સ્ત્રીની ઈજ્જત સમાજની કિમત.
*
સ્ત્રી નખશીખ સૌંદર્યની પ્રતિમા છે.
*
સ્ત્રી રીઝે તો રાજ આપે વિફરે તો તારાજ કરે.
*
સ્ત્રી ઘરને મંદીર બનાવે છે.
*
સ્ત્રી ક્યારેક રંભા બની રીઝવે તો ક્યારેક દંભ આચરી ખીજવે.
*
સ્ત્રી ક્યારેક રૂપાની ઘંટડી સમી સુરીલી તો ક્યારેક હથોડાના ઘા સમ બેસુરી.
*
સ્ત્રી ક્યારેક ગુસ્સામાં તપેલી તો ક્યારેક પ્યારમાં ડૂબેલી.
*
સ્ત્રી ક્યારેક કદરદાન નહી તો ક્યારેક કોપાયમાન.
*
સ્ત્રી ને સ્ત્રી પણ નથી જાણી શકતી તો બિચારા પુરુષનું શું ગજુ!
*
સ્ત્રીને, જો શાણા હો તો સમજવાનો પ્રયત્ન યા દાવો ન કરશો.
*
સ્ત્રી ક્યારેક કમાલ કરે છે તો ક્યારેક બેહાલ કરે છે.
*
સ્ત્રીની હા માં ના સમજવી અને ના માં હા.
*
સ્ત્રીનું મૂલ્ય અણમોલ, ન કદી તેને તોલ !
*
સ્ત્રી આપે તેને સર્વસ્વ અર્પણ કરે છે.
*
સ્ત્રીના હ્રદયની વિશાળતા અમાપ છે.
*
સ્ત્રી સંપત્તિ નહી, પુરૂષ અને સ્ત્રી દંપતી છે.
*
સ્ત્રી સાચું ખોટું સમજે છે. અમલમાં કેટલું—-?
*
સ્ત્રી આબાદી પણ લાવી શકે ને બરબાદી પણ સરજી શકે.
*
સ્ત્રી સાથે આદર પૂર્વક પેશ આવશો તો ધાર્યું કામ કરાવી શકશો.
*
સ્ત્રી માતા, દીકરી, પત્ની, બહેન, મિત્ર તેનાં રૂપ ઝૂઝવાં.
*
સ્ત્રીને સમજવાનૉ કોશિશ ભૂલે ચૂકે પણ ન કરશો.
*
સ્ત્રીને ઉપર માલિકી ન ગણતા, સહચરી ગણો.
*
સ્ત્રી સહજ પણ છે અને ગહન પણ છે.
*
સ્ત્રી નારાયણી સ્વરૂપા છે. કોપાયમાન પણ થઈ શકે છે.
*
સ્ત્રી ‘મા’ યા ‘સાસુ’ બંને સ્વરૂપમાં ‘મા’ છે,તે દિલથી સ્વિકારવું રહ્યું.
*
સ્ત્રીને ઘડી ઈશ્વરે હાથ ધોઈ નાખ્યા છે.
*
સ્ત્રી છું, ચાલુ થયા પછી અટકવાનું વિસરી જાંઉ છું . માફ કરશો !
સ્ત્રી ને સ્ત્રી પણ નથી જાણી શકતી તો બિચારા પુરુષનું શું ગજુ