સવારે

10 06 2021

પાયલને આજે સવારે પેટમાં દુઃખતું હતું. નોકરી પર નહિ આવી શકવા

નું કહેવા માટે ફોન હાથમાં લીધો. નજર ગઈ તો ફોન ચાર્જર પર મૂકવાનો

ભૂલી ગઈ હતી. દુકાળમાં અધિક મહિના વિષે સાંભળ્યું હતું. પણ બધી

મુસિબત એક સાથે આવશે તેની ખબર ન હતી. પાયલ એકદમ નિરાશ

થઈ ગઈ.

થોડી રાહ જોઈને ફોન કરવાનું નક્કી કર્યું. પથારીમાંથી ઉભા થવાનું દિલ થતું

ન હતું. ઘરમાં કોઈ બીજું હતું નહી. કદમ, ઓફિસના કામે દિલ્હી ગયો હતો.

હજુ બે દિવસ પછી આવવાનો હતો.

થોડીવાર પછી જોયું તો હવે ફોન ચાલુ થયો હતો. ઓફિસમાં આટલું વહેલું કોઈ

આવે નહી એટલે મેસેજ મૂકી દીધો. પછી પેટ પકડીને ટુંટિયું વાળીને સૂઈ ગઈ.

જરાક સારું લાગ્યું. આંખ મિંચાઈ ગઈ. પાછી ખુલી ત્યારે ઘડિયાળમાં નવને

ત્રીસ થઈ હતી. બસ હવે કદમના ફોનની રાહ જોતી હતી. કદમ ગમે ત્યારે

ઓફિસના કામે બહારગામ જાય. હમેશનો ધારો હતો કે દિવસમાં ત્રણ વાર

ફોન કરવાનો.

ફોનની ઘંટડી અને દરવાજાની ઘંટડી સાથે વાગી. ધીરેથી ઉભી થઈ ફોન હાથમાં

લઈ બારણું ખોલવા ગઈ. પેટના દુખાવાને કારણે જરા વાર લાગી. કદમે ફોન મૂકી

દીધો. બારણું ખોલવા ગઈ તો પગ દરવાજામાં જકડાઈ ગયા. સામે કદમ ઉભો હતો.

પાયલ તો કશી પ્રતિક્રિયા કરવાને અસમર્થ હતી.

કદમ કહે, ‘કેમ તું મને ઓળખતી નથી’?

પાયલ એકદમ તેને વળગી પડી. તેનું ટેપરેકોર્કડર ચાલુ થઈ ગયું.

‘કદમ, મને આજે સવારથી ઠીક નથી.

પેટમાં સખત દુઃખે છે.

શાંતાબાઈ આવી નથી.

ફોન ચાર્જ કરવાનું ભૂલી ગઈ હતી.

તું ઘરમાં ન હતો. ‘

સતત એક પછી એક મુસિબત, બંદૂકમાંથી ગોળી છૂટે એમ સવાલ છૂટી રહ્યા.

અંતે બોલી,’તારા માનવામાં નહી આવે, તને જોઈને હું કેટલી ખુશ થઈ છું .’

‘અરે, પણ તું તો કાલે રાતના આવવાનો હતો’?

‘બોલ, વહેલો આવ્યો તો પાછો જાંઉ’?

‘અરે, યાર આજે મેં પણ રજા લીધી છે’.

‘ચાલ મને ચા બનાવવામાં મદદ કર. આજે તારા હાથની ચીઝ સેન્ડવિચ બનાવજે’.

કદમ વહેલો આવ્યો હતો, એટલે તેને પણ રજા હતી. પાયલને નરમ જોઈ થયું. સારું

થયું મારું કામ વહેલું પૂરું થયું.

બન્ને જણા સાથે ચા અને નાસ્તો કરવા બેઠા. લગ્ન થયાને ચાર વર્ષ થયા હતાં. બસ

હવે બાળક માટે બન્ને તૈયાર હતા. પાયલ અને કદમ મુંબઈમાં રહેતા. બન્નેના માતા

અને પિતા વડોદરા રહેતા. નસિબ સારું હતું પાયલે, કદમના માતા અને પિતાના મન

જીતી લીધા હતા. કદમ પણ પાયલના મમ્મી અને પપ્પાની ઈજ્જત કરતો.

શાંતાબાઇ આવી ગઈ. આજે શેઠ અને શેઠાણીને ઘરમાં જોઈ હરખાઈ ઉઠી. કદમ

બોલ્યો, શાંતાબાઈ આજે તુમચી આમટી આણિ ચાવલ બનાવા’.

કદમને મહારાષ્ટ્રિયનની આમટી બહુ ભાવતી. ખરેખર સ્વાદિષ્ટ હોય છે. પાયલ

પાછી સૂવા ગઈ. કદમને નવાઈ લાગી. પણ અનુભવી શાંતાબાઈની આંખો કશુંક

પારખી ગઈ હતી.

શાંતાબાઈ રસોડાના કામમાં વ્યસ્ત હતી. તેની અનુભવી આંખો કશું જોઈ રહી

હતી. ધીરેથી પાયલ પાસે જઈને તેને માથે હાથ ફેરવવા લાગી. પાયલને ખૂબ સારું

લાગ્યું. શાંતાબાઈ હતી મહારાષ્ટ્રિયન પણ તેને પાકું ગુજરાતી આવડતું હતું.

ભાભી, તમારા માટે ગરમ બટાટા પૌંઆ લાવું. પાયલે હા પાડી , તેને કશું ચટાકેદાર

ખાવું હતું. ‘હા, પણ સરખા લીલા મરચા, લીંબુ અને ખાંડ નાખજે. શેઠને એકદમ

સ્વાદિષ્ટ ભાવશે.

કદમ નાહીને આવ્યો. બટાટા પૌંઆનું નામ સાંભળી મોઢામાં પાણી આવ્યું. ‘શાંતાબાઇ

આમટી નહી, બટાટા પૌંઆ ખાવાની મજા માણિશું. વધારે બનાવજે ,ઘરે તારા વર માટે

લઈ જજે’.

કદમ વાત કરવાને આતુર હતો. જે કામ માટે ગયો હતો તે સરસ રીતે પાર પડ્યું હતું. જેને

કારણે નોકરી પર આગળ વધવાની ઈચ્છા પૂરી થાય તેમ લાગતું હતું.

‘શાંતાબાઈ ચા વધારે બનાવજે’.

કદમ અને પાયલ ચાના રસિયા હતા. પાયલ નાહીને આવી મંદીરમાં જઈ ભગવાનને યાદ કરી

માળા ફેરવીને આવી. બાર વાગી ગયા હતા. શાંતાબાઈ કપડાં ધોવાનું કામ પતાવી ડાઈનિંગ

ટેબલ પર બધું ગોઠવી રહી. હજુ તો પહેલો કોળિયો મોઢામાં મૂકે ત્યાં પાયલ બાથરૂમમાં દોડી.

તેનાથી ખવાઈ રહ્યું ન હતું. કદમ ગભરાઈ ગયો. શાંતાબાઈને પોતાની અટકળ સાચી લાગી.

પાયલ બાથરૂમમાં હતી. કદમને કહી રહી, ‘મને લાગે છે શેઠાણીચા પાંવ ભારી આહે’ !

કદમને સમજતાં જરા વાર લાગી, પણ સમજ્યો ત્યારે ખુશીનો માર્યો ઉછળી પડ્યો.

આજની સવાર, એક પછી એક અવનવા રંગ બતાવી રહી હતી !


ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: