કલમ, પૈસો અને બંદૂક

+

કલમ, પૈસો અને બંદૂકના બનેલા ત્રિકોણની ગાથા જણાવું. ત્રણેમાં કોઈ સામ્ય ખરું ?

ત્રણે જીવનની જરૂરિયાત ખરી ?

આ ત્રિકોણની એક પણ લીટી સરખી નથી. તેના ત્રણે ખૂણાનો સરવાળૉ ૧૮૦  થતો

નથી. જબરદસ્તીથી ત્રણે એક બીજાને અડી ત્રિકોણ રચે છે ! જો કે ત્રણેના સમાગમથી

ત્રિકોણ બનાવવો જરૂરી નથી. ત્રણે પોત પોતાની રીતે સાચા છે, જીવનમાં ખૂબ અગત્યનું

સ્થાન ધરાવે છે. તે ત્રણેની આગવી પ્રતિભા છે. ત્રણે એકબીજાના પૂરક નથી.  ત્રણેનું સહ

અસ્તિત્વ જરૂરી નથી. ભાગ્યે જ, ત્રણે સાથે હોય ત્યારે અળગા તરી આવે. પોત પોતાની

જગ્યાએ અચલ છે.

જો  કોઈ અળવિતરાના હાથમાં આવી પડે તો ભયંકર પરિસ્થિતિની સંભાવના ખરી.

યોગ્ય વ્યક્તિના હાથમાં ત્રણે, જો ભૂલે ચૂકે સાથે જણાય તો આ દુનિયનો ઉદ્ધાર થઈ

જાય.

ચાલો તો હવે એક પછી એક ત્રણેની ઉલટ તપાસ લઈએ. ‘કલમ’ એ, એવી શક્તિ છે

કે જે સર્જન અને વિનાશ બન્ને નોતરી શકે છે. કલમ એકલી સ્યાહી વિના નકામી !

કલમ અને સ્યાહી બન્ને હાજર હોય પણ તેના વાપરનારની કુશળતા ન હોય તો ધાર્યું

પરિણામ ન લાવી શકે ! કલમના પ્રકાર અનેક .દરેકની પ્રકૃતિ ભિન્ન. કિંતુ પરિણામ

‘એક’ ! દિમાગમાં ચાલતા વિચારોનું તુમુલ યુદ્ધ અક્ષરસઃ કાગળ પર ઉતારે. પછી તે

કઈ કલમથી લખાયા છે તેનું કોઈ મૂલ્ય નથી ! શું લખાયું છે તે અગત્યનું છે.

લખનાર વ્યક્તિનું ચિત્રણ કરવામાં કલમ કામયાબ પૂરવાર થાય છે. જ્ઞાની પુરુષ યા

સ્ત્રીની કલમથી લખાયેલું સદીઓ સુધી ચિરંજીવ રહે છે. બિભત્સનું ચિતરણ કરનારની

કલમમાંથી દુર્ગંધ પ્રસરી ઉઠે છે. વિચારીને લખાયેલું કાળજામાં સોંસરવું ઉતરી જાય છે.

હવે આમાં કલમનો શો વાંક ? કલમ તેને વાપરનારનું આબેહૂબ ચિત્રણ કરવામાં કામયાબ

બને છે !

કલમની કમાલ તો તેના વાપરનાર પર નિર્ભર છે ! જો કલમનો ઉપયોગ સાચી રીતે કરતા

આવડે તો જીંદગીમાં તરી જવાય.  કલમનો કસબી, કલમ દ્વારા એવું સર્જન કરી શકે છે કે

તેને માટે શબ્દો ઓછા પડે. કલમ કિમત કારીગરી દ્વારા અંકાય છે.  પછી એ ૫ રૂપિયાની

બોલ પેન હોય કે ૫૦૦ રૂપિયાની પારકર પેન .

પૈસો મારો પરમેશ્વર . પૈસાની તો વાત જ કરવી નકામી છે. કાણા વગર ચાલે નહીને કાણો

મારી આંખે નહી. યેન કેન પ્રકારેણ પૈસો કમાવો એ જાણે આજની યુગની આદત છે. પૈસાના

અનેક પ્રકાર છે. પરસેવાનો પૈસો આરામની ઉંઘ આપે છે. તફડાવેલો પૈસો ઉંઘને સો જોજન

દૂર ધકેલે છે. બેઈમાનીનો પૈસો અડધી રાતે ઉંઘમાં પણ ચેન પડવા દેતો ન્થી.

જીવનમાં પૈસો અગત્યનો ભાગ ભજવે છે. કહેવાય છે કે ,આજના જમાનામાં પૈસા વગરના

માનવીની કોઈ કિંમત નથી ! જો કે આની સાથે હું ક્યારેય સહમત થઈ નથી. વ્યક્તિ તેના

ગુણ અને વ્યવહારથી પંકાય છે. હા, પૈસાની આવશ્યકતા નકારી શકાય નહી. લક્ષમી જીવન

વ્યવહાર માટે જરૂરી છે. પૈસો જ સર્વે સર્વા છે એ વાત મારે ગળે ઉતરતી નથી.

ભારત દેશ ભ્રષ્ટાચાર માટે વિશ્વભરમાં પંકાયો છે. એ પૈસાના પૂજારીઓએ દેશનું નિકંદન કાઢવા

માટે પાછું વળીને જોયું નથી. તેઓ સહુ ભીંત ભૂલે છે. પેલો ઉપરવાળો છે ને સાથે કશું લઈ જવા

દેતો નથી. એવી કોઈ બેંક નથી ત્યાં પૈસા જમા કરાવી શકાય. આ સનાતન સત્ય મારા અને તમારા

જેવા લોકો સમજે છે. પૈસાના લાલચુ એ લોકો સમજતા નથી.

ઉંઘતાને જગાડાય, જાગતાને કેવી રીતે જગાડાય ? આ વિષય પર કંઈ પણ લખવું યા અભિપ્રાય

આપવો એટલે,’હાથના કંગનને આરસી’ જેવા હાલ છે.

ચાલો તો અંતે મળીશું આજના યુગનું ભયંકર બેજાન પ્રાણી, ‘બંદુક’. ભલે એ બેજાન છે પણ ખુલ્લે

આમ નિર્દોષ લોકોના પ્રાણ હરે છે. સરહદ પર દેશની રક્ષા કાજે જીવન ન્યોછાવર કરનારના હાથમાં

શોભે. સવારના પહોરમાં સમાચાર સંભળાય અને દિલમાં દર્દ થાય. બંદુક રાખવા ભલે લાઈસન્સ ની

જરૂર હોય પણ કેવી વ્યક્તિઓના હાથમાં આવે છે અને કેટલાય નિર્દોષ દરરોજ પોતાનો કિમતી જાન

ગુમાવે છે.

બંદુક ક્યારે કોના હાથમાં હોવી જરૂરી છે તેનો કોઈને અંદાજ નથી. સરહદ પર દેશની રક્ષા કરતો જવાન

બંદૂકનો ઉપયોગ કરે છે. દુશ્મનોની કત્લ કરે છે. દેશની સરહદની રક્ષા કરે છે. એના હાથમાં બંદૂક ઘરેણાં

કરતા વધારે મૂલ્યવાન જણાય છે. જે જરૂરી છે. જેનો ઉપયોગ એકદમ સાચો છે.

એ જ બંદૂકની ગોળીથી નિર્દોષોની હત્યા કરવી.  કોઈ દુકાનની ખુલ્લે આમ લુંટ ચલાવવી. પૈસા માટે

બેંકમા કામ કરતી વ્યક્તિને મારી નાખવી શું યોગ્ય છે ? ઠંડૅ કલેજે બેસીને વિચાર કરજો. સાચું શું

અને ખોટું શું, અંતરાત્મા જવાબ આપશે.

કોઈ સ્ત્રીની લાજ લુંટવી, અદાવત હોય એવીવ્યક્તિની સાથે નિર્દોષોની હત્યા કરવી. એ બંદૂકનો

એકદમ ખોટો ઉપયોગ છે. ટી. વી. ચલાવો અને જુઓ સમાચારમાં શું સાંભળવા મળે છે ?

ઈંદ્રિય, મન અને બુદ્ધિનું સમન્વય જીંદગીને સાચા માર્ગ પર ચલાવે છે.

કલમ, પૈસો અને બંદૂક કંઈક એવા જ છે. ઈંદ્રિય દ્વારા કલમથી ઉત્તમ સર્જન, મન દ્વારા પૈસો કમાવવાથી

માંડી વાપરવાની સદબુદ્ધિ અને બુદ્ધિ દ્વારા બંદૂક ક્યાં વાપરવી, ક્યારે વાપરવી તેનો નિર્ણય. જો આ સમાગમ

સાચો હોય તો ત્રણે માનવીના જીવનને સરળ અને સહજ બનાવે છે.

સમાજમાં શાંતિ અને સુમેળનું વાતાવરણ સર્જાય છે.

કુદરતે માનવીને વિવેક બુદ્ધિ આપી છે. તેનો સદઉપયોગ કે દૂર ઉપયોગ તેના હાથમાં છે. સંજોગ અને વિકૃત

પ્રકૃતિતેને ગેરેમાર્ગે દોરે છે !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: