કાના

29 08 2021

રોહિણી નક્ષત્ર અને શ્રાવણ વદ આઠમની મધરાતે તું આવવાનો. સારા જગતમાં ઢંઢેરો

પિટાવ્યો છે. બહુ રાહ જોવડાવી. અંતરથી કાના તને સાદ પાડું છું.

બસ તું આવ !

શ્રાવણ વદ આઠમની મધરાતે, ધામધુમથી આવીશ તો ખરો, શું તારી મરજીથી

આવવાનો ? તારા ભક્તોની પુકાર સાંભળીને આવવાનો ? માત્ર ચીલા ચાલુ પ્રસંગોની

હારમાળા સમજીને આવીશ. કાના તારો આવ્યા વગર છૂટકો નથી. માખણ અને મિસરી

પણ તારી વાટ જુએ છે. છડી અને કામળી દ્વારે ઉભા છે. ગોપ અને ગોપીઓ તારા વિયોગે

વિહવળ બની ઉઠ્યા છે. રાધાની હાલતની શું વાત કરું ?

જેલમાં વસુદેવ અને દેવકી નિરાધાર અવસ્થામાં છે. નંદબાબા અને જશોદા મૈયા કાગડોળે

તારી વાટ નિરખી રહ્યા છે. ભલે તને આ અવાસ્તવિક લાગે કિંતુ સહુ તારી તરફ મીટ માંડીને

બેઠા છે. તું કેટલાને નારાજ કરીશ ?

“કાના તારે આવવું પડશે” !

તેં ગીતામાં ગાઈ બજાવીને કહ્યું છે , “સંભવામિ યુગે યુગે”. કેટલા અનાચાર અને અત્યાચાર

થઈ રહ્યા છે. કીડી મંકોડાની જેમ માણસોનો સંહાર થાય છે. એક બાજુ યુદ્ધ અને બીજી

બાજુ રોગચાળો. બે પગળૉ ભલેને ગમે તેટલા કૂદકા મારે કે હડીઓ કાઢે, તારી શરણમાં

આવ્યા વગર છૂટકો નથી.

અધર્મનો ફેલાયેલો રોગચાળો તને દેખાતો નથી ? માનવી, માનવીનો દુશ્મન બની ગયો છે.

અનાચાર, અત્યાચારની ચારે દિશામાં આંધી ઉઠી છે. જ્યાં જુઓ ત્યાં બંદૂકની ગોળીઑની

ધમધમાટી સંભળાય છે. સ્ત્રી, બાળકો અને દીકરીઓની સુરક્ષા ભયમાં છે. મનુષ્યના લોભને

થોભ નથી. સત્તાની લાલચ પાછળ પાગલ બનેલો તારો સર્જેલ માનવી ગાંડો થઈ ઘુમી રહ્યો છે.

મહાભારતના યુદ્ધમાં થયેલો નર સંહાર અને વિનાશનો તું પ્રત્યક્ષ સાક્ષી છે. યાદ છે ને ત્યાર પછી

જે બચ્યા હતા તેમની માનસિક હાલત કેવી હતી. એવું લાગે છે કે તેનું પુનરાવર્તન થઈ રહ્યું છે. હવે

૨૧મી સદીનો માનવી તને કરગરી રહ્યો છે. તેને ભાન થઈ ગયું છે કે તારી સહાયતા વગર આ શક્ય

નથી.

તારા આગમનની તૈયારી ધામધુમથી થઈ રહી છે. તને વધાવવા સહુ આતુર હૈયે દ્વારે આવી ઉભા છે.

નયનોની પ્યાસ બુઝાવવા તું આવ.

ધરતી પર ચાલી રહેલાં અત્યાચારોને મિટાવવા તું આવ.

સહુના હૈયા આનંદથી છલકાવવા તું આવ .

ગાયોના ધણને ડચકારવા તું આવ.

મોરલી રૂઠી છે મનાવવા તું આવ.

કામળી મ્હોં છુપાવે છે તેને ચહેરે ખુશી લાવવા આવ.

તારી રાધા જો રિસાઈ છે, તારે કાજે ઝુરે છે.

તું આવ બસ કાના એથી વધુ શું કહું .


ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: