રોકાયા !

5 09 2021

ભલેને ગમે તેટલો થાકેલો હોય, ઘરે આવે એટલે રાતના વાળુ પછી બાપાના

રૂમમાં જાય. બાપા આખો દિવસ કેમ રહ્યો ? થોડી મજાની વાતો કરે. આખા

દિવસ બનેલા કોઈ પ્રસંગ વિષે વાત કરી બાપાને હસાવે. સોમાને યાદ હતું

બહેન પરણી ત્યારે તે નાનો હતો. આખી જિંદગી બા, બાપા અને પોતે સાથે

ગાળી હતી.

બાપાની બધી આદતો, ગમો અણગમો બધું તેને યાદ હતું. આજે આ સ્થિતિ

બાપાની લાગણિ, કુરબાની અને પ્યારને કારણે પામ્યો હતો. એ તો બા નજીવી

માંદગીમાં ગામતરે ગઈ, એટલે બાપા એકલા થઈ ગયા હતા. બા ગયા ત્યારે

શુશી નવી પરણેલી દુલ્હન હતી. બાને ખૂબ જીણવટ પૂર્વક નિહાળતી. એને

પોતાની મા નથી એનું ખૂબ દુઃખ હતું.

સોમાની માએ શુશીને પારખી. તેને પ્રેમ આપતી. સાસુપણું કરવું તે એના સ્વભાવમાં

ન હતું. શુશીને સોમા પહેલા ખાવા બોલાવતી. તેના ગમા અણગમાનો ખ્યાલ રાખતી.

આ તો લગ્નની ધમાલને કારણે થાક લાગ્યો હતો. અશક્તિ જણાતી હતી. માંદગીમાંથી

ઉભા થવાને બદલે જગતથી રૂઠી ગઈ.

સોમાની માના ગયા પછી શંકરલાલને એકલતા સતાવતી. સોમો સમજતો પણ

શું કરે ? નસિબદાર હતો કે સોમાની બૈરી આ લાગણિ સમજતી હતી. એને

પિયર પણ તેના બાપા એકલા હતા. લગ્ન પછી જ્યારે પિયર જતી ત્યારે બાપા

પાસે બેસતી. માને યાદ કરી બાપ, બેટી થોડી ક્ષણો સાથે જીવતાં. સોનાની

ભાભીને બાપનો ગરાસ હતો. પૈસાની રેલમછેલ હતી.

સસરાની એકલતા સમજવાની તસ્દી લેતી નહી. નોકર તેના સસરાને જમાડતો.

એનો વર ઘરમાં હાજર હોય ત્યારે બાપા સાથે વાતો કરતી. બાકી આખા દિવસમાં

બધું નોકર પાસે કરાવતી.

શુશી જાણતી પણ બાપના ઘરમાં કલેશ કરાવતી નહી. ભાભીની બહેન એના ગામમાં

પરણવાની હતી એટલે ભાઈ અને ભાભી ગોળધાણાના પ્રસંગ નિમિત્તે આવ્યા હતા.

શુશીએ ભાઈ અને ભાભીની ખૂબ ઈજ્જત કરી સન્માન આપ્યું. તેના સસરાના ઘરમાં

માનપાન જોઈ, ભાભી જરા શરમાણી.

સોમો રાતના જમ્યા પછી બાપાના રૂમમાં ગયો. તેમના પગ દબાવી અને થોડીવાર

વાત કરી બહાર સાળા સાહેબ અને તેની પત્ની સાથે ગપ્પા મારવા આવ્યો. શુશી

બાપાના રૂમમાં ગરમ દૂધનો ગ્લાસ મૂકી આવી. દરરોજ તેમને રાતના ગરમ દૂધ પીવાની

ટેવ હતી.

શુશીના ભાઈ અને ભાભી તો દંગ થઈ ગયા. રાતના ચાર જણાએ વાતો કરી. શુશી રાતના

આઈસ્ક્રિમ લઈને આવી બધાએ લહેરથી ખાધો. શુશીનો ભાઈ ખૂબ પ્રેમાળ હતો. બહેનીને

દિલથી ચાહતો.

બે દિવસ રોકાઈને ભાઈ અને ભાભી પ્રસંગ ઉજવીને ઘરે પહોંચ્યા. આખે રસ્તે બન્ને જણાએ

ખૂબ વાતો કરી. ભાઈથી બોલ્યા વગર ન રહેવાયું, ‘સારું થયું ને આપણે શુશી બહેનને ઘરે

રોકાયા’ !


ક્રિયાઓ

Information

One response

9 09 2021
Bhavana Patel

Very nice.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: