આલા રે આલા

9 09 2021

No photo description available.

ગણપતિ બાપા મોરિયા

અડધુ લાડુ ચોરિયા

**

ભાદરવા સુદ ચોથને આપણે ગણેશ ચતુર્થી યા વિનાયક ચોથને

નામે ઓળખીએ છીએ. આ દિવસે ગણપતિ તેમની માતા પાર્વતી/

ગૌરી સાથે કૈલાસ પર્વત પરથી પૃથ્વી પર અવતરણ કરે છે.

ગણપતિ જીવનમાં સફળતા, શાંતિ, એકસૂત્રતા લાવવામાં સહાય કરે છે.

શુભ કાર્યના પ્રણેતા ગણપતિ બાપા. વિઘ્ન હર્તા ગણપતિ બાપા.

આવો આજે એમની સહ કુટુંબ સાથે ઓળખાણ કરાવું. ન માનતા

હો તો પણ માનતા થઈ જશો કે શામાટે ગણપતિનું પૂજન સહુ પ્રથમ

કરવાની મંગલ પ્રથા હિંદુમાં છે .

ગણોના પતિ, સિદ્ધિ વિનાયક.

ગણપતિને બે પત્ની ૧. રિદ્ધિ ૨. સિદ્ધિ

ગણપતિના બે પુત્ર ૧. લાભ ૨. શુભ

ગણપતિની પુત્રી સંતોષી માતા

લાભ અને શુભની પત્ની ૧. તુષ્ટિ ૨. પુષ્ટિ

ગણપતિના બે પૌત્ર ૧. આનંદ ૨. પ્રમોદ

ગણપતિના પરિવાર જેવો સુખી પરિવાર આ જગમાં મળવો દુર્લભ નહી

અશક્ય છે.

હમેશા યાદ રાખજો, “પહેલા સમરું ગણપતિ દેવા”. આવો સુંદર પરિવાર તેમની

કૃપાથી પ્રાપ્ત થાય. તેમના મંગલ પગલાં પડે અને આપણા ઘરમાં શાંતિ અને સુમેળનું

સામ્રાજ્ય સ્થપાય.

યાદ છે ને ગણપતિનું ;વાહન; ઉંદર છે. ગણપતિનું કદ અને વાહનનું કદ જોઈ નવાઈ

નથી લાગતી ? ઉંદર માનવીના ‘મગજ’ ની સાથે સરખાવાય છે. જે ખૂબ નાનું છે અને

અવળચંડુ છે, જેને સ્થિર રાખવું અતિઆવશ્યક છે.

ગણપતિના હાથમાં અભયનું નિશાન છે. સુંઢ પાસે ‘લાડુ’ છે. જે ‘સત ચિત આનંદનું’

પ્રતિક મનાય છે.

આવો તેમના આગમનને વધાવીએ.

ગણપતિ બાપા મોરિયા

મંગલ મૂર્તિ મોરિયા

******


ક્રિયાઓ

Information

3 responses

9 09 2021
VIRENDRA Shah

બહુજ સુંદર જાણકારી આપી આભાર

12 09 2021
pragnaju

ગણપતિ બાપા મોરિયા
મંગલ મૂર્તિ મોરિયા–
-ભુલા ઇ ગયેલી વાતો ફરી યાદ અપાવી ધન્યવાદ
આલા રે આલા–ની આરતી
સિંદુર લાલ ચઢાયો અચ્છા ગજમુખ કો,

દોંડીલ લાલ બિરાજે સુત ગૌરીહર કો હાથ લીયે ગુડ લડ્ડુ સાંઈ સુખવર કો,
મહિમા કહે ના જાયે લાગત હું પદ કો…

જય દેવ જય દેવ… જય દેવ જય દેવ…

જય દેવ જય દેવ જય જય જી ગણરાજ વિધ્યાસુખદાતા,
ધન્ય તુમ્હારો દર્શન મેરા મન રમતા.. જય દેવ જય દેવ…
જય દેવ જય દેવ
ભાવભગત સે કોઈ શરણાગત આવે,
સંતતિ સંપતિ સબહી ભરપુર પાવે,

ઐસે તુમ મહારાજ મોકો અતી ભાવે,
ગોસાવી નંદન નિશદીન ગુન ગાવે… જય દેવ જય દેવ…
જય દેવ જય દેવ… જય જય જી ગણરાજ વિધ્યાસુખદાતા,

ધન્ય તુમ્હારો દર્શન મેરા મન રમતા.. જય દેવ જય દેવ…

જય દેવ જય દેવ ઘાલીન લુટાંગન વાંદીન ચરન ડોલ્યાન્ની
પાહીન રુપ તુજ્હે પ્રેમે આંલગીન આનંદેન પુજીન ભાવેં ઉવાલીન મ્હાને નમઃ

12 09 2021
Pravina

ઘણા વખતે તમે આવ્યા. ખૂબ આનંદ થયો. તમારો પ્રતિભાવ પ્રેરણાદાયી હોય છે. આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: