ભાવના

22 06 2021

બસમાં મુસાફરી કરવાની આદત સાવ છૂટી ગઈ છે. જ્યારે ભારતની મુલાકાતે આવું

ત્યારે બસમાં અચૂક બેસું છું. બાળપણ, કોલેજના અને લગ્ન કરીને બસમાં બેસતી એ

દિવસોની યાદમાં ખોવાઈ જવાનું ખૂબ ગમે છે. બસમાં બેઠેલી જોઈ કોઈ ઓળખિતું

મળે તો પૂછેશે, ‘કેમ આજે બસમાં ? ગાડી નથી?’ એમને શું જવાબ આપું ? બસ મુખ

પર સ્મિત ફરકી જાય. મારી ભાવના સમજાવવાની તકલિફ લેતી નથી.

બસ સ્ટોપ પર ઉભી હતી. તાપ પણ હતો, છતાં આજે મનની મુરાદ પૂરી કરવી હતી.

આખરે ૧૦૩ નંબરની બસ આવી. ચડી પણ બસ આખી ભરેલી હતી. બસમાં ઉભા

રહેવાની આદત છૂટી ગઈ છે. એક સામાન્ય દેખાતી સ્ત્રીએ મારી મુંઝવણ જોઈ મને

એની સીટ આપી. આનાકાની કર્યા વગર હું બેસી ગઈ. એના હાથનો બોજો મારા

ખોળામાં લઈ લીધો. એના મુખ પર સ્મિતની આછી રેખા અંકાતી જોઈ. ત્યાં

બાબુલનાથ પર મારી બાજુની જગ્યા ખાલી થઈ મેં એને બોલાવી.

એણે એક વૃદ્ધ દાદાને ત્યાં બેસવાનો આગ્રહ કર્યો. બિચારા ડગુમગુ થતા ઉભા હતા.

હું પણ ૭૦ વટાવી ચૂકી છું. મારી જગ્યા કોઈને આપવાની હિમત નથી કરતી. જુવાનીના

એ દિવસો હવે ગયા. બસ પેલી સાધારણ સ્ત્રીને તાકી રહી. બુઢ્ઢા દાદા, તે સ્ત્રીને મનોમન

આશિર્વાદ આપી રહ્યા.

યાદ રાખજો, સામાન્ય જણાતી વ્યક્તિનો આદર કરવી ભૂલશો નહી ? તેમની માનવતાની

મહેક હમેશા આપણને જણાતી હોય છે. દાદાને ભુલેશ્વર સુધી જવું હયું. ત્યાં મારી બરાબર

આગળવાળી જગ્યા ખાલી થઈ. મેં પેલી સ્ત્રીને બતાવી. ત્યાં એક સ્ત્રીનાના બચ્ચાને લઈને

ચઢી. પેલી સ્ત્રીએ એ ખાલી જગ્યા એ સ્ત્રીને આપી. ઉપરથી તેના પાકિટમાંથી ગ્લુકોઝ

બિસ્કિટનું પેકેટ આપ્યું કે જેથી બાળક રડતું બંધ થઈ ગયું.

હું તો આભી થઈ ગઈ. આ સ્ત્રીની ઉદારતા જોઈ મારું મસ્તક મનોમન તેને નમી ગયું. આખરે

પ્રાર્થના સમાજ પર એ બાઈ મારી બાજુમાં આવીને બેઠી. સાધારણ દેખાતી સ્ત્રી સુઘડ પણ

સ્વચ્છ કપડામાં શોભી રહી હતી. એની સાથે વાત કરવાની શરૂઆત કરી.

‘બહેન મારી પાસે સમાજને આપવા કોઈ પૈસા નથી. માત્ર સારું વર્તન દાખવી થોડો પ્રયત્ન

કરું છું. ‘ બેસવાનું મન પણ મને હતું છતાં બીજાને જગ્યા આપી કારણ મારા કરતાં તેમને

વધારે જરૂર હતી’.

મિત્રો કી પણ સામાન્ય સ્ત્રીની ભાવનાને ઠેસ ન પહોંચાડશો. તમારી પાસે એના કરતા બે પૈસા

વધુ હોય તો અહંકાર કરવાની ભૂલ ન કરશો. એની ભાવના જીવન પ્રત્યેનો અભિગમ તમારા

કરતાં ક્યાંય ચડી જાય.

જ્યારે પેલા મોટા માલિકનું તેડું આવે ત્યારે એણે કદી કોઈના ખિસામાં શું છે એ જોયાનું, વાંચ્યું

કે સાંભળ્યું નથી.


ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s




%d bloggers like this: