શ્રાવણ મજાનો

25 08 2021

“આ શ્રાવણ આવ્યો અને તારા ધતિંગ ચાલુ થઈ ગયા”. હવે તો પૂરો થવા આવ્યો.

રવિશ થાકી ગયો હતો.

મમતા રવિશની બધી બાબતની તકેદારી રાખતી. કેમ ન રાખે રવિશ તેને પ્રેમ

કરતો. તેના સુંદર બે બાળકોની માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. આજે

રવિશ સવારના પહોરમાં મમતા પર ઉકળ્યો. રવિશને જરા પણ ભગવાન પર

શ્રદ્ધા ન હતી. સાદી ભાષામાં કહીએ તો નાસ્તિક હતો. ખબર નહી કેમ મમતા

આટલા વર્ષોથી તેનો સાથ કઈ રીતે નિભાવી રહી હતી.

મમતાએ એના બોલવા પર ધ્યાન ન આપ્યું. શ્રાવણ મહિનામાં સોમવાર, ગુરુવાર

અને શનીવાર એક ટંક ખાઈને કરતી. કૃષ્ણ પાછળ પાગલ મમતા જન્માષ્ટમી પર

લાલાને લાડ લડાવતી. મમતા નામ હતું, બંગાલવાળી તેનાથી સાવ વિરુદ્ધ ,હવે

કાંઈ નામ થોડું બદલાય ? તેનો અર્થ કેટલો સુંદર છે. મમતાના બાળકોને પૂછી જુઓ !

મમતાના બે બાળકો ખૂબ સુંદર સંસ્કાર પામતા. માતાને અંધશ્રદ્ધા નથી તે બરાબર

જાણતા હતા. તેમને થતું પિતાજી નાસ્તિક હોવા પાછળ જરૂર કોઈ કારણ હશે. એ

સત્ય જ્યારે જાણ્યું ત્યારે તેમને વ્યાજબી લાગ્યું.

રવિશની માતાએ અંધશ્રદ્ધાને કારણે ઘરગૃહસ્થી પ્રત્યે બેદરકારી આચરી હતી. રવિશના

બિમાર પિતાજી કઢંગી હાલતમાં વિદાય થયા હતા. રવિશની નાની બહેન કોઈ જાતની

કેળવણી પામી શકી ન હતી. ભલું થજો રવિશના બનેવીએ તેને સાચવી અને પોતાની

મા પાસે કેળવણી અપાવી જેને કારણે એનો સંસાર સુખી છે. રવીશ લાગણીઓને

દર્શાવવામાં ખૂબ કાચો હતો. મમતાને કારણે સંસારનું ગાડું વ્યવસ્થિત ચાલતું હતું.

રવિશ, મમતાને અનહદ ચાહતો. જીવનમાં પામેલી દરેક સિધ્ધિઓ આપ બળે પામ્યો છે,

એવી ભ્રમણામાં રાચતો. મમતા ક્યારેય જશ લેવા પડાપડી ન કરતી. એને ખબર હતી ,

પેલો લાલો કેટલી સહાય કરે છે! જેને કારણે મમતાની લાગણિ અને પ્રેમ તેને વાહિયાત

લાગતા. મમાતાનો પ્રેમ અને અથાગ પ્રયત્ન રવિશને દેખાતા નહી.

મમતા સાથે લગ્ન થયા ત્યારે માંડ બે છેડા ભેગા થતા. મમતા ક્યારેય પોતાની ગુપ્ત મદદ કહી

બતાવતી નહી. રવિશને એકલે હાથે બધો જશ ખાટવાની આદત પડી ગઈ હતી. મમતાને થતું

આ એક ખરાબ આદતને કારણે ઘરમાં શામાટે કજિયો કરવો ? ઘરની શાંતિ તેને અતિ પ્રિય હતી.

બાળકો પણ ખુશ રહેતાં. રવિશ મમતાનું સમ્માન જાળવતો પણ વખત આવે તેની પ્રવૃત્તિને ધતિંગ

કહેતો ત્યારે મમતાના મુખ પર કાળી વાદળી આવીને પાછી ફરતી.

આજે સવારથી મમતા પોતાના કાર્યમાં ગુંથાયેલી હતી. રવિશ ઉતાવળમાં નાસ્તાનું ટિફિન લઈ જવાનું

ભૂલી ગયો. જો તેને સમયસર ખાવાનું ન મળે તો તેનો પિત્તો જાય. બીજું તેનું બ્લડ પ્રેશર આસમાને

પહોંચી જાય. મમતાને એક આદત હતી કૃષ્ણને આરોગાવેલી સામગ્રી જ્યારે પ્રસાદ રૂપે પામતી તે

પ્રેમથી રવિશની બ્રીફ કેસમાં મૂકતી. સૂકો મેવો, ખજૂર , અંજીર જે બગડતું નહી. રવિશને તેની ગંધ

આવવા ન દેતી.

એમાં વળી આજે તો પવિત્ર એકાદશી હતી. મમતાએ બનાવેલો પ્રસાદ આજે ખાવાને ભાગ્યશાળી

બન્યો હતો. આજે ભાઈ ટિફિન ભૂલી ગયા હતા. ગુસ્સો આવ્યો અને કામ કરતાં બ્રીફ કેસમાંથી કાગળ

ફંફોસતા એ સૂકામેવાનો ડબ્બો હાથ લાગ્યો. આમ પણ સૂકો મેવો તેને ખૂબ ભાવતો. બેલ વગાડી ,

દરવાન પાસે ચા મંગાવી અને આરોગવા બેઠો. ભાવતું ખાવાનું હતું. મસાલા ચા સાથે ખાવાથી મોજમાં

આવી ગયો.

યાદ રહે સાત્વિક ખાવાનું ખાવ ત્યારે વિચારો પણ સાત્વિક આવે, રવિશને મમતાનો પ્યાર અને ભોજનમાં

રહેલો સ્વાદ ખૂબ ગમ્યા. કામની સ્ફૂર્તિ અને ઉત્સાહ વધ્યા. રોજ કરતા કામ સારું થયું , નવા સુઝાવ વિચાર્યા

જેનું પરિણામ અઠવાડિયા પછી આવ્યું.


ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: