કર્મ કરી ભાર ઉતારવો મારે

*

જાણે અજાણે કરેલા બૂરા કર્મોનો

પસ્તાવો કરી ભાર ઉતારવો મારે

*

અલ્લડ જવાનીમાં ગોથું ખાધું

કળાવેલ આંતરડી ઠારવી મારે

*

સ્વાર્થની ગંગામાં તરતાં ડૂબી

અહંકાર ત્યજી ભાર ઉતારવો મારે

*

કોને ખબર ક્યારે આવશે તેડાં

ચાલ્યા વગર ચાલી જાવું મારે

*

કાચી માટીની કાયા રાખ બને

તે પહેલાં ભાર ઉતારવો મારે

*

બે કર જોડી શિર નમાવી કહું

સહાય કર ભાર ઉતારવો મારે

*

તું જે કરીશ સદા શિરોમાન્ય મને

હા, સતત પ્રયત્ન કરવો રહ્યો મારે


ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: