ધડાકો

12 09 2021

સાસરેથી આવેલી પૃથા મ્હોં ફુલાવીને ઘરમાં આંટા મારતી હતી. માતા અને

પિતાની લાડકીનું મનમાન્યું ન થાય ત્યારે આવું વર્તન કરવા માટે તે બાળપણથી

પ્રખ્યાત હતી. મમ્મીની બિમારીના સમાચાર મળવાથી અમેરિકાથી દોડી આવી.

પપ્પા એને જોઈને ખુશ થઈ ગયા. મમ્મીનું પણ જાણે અડધું દર્દ ગાયબ થઈ ગયું

હોય એવી લાગતું હતું.. ભાઈ તો આખો વખત કામમાં વ્યસ્ત હોય. ભાભી, ઘર

સંભાળે, એકના એક દીકરાનું ધ્યાન રાખે, મમ્મી અને પપ્પાની દિલથી કાળજી

કરે. તો પણ નણંદબા ભાભીના વર્તન માટે ચુની ચુની ને ખામી કાઢે.

અમેરિકાથી ખાસ દોડી આવેલી નણંદબાને ભાભી સાંખી લે, બનતું બધું કરે.

ઘરમાં મા માટૅ એક બહેન પણ રાખ્યા હતા .છતાં પણ નણંદબા ભાભીની ભૂલ

શોધી કાઢે. કહેવાય છે, ” કમળૉ હોય એને પીળું દેખાય”.

‘ભાભી, ઓ ભાભી મમ્મીની ચા તૈયાર છે’ ?

સવારના પાંચ વગે ઉઠીને કામ કરતી ભાભીની ખામીઓ શોધી બધા વચ્ચે

ગણાવતી ત્યારે તેના મુખ પર વાઘ માર્યો હોય તેવી કાંતિ જણાતી ‘નણંદ’

એ એવી પદવી છે જેને શોભાવવા કરતાં કીચડથી રંગાવું ગમે છે. જે શોભાસ્પદ

નથી. કિંતુ સમજવું કોને છે.

સ્ત્રીની દુશ્મન બીજું કોઈ નહી અન્ય સ્ત્રી જ છે ! એ સનાતન સત્ય છે.

માંદી મમ્મીને થયું, દીકરી આટલે દૂરથી આવી છે તો મારા જતા પહેલાં મિલકતના

ભાગ પડી જાય તો સારું. ભાઈ બહેન બન્નેને આમાં કોઈ વાંધો દેખાયો નહી. પિતા

તો કાંઈ બોલી જ ન શકે ! “હાઈ કોર્ટ’માંથી જે હુકમ બહાર પડ્યો હતો. માના

શરીરમાં ચેતના આવી ગઈ.

માલ મિલકત ,દર દાગિના બધું ખુલ્લું મૂક્યું. સહુથી પહેલી પસંદગી દીકરની. વહુને

તો કશું બોલવાનો અધિકાર જ ન હોય. ‘મને જરાય દયા ન આવે, કારણ કે એ વહુ,

જ્યારે પોતાને પિયર જાય ત્યારે તે આવું જ કરતી હોય છે. ‘

ખેર જવા દો આવી વાતને. પૃથાને ખૂબ આનંદ થયો. આવી હતી મમ્મીને મળવા

પણ અંહી તો દલ્લો હાથ લાગ્યો. માતા અને પિતા સદ્ધર સ્થિતિમાં હતા. સારી

એવી મિલકત મળી. મમ્મીની તબિયત લગભગ સારી થઈ ગઈ હતી. પૃથાએ

પાછા જવાની ઈચ્છા જણાવી. બે દીકરા અને પતિને મૂકીને આવી હતી એટલે

પાછા જવા માટૅ તલપાપડ થઈ રહી હતી.

દીકરીને એરપોર્ટ મૂકીને ઘરે આવ્યા. મમ્મીને થયું હવે તો વાંધો નહી આવે.

ઘડીભર પછી શું થવાનું છે એની કોને ખબર હોય છે ? ઘરે આવીને બાથરૂમમાં

કપડા બદલવા ગયા ને લપસી પડ્યા. થાપાનું હાડકું ભાંગી ગયું. ખૂબ દર્દ થયું.

તરત ડોક્ટર પાસે લઈ ગયા.

ઈમરજન્સીમાં ઓપરેશન કરવાની જરૂર પડી. બધું સરખું થયું પણ મમ્મી

પાછા ચાલી શકે તેવી કોઈ શક્યતા ન હતી. ઘરમાં ૨૪ કલાકની બાઈ રાખવી

પડી. ‘ફિઝિકલ થેરપિસ્ટ’ અઠવાડિયામાં બે વખત આવતી. મમ્મી પોતાની

પરિસ્થિતિમાં થોડી માનસિક શાતા પામી શકે. મમ્મીની બિમારી લગભગ

૧૫ વર્ષ ચાલી. કોઈ ખાસ ફરક જણાતો નહી. પપ્પા તો મમ્મીની આવી હાલત

જોઈને પાગલ જેવા થઈ ગયા હતા. આઘાત સહન કરી શક્યા નહી.

બે વર્ષમાં મમ્મીને દીકરા અને વહુના સહારે મૂકી વિદાય થયા. પૃથા દર વર્ષે

માને મળવા આવતી. ભાઈ અને ભાભી જે લાગણિથી સેવા કરતાં તે જોઈને

દંગ થઈ ગઈ. માની સારવારમાં પાછું વળી જોતા નહી.

આ વર્ષે પૃથા આવી ત્યારે મનમાં નક્કી કરીને આવી હતી. અમેરિકામાં ખૂબ

સુખી હતી. ભાભી પ્રત્યેનો તેનો અભિગમ ખૂબ બદલાઈ ગયો હતો. પંદર દિવસ

રહીને જવાના સમયે ધડાકો કર્યો. ભાઈ અને ભાભી હું કાંઇ કહેવા માંગુ છું.

‘હું જીદ્દી અને અડિયલ છું, તમે બન્ને જાણો છો. ‘

ભાઈ કરતાં ભાભી વધારે ગભરાઈ ગઈ. વળી પાછું શું થયું ? વાવાઝોડાની

આશાએ ભાભી ગભરાઈ.કોને ખબર કેમ ભાભીઓ આટલી બધી નણંદોથી

ગભરાતી હોય છે ?

ભાઈ, ભાભીની બાજુમાં ગયો તેને આંખોથી સાંત્વના આપી. પૃથા એ

ધડાકો કર્યો.

“ભાભી, મમ્મી અને પપ્પાએ ભાગમાં જે પૈસા આપ્યા હતા, તે હું અમેરિકા નથી

લઈ ગઈ. જ્યાં રોકાણ કર્યં છે, એ બધાના કાગળ હું તમને આપું છું. મમ્મીની સેવા

ચાકરી તમે કરો છો. આ બધું તમને શોભે મને નહી. ‘


ક્રિયાઓ

Information

One response

12 09 2021
pragnaju

સ રસ ઘટના જેવી અમારા સ્નેહીને ત્યાં બનેલી !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: