ક્યારે ?

2 09 2021

મોના, રીના અને જીયા આજે પર્યટન પર ગયા હતા. દસમા ધોરણમાં ભણતા હતા.

વર્ગના બીજા બધા વિદ્યાર્થિઓથી અલગ બેઠા હતા. ગંભિર વિષય પર ચર્ચા ચાલી

રહી હતી. અચાનક જીયા બોલી, ચાલો ને આપણે બીજી વાત કરીએ.

જીયા સરળ હતી. સાધારણ કુટુંબની હોવાને કારણે હવાઈ કિલ્લા બાંધતી નહી. સમય

આવ્યે ,સગવડને આધારે પોતાનું ધાર્યું પાર પાડતી. મોના અને રીના ખૂબ સુખી ઘરની

દીકરીઓ હતી, શેખચલ્લીના વિચરો કરતી અને રોજ નવા નવા મનસૂબા કરતી.

આજે જીયાએ કહ્યું આ વાત પડતી મૂકીએ , પરીક્ષા નજીક આવે છે. કેવી રીતે વાંચીશું કે

આપણે ત્રણે જણા દર વખતની જેમ વર્ગમાં સારા ગુણ મેળવી શકીએ. શાળાના સમય

દરમ્યાનની દોસ્તીમાં પૈસો ગૌણ બની જાય છે. જીયાની વાત સાંભળી, મોના બોલી , ‘તારો

શું વિચાર છે’.

જીયાએ નક્કી કર્યું હતું, કઈ રીતે વાંચવું, નોટ્સ બનાવવી અને ત્રણે જણાએ ક્યાં અને કેવી

રીતે મળવું. રીના ટપકી પડી, ‘આપણે પર્યટન પર આવ્યા છીએ, ભણવાની વાત કાલે શાળામાં

કરીએ તો કેવું ?’

જીયા અને મોનાએ હા પાડી. એલિફન્ટા બોટમાં બેસીને આવ્યા હતા. વર્ગના બીજા બધા બાળકો

સાથે મળી રમત રમવામાં મશગુલ થઈ ગયા. જીયાને માટે ભણવાનું ખૂબ અગત્યનું હતું. સાધારણ

કુટુંબની હતી. ભવિષ્ય ઉજ્જવળ બનાવવું હતું. નાનો ભાઈ પણ હતો.

મોના અને રીના જીયાની બધી વાત સાંભળતા. એમને જીયામાં ખૂb વિશ્વાસ હતો. જીયા નોટ્સ બનાવીને

આપતી જેને કારણે ત્રણે જણા સારા ગુણ મેળવી ઉત્તિર્ણ થતાં. જીયાની જરૂરિયાતમાં આ બંને તેને સાથ

અને સહકાર આપતા. બારમી સાથે પસાર કરી. જીયા સમગ્ર શહેરમાં પહેલી આવી.

સામેથી કોલેજો તેને બોલાવતી. સ્કોલરશીપ મળી. જીયાના માતા અને પિતાને સમજાવ્યા. જીયાએ જ્યારે

પૈસાની વાત કરી તો બંને જણા ગુસ્સે થઈ ગયા.

“આપણી મૈત્રી શું કામની જો તું અમને તારી પડખે ન ઉભા રહેવા દે”!

જીયાના હોઠ સિવાઈ ગયા. ડોકટર બની અને જીવનના પોતાના ધ્યેય ને પહોંચી. તે હંમેશા પોતાના માતા

અને પિતાની સાથે બંને સહેલીઓને જશ આપવામં પાછી પાની ન કરતી. મોના અને રીના કોલેજનું શિક્ષણ

પુરું કરી યોગ્ય પાત્ર સાથે પરણી ગયા.

જીયા, પોતાના ક્ષેત્રમાં આગળ વધી રહી છે. ડોક્ટર હોવા છતાં કોઈ જાતના ‘ટેબલ નીચે પૈસા લેવામાં ‘

ફસાતી નથી. મોના અને રીનાને હંમેશા ડોક્ટરની જરૂર પડૅ ત્યારે જીયા હાજર હોય. પોતાના માતા, પિતા અને

નાના ભાઈલાને બધી રીતે સાથ આપી સંતોષ પ્રાપ્ત કર્યો.

સાથે કામ કરતા જીગરની આંખમાં વસી ગઈ હતી. જીયા જાણતી હતી પણ જ્યાં સુધી કુટુંબની બધી જવાબદારી

પૂરી થઈ ત્યારે જીગરને કહે, ‘બોલ ક્યારે ઘોડે ચડીને આવે છે’ ?


ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: