મારા મોટાઈ, 2021

19 06 2021

દર વર્ષની જેમ આજે પાછો “પિતાજીનો” દિવસ આવ્યો. ક્યારેય પણ પિતાજી,

બાપા અરે મોટાભાઈ પણ કહ્યું નથી. માત્ર મારા મોટાઈ, મારા એકલીના નહિ

અમે પાંચ ભાઈ બહેન છીએ. મારી મમ્મીનું અતિ પ્રિય વાક્ય “જા, તારા

બાપાને કહે તારું સાંભળશે”. સમજી ગયા ને? મોટાઈ પાસે કોઈ પણ

કામ કઢાવવું હોય તો હું તૈયાર. મને કેવી રીતે ના પાડી શકે?

એ જમાનામાં કોલેજ જઈએ એટલે મહિને ‘દસ’ રૂપિયા મળે. એમાં શું

થાય ? રોજ ગાડીમાં મૂકવા આવે ત્યારે રુપિયો પડાવવાની આદત. જેનો

હિસાબ મમ્મીને આપવાનો હોય નહી. હવે આવા વાતાવરણમાં ઉછરી

હોંઉ તો મમ્મી અને મોટાઈ કાયમ યાદ આવે કે નહી ?

મોટાઈનો પડ્યો બોલ ઝિલવાનો. અર્થાત કોઈ પણ ભાઈ બહેન તેમની

વહારે ધાય એ પહેલાં હું પહોંચી જાંઉ. ધંધો હતો, દુકાને જવાનો સમય

થાય એ પહેલાં તેમની બધી વસ્તુઓ તૈયાર. તેમને માગવાનો સમય જ

ન આવે. જતી વખતે મધુરું સ્મિત રેલાવતા જાય.

એ જમાનામાં માતા અને પિતા ” બહુ ભણેલા ન હતા કિંતુ ગણેલા કહીએ

તો તેમણે માસ્ટર્સની ડીગ્રી’ મેળવી હતી. સંસ્કાર અને વર્તન પ્રત્યે ખૂબ

સજાગ. ખોટું બોલતા આવડતું નહી. વડીલોની મર્યાદા અને મોઢામાં

અપશબ્દો પર લગામ જે, આજે પણ જણાય.

મોટાઈ તમારી પ્રેમ નિતરતી આંખો નજર સમક્ષ આવે અને એમ

લાગે કે તમે આજુબાજુમાં ક્યાંક છો . “Father’s Day”ભલે વર્ષમાં

એકવાર આવે. મારે માટે તો મારા મોટાઈ અને બાળકોના પપ્પાજી

હમેશા સાથે છે. જેઓ મને જીવનની હર પળમાં સાથે જણાય છે.

સંતોષ એટલો છે કે પપ્પાજીની કેળવણી પામેલા બન્ને દીકરાઓ

પણ પોતાના બાળકોને ખૂબ સુંદર રીતે ઉછેરી રહ્યા છે. તેઓ

પણ પ્યારા ડેડી છે.

આજનો દિવસ ખૂબ મંગલકારી છે. મોટાઈની મધુરી યાદો,

દિમાગના કોઠારમાં ભરાયેલી તેમની સ્મૃતિ સળવળી રહી છે.

હવે વાનપ્રસ્થ આશ્રમમાં આવ્યા પછી પણ તે યાદોમાં રાચવું

ગમે છે. ઉમર એ માત્ર “વધતા જતા આંકડા છે”. બાકી મન,

વચન અને કર્મથી આજે પણ એ જ સ્ફૂર્તિનો અહેસાસ છે.

અનુભવની નિશાળમાંથી ઉત્તીર્ણ થવાની આ તો મઝા છે.

મોટાઈ પાર્લાથી બે બાળકોને લઈને આવતી હતી ત્યારે ,

દસ મિનિટનું તમારું ભાષણ સાંભળતી, એમાંથી નિકળતી

પ્રેમની ગંગા આજે પણ યાદ છે. દર રવીવારે પાલવા ફરવા

જવાનું , બોટમાં બેસવાનું અને પાછા ઘરે આવતા ચોપાટી

પર આઈસક્રિમ ખાવાનો.

પરીક્ષામાં પાસ થતી ત્યારે મારા કરતા તમે વધારે ખુશ

જણાતા. તમારી સાથે રાતના રમી રમ્યા વગર સૂવા

ન જવાતું. મોટાઈ બાળપણની મીઠી મધુરી યાદો

આજે બધી તાજી થઈ. ઘણિવાર પાછું બાળપણ

આવે એવી ભાવના થાય છે. જે સંભવ નથી. પણ

વિચારને કરવામાં ક્યાં પૈસા પડે છે. બસ તમારા

પ્યારની મહેક માણવામાં મગ્ન છે.


ક્રિયાઓ

Information

2 responses

19 06 2021
Vimala Gohil

અનુભવની નિશાળમાંથી ઉત્તીર્ણ થવાની આ તો મઝા છે

20 06 2021
છાયા

સરસ
પિતા
ઉદ્દબોધન કોઈ પણ હો,
બસ એક શબ્દ પિતા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: