તુમ બીન

24 08 2021
 • સોનમ અને સાહિલ, બે તન અને એક જાન. લગ્ન કર્યા ત્યારે ભલે એકડો ઘુંટતા વાર લાગી હતી.
 • પછી તો તિનકા, તિનકા કરી કેવો સુંદર માળો બનાવ્યો હતો. સોનમે પણ  મન મક્કમ કર્યું હતું.
 • ક્યારેય હરફ ઉચ્ચારવો ન હતો. બસ એકલા જીવવાની હવે ટેવ પડી ગઈ હતી. સર્જનહારની
 • મહેરબાની છે, જીવન ખૂબ સરળતા પૂર્વક વહે છે. તો પછી આજે આ મન કેમ વાંદરાની જેમ
 • ગુલાંટ મારે છે.
 • જીવનમાં વસંત પૂરબહારમાં ખીલી હતી. ગમે તેટલી સુંદર વસંત, કેમ ન હોય ? જ્યારે મનની
 • અટારીએ મોરલો થનગન ન કરે ત્યાં સુધી બધું નકામું.આજે સોનમનું મન શું માગતું હતું, તેની
 • સોનમને પણ ખબર ન હતી. ચંચળ મન અભ્યાસ દ્વારા સંયમમાં રહેતું. રાજા ,વાજા ને વાંદરા,
 • ક્યારે તેમનો મિજાજ ફટકે કહેવાય નહી. સોનમ ત્રણેમાંથી એક પણ ન હતી છતાં આજે  ખૂબ
 • ઉદાસ અને નાખુશ જણાતી હતી. કારણ સાવ મામૂલી હતું.
 • ઘણી વાર જેમ નાની નાની ખુશીઓ આપણને આનંદમાં તરબોળ કરી દે છે તેમ  સાવ નજીવું
 • કારણ  દુઃખની ગર્તામાં ધકેલી દેવા કામયાબ બને છે.આજે સોનમના બધા મિત્રો દસ દિવસ
 • માટે અલાસ્કા જઈ રહ્યા હતા. તેને સાથે આવવાનું આમંત્રણ પ્રેમથી આપ્યું પણ હતું. સોનમ
 • એકની બે ન થઈ. તે દર વખતે મિત્રો સાથે જતી હતી. આ વખતે કેમ ન ગઈ તેનું કારણ સોનમનું
 • દિલ જાણતું હતું. જવું પણ ન હતું અને પાછળ રહીને દુઃખી પણ થવું હતું. આ પ્રશ્ન કેવી રીતે હલ
 • કરવો.
 • સોનમની નોકરી પર એક આધેડ ઉંમરના ભાઈ હતા જે સોનમ પ્રત્યે લાગણી ધરાવતા. સોનમ
 • કરતાં લગભગ પંદર વર્ષ મોટો. બાળકો પરણી ગયા હતા. અને પત્ની હમેશા બિમાર રહેતી.
 • સોનમ તેમને હમેશા મિ. શેઠ કહીને બોલાવતી.સોનમના ન જવાનું કારણ એક વાર વાતવાતમાં
 • સોનમ મારફત જાણી લીધું હતું. સોનમ અને સાહિલ અલાસ્કા જવાની બધી તૈયારી કરી ચૂક્યા
 • હતા. અરે, ડિપોઝિટના પૈસા પણ ભરાઈ ગયા હતા. જ્યારે સાહિલ બાકીના પૈસા વાયર ટ્રાન્સફર
 • કરવા બેંકમાં ગયો ત્યારે તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.
 • બેંક ઉપર ૯૧૧ દ્વારા એમબ્યુલન્સ બોલાવી સાહિલને ‘સેંટ લુકમાં’ હોસ્લપિટલમાં લઈ ગયા અને
 • સોનમ ઘરેથી સીધી હોસ્પિટલ પહોંચી ગઈ.બસ ત્યાર પછી તો સાહિલની તબિયત નરમ ગરમ
 • રહેવા લાગી. સાહિલની નોકરી જૂની હતી તેથી ‘વહેલું રિટાયર્ડમેન્ટ’ લઈ લીધું. તેની નોકરી પરથી
 • પૈસા સારા એવા મળ્યા. બાકી હતું એટલું આયુષ્ય સોનમના સાથમાં વિતાવી સાહિલે પ્રયાણ કર્યું.
 • બસ ત્યાર પછી ક્યારેય સોનમ અલાસ્કા જવાની વાત ને ઉચ્ચારતી નહી.આ વખતે જ્યારે બધા
 • મિત્રોએ જવાનું નક્કી કર્યું ત્યારે સાહિલે સોનમને સ્વપનામાં આવી ખૂબ સમજાવી. ઉંઘમાં પણ
 • સોનમ ,’ ના સાહિલ મારે તારા વગર અલાસ્કા જવું નથી. “. કહીને ચિલ્લઈ ઉઠી અને પછી બાકીની
 • રાત ‘ગીતા’ વાંચવામાં ગાળી.
 • આજ કાલ કરતાં સાહિલને વિદાય થયે દસ વર્ષ થઈ ગયા. સોનમ હવે સારી રીતે જીંદગી જીવતી હતી. 
 • એ તો સાહિલ જરા વહેલી ઉમરે વિદાય થયો હતો. સોનમની આમ જોઈએ તો ભર જુવાન હતી. પણ
 • કુદરત પાસે માનવીના હાથ હેઠા પડે. એકલી રહેતી સોનમને નોકરીના કારણે  સમય પસાર કરવામાં
 • વાંધો ન આવતો. સોનમ કોઈવાર મનમાં વિચારતી,’ આ સમય પસાર થાય છે કે હું પસાર થાંઉ છું?
 • આજે લંચ ટાઈમમાં સોનમ, મિ. શેઠ સાથે વાતો એ વળગી. મિ. શેઠ તમારી પત્નીની તબિયત સુધારા
 • પર છે ને ?
 • તેમણે નીચી મુંડી કરી હલાવીને ના પાડી. તેમણે ધીરેથી ઉમેર્યું કે તેમની પત્ની હવે થોડા દિવસોની
 • મહેમાન છે. સોનમને ખૂબ દુખ થયું.’ક્યારેય પણ જરૂર પડે તો મને બોલાવજો’ કહી પોતાની મદદ
 • કરવાની તૈયારી બતાવી. સાહિલના વિદાય થયા પછી, બે દીકરીઓની દેખભાલમાં પંદર વર્ષ પસાર
 • થઈ ગયા. એકલે હાથે બધું સંભાળવાનું હોવાથી તકલિફ પડતી. કિંતુ દીકરીઓના ઉજળા ભવિષ્યને
 • લક્ષમાં રાખી કામ કરતી.જ્યારે સાહિલની યાદ આવતી ત્યારે ફોટાના થૉકડા વચ્ચે બેસી જતી.
 • સાહિલનો ‘ફોટોગ્રાફીનો’ શોખ ગજબ હતો. વળી પાછું તે સઘળું સુંદર રીતે આલ્બમમાં સજાવીને
 • રાખતો. સોનમ સાથે લગ્ન થયા ત્યારથી આજ સુધી સુંદર રીતે આલ્બમ બનાવ્યા હતા. નીના અને
 • નીશા જોડિયા બહેનો હતી. તેમાના જન્મથી અઢાર વર્ષની થઈ ત્યાં સુધીની વિડિયો તેમજ, ફોટા
 • જોવાની સોનમને ખૂબ મઝા આવતી. મોટે ભાગે સોનમ અને દીકરીઓના ફોટા જ જોવા મળતા.
 • ‘સાહિલ તું તો ફોટામાં સાથે આવ’.અરે, જો હું ફોટામાં આવીશ તો ફોટા કોણ પાડશે’?સોનમ હારી
 • જતી તેની સાથે દલીલ કરવાનો ફાયદો નથી એ બરાબર જાણતી. ઘરમાં ‘તીન દેવિયાં સાહિલની જાન
 • હતા’.નીશા અને નીના હજુ તો બારમી પાસ માંડ થયા ત્યાં સાહિલની તબિયત બગડી. તેને કોઈ પણ
 • ખરાબ આદત ન હતી. સોનમે ડોક્ટર પાસે જઈ તેની તબિયત બરાબર તપાસવાનું વિચાર્યું. સાહિલે
 • પહેલા આનાકાની કરી.’અરે, હું ઘોડા જેવો છું. મને શું થવાનું છે’ ?’પણ ડોક્ટર પાસે તપાસ કરાવી
 • મનને શાંતિ આપવામાં શું તકલિફ છે’?
 • જબરદસ્તીથી, લગભગ ઘસડીને તેને ડોક્ટર પાસે લઈ જવો પડ્યો.  ડોક્ટર દારૂવાલાઈ તેને બરાબર
 • તપાસ્યો.’મારા માનવામાં નથી આવતું કે આ ઉમરે સાહિલને કેન્સર કેમ કરતા થયું. બીજા ડોક્ટરની
 • સલાહ લેવાનું વિચાર્યું. ડો, મહેતા કેન્સરના નિષ્ણાત હતા. તેઓ પણ ડો. દારુવાલાના નિદાન સાથે
 • સહમત થયા. ચિંતા કરવા જેવું નથી. શરૂઆતના તબક્કામાં નિદાન થયું છે. સારું થતા વાર નહી
 • લાગે.”કેન્સર એટલે , કેન્સલ” એવું માનવાવાળા આ રોગનું નામ સાંભળતા ધબકારો ચૂકી જાય છે.
 • માનવી જ્યારે કોઈ પણ વાત મગજને અસર કરી જાય છે ત્યારે તેની ચુંગલમાંથી નિકળી શકતો નથી.
 • માનસિક વલણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જો મન મક્કમ હોય તો સારવાર અસર કરે છે. કિંતુ
 • જો ખોટી દિશામાં વિચારીએ તો વિપરિત અસર જરૂર થાય.

મિ. શેઠ જાણતા હતા, શામાટે સોનમને અલાસ્કા નથી જવું. તેમની પત્ની પણ બિમાર રહેતી હતી. બંને

સમદુખિયા હતા. સોનમનો સાહિલ ગેરહાજર અને મિ.શેઠની પત્ની પથારી વશ !


ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: