દુલારો

28 06 2021

કૈવલ્ય, દાદાનો દુલારો હતો. દાદી તો કૈવલ્યએ ક્યારેય જોઈ ન હતી. બાળપણથી દાદાનો

ખોળો ખુંદવાનું સૌભાગ્ય કૈવલ્યને પ્રાપ્ત થયું હતું. દાદા હંમેશા વાતો દ્વારા દાદીની ઓળખાણ

આપતા. સમીરની મા એક દિવસ બજારથી આવતી હતીને બસની અડફટે ચડી ગઈ. મુંબઈની

બી ઈ એસ ટીની બસ કદાવર હોય. તે ટક્કર ખાઈને ઉછળી અને તરત જ મરણને શરણ થઈ .

કૈવલ્યના માતા અને પિતા બન્ને ડોક્ટર હતા. તેમને હંમેશા સમયની મારામારી રહેતી. પોતાના

કાર્યને ખૂબ મહત્વ આપતા. એક નિયમ હતો, રાતના સમયનું ભોજન દરેકે સાથે બેસીને જ લેવાનું.

કૈવલ્ય આખા દિવસનો ચિતાર માતા અને પિતાને જણાવતો.

ચોવીસ કલાક દાદાનું સંબોધન સાંભળી સગુણભાઈ પોતાનું નામ ભૂલી ગયા હતા. અધુરામાં પુરું

સમીર અને સિમી પણ દાદા કહેતા થઈ ગયા હતા.

સિમી અને સમીર, સેવા ભાવે લોકોને ઘણી મદદ કરતા. સમીરને માતા અને પિતાના સંસ્કાર

સાંપડ્યા હતા. એને સંતોષ હતો કે કૈવલ્ય સારા સંસ્કાર પામી રહ્યો હતો. ખોટી આદતોથી સો

જોજન દૂર રહેતો. કૈવલ્યની નાની બહેન ક્રિના ઘરમાં રહેતા મણી માસી પાસે મોટી થઈ રહેતી

હતી. બધી સગવડ સચવાતી હતી એટલે સિમીને નોકરી પર શાંતિ લાગતી. ક્રીના અને કૈવલ્યનું

બાળપણ સુંદર રીતે ગુજરી રહ્યું હતું. રવીવારનો દિવસ બાળકો અને પિતા સાથે ગાળવાનો કાર્યક્રમ

હોય. જેને કારણે સીમી અને સમીરને બાલકો સાથે સમય ગુજારવા મળે. આમ જ્યારે સંસારમાં

બધું વ્યવ્સ્થિત ચાલતું હોય તે કુદરતને મંજૂર ન હોય.

રવીવારનો દિવસ હતો સિમી, કૈવલ્ય અને ક્રીના ને મફતલાલ પાર્કમાં તરવાની કળા શિખવવા

લઈ ગઈ હતી. અચાનક ફોનની ઘંટડી વાગી સિમી ફોન લેવા ગઈ ત્યાં ક્રીના ડૂબવા માંડી. કૈવલ્ય

ને તરતા સારું આવડતું હતું. ક્રીનાને મહામહેનતે બચાવી. સિમી દોડતી આવી ક્રીના ને ગળે લગાવી

કપડા બદલી સહુ ગાડીમાં બેસી ઘરે આવ્યા.

ગભરાયેલી ક્રીના ડઘાઈ ગઈ અને તેની વાચા જતી રહી. સિમીએ લાખ કોશિશ કરી તે બોલી શકતી

નહી. સિમીએ દવાખાને જવાનું બંધ કર્યું. સહુ ક્રીનાને રિઝવવામાં મશગુલ હતા. કૈવલ્ય ક્રીનાની

દેખભાળ વધારે કરતો. દાદા તેને ખૂબ પ્રોત્સાહિત કરતા.

દાદાને વિશ્વાસ હતો, ભાઈએ તેને બચાવી છે. ભાઈના પ્રયત્ન વ્યર્થ નહી જાય. સિમી પોતાની જાતને

કોસી રહી હતી. સમિરે કહ્યું, બનવા કાળ બન્યું, રડવાથી નહી ઉપાયથી આપણે દીકરીને પાછી લાવીશું.

ક્રીના પાણી જોઈને ડરતી. કૈવલ્ય તેની આગળ ગાંડા ઘેલાં કાઢતો. ઢીંગલી જેવી નાની બહેન અને

દાદાની સાથે રમતો. દાદા ધીરજની સાક્ષાત મૂર્તી હતા. મણી માસી ક્રીના માટૅ જાત જાતની વાનગી

બનાવી તેને રિઝવતા.

ક્રીના નાની હતી એટલે તેને શાળાએ જવાનો પ્રશ્ન ન હતો. કૈવલ્ય શાળાએ જતો ત્યારે તે દાદાનો

પ્યાર પામતી. દાદાને હવે દાંત હતા નહી. તેમનું બોખું મોઢું ક્રીના ને ખૂબ ગમતું. દાદા જોડે ઢગલા

બાજી રમતી. સરસ મજાની રામાયણ , મહાભારતની વાર્તા સાંભળતી.

દાદા હમેશા કૃષ્ણને વિનંતિ કરતાં , મારી દીકરીનો ડર કાઢવા માં સહાય કરજે. આ નાની દીકરીએ

તારું શું બગાડ્યું છે ? ક્રીના ધીરે ધીરે ખિલતી ગઈ ,પ્રયત્ન કરવા છતાં બોલી શકતી નહી.

એક દિવસ કૈવલ્ય શાળાએથી આવ્યો. મણી માસીએ ગરમા ગરમ શીરો બનાવ્યો હતો. બધા સાથે

ટેબલ ઉપર ખાવા બેઠાં. કૈવલ્યને તુક્કો સુઝ્યો. ક્રીની, ક્રીની અંહી જો આપણા દાદા કેવી રીતે શીરો

ખાય છે. એમ કહી તાળી પાડીને કૂદતો જાય અને દાદાની જેમ ચાવતો જાય. ક્રીના દાદાની લાડલી થઈ

ગઈ હતી, ભાઈ ઘરમાં હોય નહી .શાળાએ જાય. સીમા એ પણ પાછું દવાખાને જવાનું ચાલુ કર્યું હતું.

ઘરમાં દાદા અને ક્રીના, હવે તે મણી માસીને બદલે દાદાની દુલારી થઈ ગઈ હતી. કૈવલ્ય દાદાના ચાળા

પાડી રહ્યો હતો. ક્રીનાથી સહન ન થયું. કૈવલ્યના મોઢા પર લાફો મારી બોલી ઉઠી , ભાઈ********


ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s




%d bloggers like this: