સાંભળ તો ખરી ?

કામમાં ગળાડૂબ પલ્લવીને ફુરસદ ક્યાંથી હોય? સવારનો પહોર હોય ને રીનાનું ટિફિન ભરવાનું.

પતિદેવ માટે ગરમા ગરમ પરાઠા બનાવવાના અને નાના રિંકુને દૂધની બાટલી ભરવાની હોય

ક્યાં લંગોટ ભીનો કર્યો હોય તે બદલવાનો હોય. અઢી વર્ષનો થયો છતાં ન દૂધની બાટલી છોડતો

ન લંગોટ !

રોહિતને પૈસા કમાવની ધુન લાગી હતી. એટલે તો પલ્લવીને કહે,’તું નોકરી નહી કરે તો ચાલશે.

બન્ને બાળકોનું ધ્યાન રાખ. શનીવાર અને રવીવાર રોહિત હમેશા પરિવાર સાથે ગુજારતો. મિત્રો

નામના રાખ્યા હતા. સમય ક્યાંથી લાવે ?

પલ્લવી બાળકોને ખૂબ સારા સંસ્કાર આપી મોટા કરવા માગતી હતી. તેમના બાળપણની હર

પળ માણવા માગતી હતી. રોહિતના મમ્મી અને પપ્પા પણ જરૂર સમયે આવીને ઉભા રહેતા,

પલ્લવીના માતા અને પિતા ગામ હતા તેથી વર્ષમાં એક વાર આવી મહિનો રહીને પાછાં ગામ જતા.

તેમને દીકરી અને જમાઈની જીંદગીમાં જરા પણ માથુ મારવાની ટેવ ન હતી. પલ્લવીના પિતાએ

દીકરીને પલકોં પર બિછાવી હતી. લગ્ન પછી પોતાના પર સંયમ રાખતા.

રીના છઠ્ઠા ધોરણમાં હતી. ભણવામાં કશું કહેવા પણું ન હતું. આજે એને મમ્મી સાથે વાત કરવી હતી.

‘મમ્મી મારે તને કશું કહેવું છે’.

પલ્લવીને સ્વપને પણ ખ્યાલ ન હતો કે આ વાત રીના પોતાના સિવાય કોઈની સાથે ન કરી શકે તેવી

હતી. સવારથી રીનાને ઠીક ન હતું. શાળાએથી આવી અને એકદમ ગભરાયેલી હતી. બાર વર્ષની રીના

ફરીથી મમ્મીને કહી રહી.

‘મમ્મી મારી વાત સાંભળને’.

‘હા બેટા, દૂધ પીલે પછી સાંભળું છું.’

પલ્લવીએ તેની વાત સાંભળવાને બદલે સરસ મજાનું બદામનું દૂધ બનાવી આપ્યું. જે રીનાની કમજોરી

હતી. તબિયત અનુકૂળ ન હતી એટલે રીના બોલ્યા ચાલ્યા વગર પોતાના રુમમાં જતી રહી. પલ્લવી

આદત પ્રમાણે બાઈને રીકુને સોંપી બજારમાં ગઈ. ઘરમાં શાક ખલાસ થઈ ગયા હતા. રાતની રસોઈની

તૈયારી કરવા માટે બેથી ત્રણ વસ્તુ ખૂટતી હતી. સામાન લઈને આવી.

રસોડામાં તૈયારી કરતી હતી. ત્યાં રીંકુ રડ્યો, એટલે તેને સાચવવા ગઈ. ભૂલી જ ગઈ કે આજે સવારથી

રીનાને કાંઈક કહેવું છે. મારી સાથે વાત કરવી છે.

રીના જાણતી હતી, ભાઈલાને મમ્મી જરા પણ રડવા નહી દે. એનું બધું કામ દોડીને કરશે. હા, એ નાનો

હતો, તો શું થઈ ગયું. રીનાને પણ રીંકુ ખૂબ વહાલો હતો. બન્ને વચ્ચે આઠ વર્ષનો ગાળો હતો એટલે રીના

બધું સમજતી. મમ્મીને મદદ પણ કરતી.

ઉંઘમાંથી ઉઠીને એ રૂમની બહાર પણ ન આવી. ઉંઘવાનું તો બહાનું હતું. વાત ખૂબ અગત્યની હતી.

કિંતુ મમ્મી કેમ સમજતી નથી તેનું તેને આશ્ચર્ય થયું. મમ્મીને એમ કે રીનાને ઠીક નથી એટલે સૂઈ ગઈ

છે. રીનાનું ભાવતું બધુ જ બનાવ્યું હતું. રસોઈની બધી તૈયારી થઈ ગઈ.

પપ્પાનો ઓફિસથી આવવાનો સમય થયો. કામ વહેલું પુરું થવાને કારણે પપ્પા રોજ કરતાં કલાક વહેલા

આવ્યા. આવતાની સાથે રીના દોડીને બારણું ખોલે એ રોજનો ક્રમ હતો. આજે એ ક્રમ ટૂટ્યો. રીંકુની

આયાએ દરવાજો ખોલ્યો.

‘ ક્યાં ગઈ મારી વહાલી, વહાલી દીકરી’? રોહિતનો અવાજ સાંભળી એ પહોંચે તે પહેલાં રીના પાસે પહૂંચી

ગઈ.

જ્યારે રોહિતે તેના બારામાં પૂછ્યું ત્યારે દોડીને પલ્લવી તેના રૂમમાં હતી. રૂમનું દૃશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગઈ.

રીના હિબકાં ભરી ભરીને રડતી હતી. પલ્લવી ડઘાઈ ગઈ. રોહિત આવે એ પહેલાં તેને ગળે વળગીને શાંત કરી.

‘બેટા કામની ધમાલમાં અને તારા ભાવતા પાલક પનીરને પરાઠા બનાવવામાં તારી વાત સાંભળવી ભૂલી ગઈ’.

રીના પોક મૂકીને રડતી હતી, ‘નથી ખાવા મારે પાલક પનીર. સવારથી મારે તને કશું કહેવું છે. તારી પાસે

સાંભળવાનો સમય નથી ! આ જો કહીને રીનાએ પોતાના કપડાં પર પડેલા લાલ રંગના ડાઘ બતાવ્યા. ‘

પલ્લવી કાપો તો લોહી ન નિકળે એવી હાલતમાં ખોડાઈ ગઈ !!!!!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: