“પ”ની પદયાત્રા

15 09 2021

વર્ણમાલાનો ‘૨૦મો અક્ષર છે પ” પણ રૂઆબ તો ‘ક’ કરતાં પણ વધારે રાખે

છે.કેમ ન રાખે તેની આગવી ‘પ્રતિભા’ તો જુઓ ! કિંતુ એ થાપ ખાઈ જાય છે

કે આ કશું , આ જગે કોઈનું ટક્યું નથી અને ટકવાનું પણ નથી.

સદા ઘુમતી, બદલાતી આ પૃથ્વી પર ફેરેફાર નિરંતર ચાલ્યા કરે છે. કશું કાયમ

ટકતું નથી તો પછી ગર્વ શાને ?

‘પદ’ ની શુભ શરૂઆત ‘પ’થી થઈ . આ પદ કેટલું ટકવાનું ? તો પછી પામ્યા

છો તો તેનો સહી ઉપયોગ કરો ? જેથી પદ છૂટે તો પણ તે પદને શોભાવનારની

ચર્ચા ટુંકા યા લાંબા ગાળા સુધી રહે ! પદનો ગેર ઉપયોગ કરી તેને લાંછન તો

ન લગાવો.

‘પદ’ નાનું હોય કે મોટું, શાળાના શિક્ષક કે આચાર્ય ‘? સફળ શિક્ષક જ્યારે

પોતાના પદનું ગૌરવ જાળવી, કેળવણિના ક્ષેત્રમાં નામના મેળવીને તો

આચાર્યના પદે પહોચે છે.

‘પ્રતિષ્ઠા’, જેની પાછળ પાગલ માનવીએ આંધળી દોટ મૂકી છે. જે ઝાંઝવાના

જળ જેવી છે. જેટલી દોટ લગાવશું એટલી એ દૂર સરતી જણાશે. કાળા

માથાનો માનવી વગર વિચાર્યે કાળાં કૃત્ય કરે છે. બસ તેના દ્વારા પ્રતિષ્ઠા

પામવા પાગલ બન્યો છે.

પ્રતિષ્ઠા પામવા કામ પ્રત્યેની નિષ્ઠા, વફાદારી, સત્યનો આગ્રહ આ બધું

સંકળાયેલું છે. ચોરી ચપાટી, ઘાલમેલ કે લફંગાગીરી કરીને મેળવેલી પ્રતિષ્ઠા

પત્તાના મહેલની જેમ ક્યારે જમીનદોસ્ત થાય છે તેનું ભાન પણ રહેતું નથી.

‘પદવી’ જેનું મહત્વ કોનાથી અજાણ છે. કિંતુ એ પ્રાપ્ત કરવા યોગ્યતા સિદ્ધ

કરવી આવશ્યક છે. બાકી, ‘ના હું તો ગાઈશ’ની માફક કદાચ પ્રાપ્ત થાય તો

તેને ટકાવી રાખવા કેવા બેહૂદા કૃત્ય કરી શકવા પણ તે સક્ષમ છે. પદવીથી,

વ્યક્તિની પ્રતિભાને ચાર ચાંદ લાગી શકે, નહી કે અયોગ્ય વ્યક્તિ પદવીને

પામીને કોઈ ‘ધાડ’ મારી શકે !સમાજમાં હાંસીને પાત્ર થાય તે નફામાં.

તેના માટૅ યોગ્યતા હોવી આવશ્યક છે. પદવીનું ગૌરવ ત્યારે જળવાય છે,

જ્યારે તેના દ્વારા લોક હિતના કાર્ય થયા હોય. યા તો કોઈ સિદ્ધિ હાંસિલ

કરી હોય. પાંવ્હ માણસમાં પૂછાય તેવા કોઈ કાર્યમાં સફળતા મેળવી હોય !

‘પ્રારંભ’ જાણી જોઈને આ શબ્દથી લેખનો પ્રારંભ નથી કર્યો. ‘પ્રારંભે શૂરા

જેવી’ કફોડી હાલત ન થાય તેનું ધ્યાન રાખ્યું ? પ્રારંભ કરવામાં આપણે સહુ

શૂરા છીએ. કિંતુ કાર્ય પ્રત્યે નિષ્ઠા અને ઉમંગ જારી રાખવામાં સાવ કાચા.

ડગલું ભર્યું તો ના હટવું એવો મક્કમ નિર્ણય જોઈએ. શરૂઆત કરી કરીને

અધવચ્ચે છોડી દેવું. માર્ગમાં આવતી અડચણોથી ગભરાવવું એ બધા સારા

લક્ષ્ણ નથી !

‘પ્રગતિ’ ને પંથે પ્રયાણ જારી રાખવું. જે કાર્યને તેના ધ્યેય સુધી પહોંચાડવામાં

સહાય કરશે. ગતિ જગતનો નિયમ છે. પ્રગતિ કરવી એ મનુષ્યને માટે વણ

લખ્યો નિયમ છે.

‘પ્રમાણિકતા’ ‘પ’નું ગૌરવ વધારનાર મસાલો. પ્રમાણિક વ્યક્તિ ભલે કોઈ

વાર સમાજમાં શિકાર બને પણ અંતે ‘સત્યમેવ જયતે’ જ થાય. માનો યા

ન માનો, પ્રમાણિકતા સાથે બાંધ છોડ ન કરવી હિતાવહ છે.

પ્રેમ, પ્રણય, પ્રતિક્ષા, પ્રયોજન, પ્રભાત કેટલા જણાને પદયાત્રામાં શામિલ

કરું ? આ તો પદયાત્રાને બદલે સરઘસ થઈ ગયું.


ક્રિયાઓ

Information

One response

20 09 2021
nabhakashdeep

Reblogged this on આકાશદીપ and commented:
સાભાર-

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: