અવાચક

10 08 2021

“અરે અભિષેક, તું રોજ હમણાંથી ઓફિસમાં સ્લિપર પહેરીને જાય છે ” ?

અભિષેક અવાચક થઈ ગયો. આ ઝરણા શું બકી રહી છે. જેને ઓફિસમાં થ્રી પીસ સુટ , ટાઇ

અને બુટ પહેરીને જાવાનું હોય ત્યાં આવું કેવી રીતે કહી શકાય.

ઉતાવળ હતી એટલે કોઈ પ્રતિ ઉત્તર ન આપ્યો. ડ્રાઈવર ગાડી લઈને આવી ગયો હતો. થયું આજે

સાંજે પૂછી જોઈશ.

વાત એમ હતી કે ઓફિસમાં નવી મેનેજર રાખી હતી. ખૂબ હોંશિયાર ,સાથે સાથે બધા કાર્ય ચીવટ

પૂર્વક કરવાની આગ્રહી. અભિષેકને એની પદ્ધતિ ખૂબ ગમી ગઈ હતી. જેને કારણે એના કામઆં

ચીવટ ને ચતુરાઈ જણાતા હતાં.

રોજ નોકરી પરથી આવે, ત્યારે એક બૂટ ડાબી બાજુ, બીજો જમણી બાજુ હોય. મોજાં ખિસામાં મારે

યા સોફા પર. ઝરણા ત્રાસી ગઈ હતી. પણ સાંભળે તે બીજા!

ઝરણાને દરરોજ મોજા જાણે કહેતા ન હોય, ” મને ધોવાની બાસ્કેટમાં નાખ નહી તો અભિષેક આ

મોજા કાલે પણ પહેરશે.

સાંજે ઘરે આવ્યો. મોજા ધોવાની બાસ્કેટમાં નાખ્યા. બૂટ બરાબર ખાનામાં ગોઠવ્યા. ઝરણા આવી

ત્યારે ભાઈ સાહેબ સોફા પર લાંબા થઈને નસકોરાં બોલવતા હતા.

ઝરણા આવતાંની સાથે તડૂકી, ‘પાછો સ્લીપર પહેરીને નોકરી પર ગયો હતો”.

અભિષેક, હવે વાતનો મર્મ સમજ્યો. હળવેથી આંગળી બૂટના ખાના તરફ કરી અને મોજા ઈશારાથી

સમજાવ્યું કે ધોવાની બાસ્કેટમાં છે.

હવે “અવાચક” થવાનો વારો ઝરણાનો હતો !


ક્રિયાઓ

Information

5 responses

10 08 2021
chaman

રોજ નવા નવા વિચારો ક્યાંથી સરવળે છે મગજમાં? કોઈ દૈવી ચમત્કાર મને તો લાગે છે! આ લેખોનું પુસ્તક બહાર પાડવાના? શુભેચ્છા આપી રાખું છું. જાણ કરજો.

10 08 2021
Pravinash

ચીમન પટેલ
નમસ્કાર

જય શ્રી કૃષ્ણ

તમારા જેવા મિત્રોનો સુંદર પ્રતિભાવ

સવારથી સાંજ સુધી બનતા પ્રસંગો પર નજર

વ્યસ્ત જીવન

12 08 2021
Bhavana Patel

100% saachi vaat che. Pravinaben’s articles are very nice. I Love her writing ideas. Wishing the best to all the writers on this blog.

11 08 2021
Vimala Gohil

પ્રવિણાબેન,નમસ્તે.

              રોજ આપના અવનવાં વિષય લેખ વાંચતા શ્રી ચીમનભાઈએ કહ્યું તે મનમાંઉગતું. પણ એમના જેવા શબ્દો અમ જેવાંને
ક્યાંથી આવડે?! આજે એમનો પ્રતિભાવ જોતાં થયું કે મારે આ જ કહેવું હતું ! આમ આપની સાથે ચીમનભાઈનો પણ ખોબલે-ખોબલે આભાર…..

લખતા રહો, મોકલતા રહો ને અમને ગદ્—ગદિત કરતા રહો.

11 08 2021
Raksha

👌👌👌…..અવાચક….🤭🤭🤭!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: