તને જાતા જોઈ ઓફિસની વાટે મારું મન મોહી ગયું
મારું મન મોહી ગયું , મારું મન મોહી ગયું.
*
ઈસ્ત્રી ટાઈટ કપડાને ગળામાં ટાઈ
તારી ટાઈની ટાઈપીનના ટોચે
મારું મન મોહી ગયું (૨)
*
ઈજ્જત આપતોને પ્યાર જતાવતો
તારી પ્યાર કરવાની કળાએ
મારું મન મોહી ગયું (૨)
*
ઓફિસમાં જતોને ધાર્યું કરાવતો
તારી કામ કરવાની ઢબે
મારું મન મોહી ગયું (૨)
*
ઓફિસથી આવતોને સિદ્ધીઓ ગણાવતો
પેલી થોકડી નયનો નિહાળે
મારું મન મોહી ગયું (૨)
*
ઓફિસે ગયો એક દી પાછો ન ફરિયો
આહટ સુણવાની ખોટી આશે
મારું મન રોઈ પડ્યું (૨)
“મન મોહી ગયું” તારી અનુભૂતિએ.
ને પછી…….
“ઓફિસે ગયો એક દી પાછો ન ફરિયો
આહટ સુણવાની ખોટી આશે
મારું મન રોઈ પડ્યું (૨)”
હચમચાવી ગયું ને તો પણ પ્રવિણાબેનનના સદા હસતા ચહેરે અમે મોહી પડયા…
આભાર વિમલા બહેન. તમારી ટિપ્પણી ખૂબ ગમી.
જેની પર મન મોહી ગયું એના આવવાની આહટ સાંભળવાની વ્યર્થ આશ, ખાલીપણાની વેદના સાથે પસાર થતાં તમારા દિવસોને જીરવી લેવાની તમારી જિંદાદીલી પર માન છે પ્રવિણાબહેન.