| સમુદ્ર અને સ્મશાન ******************* નવાઈ લાગશે સમુદ્ર અને સ્મશાન બે વચ્ચે શું સામ્ય છે ?
હા બંનેની રાશિ એક છે.કિંતુ ક માનવ સર્જિત છે બીજું
કુદરતની કૃપા છે.સમુદ્રની વિશાળતા, તેની ભવ્યતા, તેનું
આંખ ઠરે એવું સ્વરૂપ કોને પસંદ ન આવે.
તેને કાંઠે બેઠા હોઈએ તો મન, આંખ અને અંતર ત્રણે પરમ
શાંતિનો અનુભવ પામે. કુદરતપર આફરીન થઈ જાય ,તેની
વિશાળતા જોઈને. ભલે તેનું પાણી ખારું છતા લાગે ન્યારું.
સમુદ્ર ખજાનાથી છલકાતો છતાં સંયમી. હા, ભરતી આવે
ત્યારે સાવચેત રહેવું, બાકી કેટલા જીવ તેમાં આશરો પામે છે
તેની કલ્પના કરવી પણ અશક્ય છે. તેની અંદર કિંમતી ખજાનો
છે.
સમુદ્રની સામે કલાકો સુધી બેસી રહીએ તો પણ થાક નહી લાગે.
તેની વિશાળતા, તેનું સૌંદર્ય આંખને ઉડીને વળગે તેવી છે. તેની
વિશાળતા જોઈને દંગ રહી જવાય. છતાં કેવો ધીર ,ગંભિર.
પૂનમની રાતે આવતી ભરતીની મોજ માણી જો જો ! દિલ ખુશ
થઈ જશે.
એના પેટમાં સમાયેલા અગણિત ખજાનાનું મોલ તો મરજીવા
પણ ન કરી શકે. તેમાં સહેલ કરવાની મજા જેને માની હોય તે
કદી વિસારે ન પાડી શકે. તે શાંત હોય છે. છતાં પોતાની મોજમાં
છે. મોજ કરાવે છે. તેની મસ્તી ભરી અદા માણવી અને નિહાળવી
ગમે છે.સમુદ્ર કિનારે મોટી થઈ છું. તેનું વર્ણન કરતાં થાક નહીં લાગે.
“ઓરો આવ તું આઘો જા પગની પાની પલાળતો જા
ઠંડી હવાની લહેરખી માં દિલના તાર તું છેડતો જા
જો તારો મારો સંગ હોય મિલનનો એ આનંદ હોય
મોજાની એ મસ્તીમાં તું મુજને પલાળ, તું મુજને પલાળ.”
આવી છે સમુદ્રની કહાની.
ચાલો સ્મશાન સાથે મુલાકાત કરાવું. ડરી ગયા ને ?
શું કરું એ શબ્દ નું નામ જ અકળાવનારું છે. કોને ખબર
એવું તે શું છે એ શબ્દમાં કે નામ સાંભળીને પસીનો છૂટી
જાય છે. છતાં હકિકત માનવી પડશે ત્યાં કોઈ ચાલી ને જતું
નથી. રાજા મહારાજાની જેમ ચાર જણાને ખભે નિરાંતે સૂઈ
ને જાય છે. છતાં પણ ‘સ્મશાન’ શબ્દ સાંભળીને લોકો હેરાન
પરેશાન થાય છે.
જરા પલાંઠી વાળીને બેસો અને વિચારો,
શું આ જગ્યા એટલી બધી ખરાબ છે ? તમે ડરો છો એટલે
કે તમે ત્યાં કોઈને વિદાય આપવા ગયા હતા. અગ્નિની
જ્વાળાની લપેટમાં તમે તેનું શરીર જોયું હતું. ઉભા રહો ,
એક પ્રશ્ન પૂછું, જ્યારે આત્મા આ પાર્થિવ શરીરને છોડી જાય
પછી એ અંતિમ સ્થળ છે. તેમાં ગભરાવાનું શું ? શું ઘરમાં રાખી
મૂકશો ? શો-કેસમાં મૂકશો ? જવાબ આપો !
મુસ્કુરાઓ આ એક એવું સ્થળ છે જ્યાં બધાનું જવાનું નિશ્ચિત
છે. જમવા માટે રસોડામાં જઈએ છીએ. ભણવા માટે શાળામાં
અને કમાવા માટે ઓફિસમાં ! તો પછી અંત કાળે અંતિમ સ્થળ
સ્મશાન છે, એમાં ડરવાનું શું?
જન્મ સમયે દવાખાનું અથવા હોસ્પિટલ તો મરણ સમયે સ્મશાન !
સાવ એકને એક બે જેવી વાત છે.એક વાત સમજવા જેવી છે,
જન્મ થયો ત્યારથી મુસાફરી એ દિશામાં શરૂ થઈ ગઈ છે. કોઈ
પણ તેમાં બાકાત નથી. ખૂબ પ્રેમ પૂર્વક વિચારો, જે કહી રહી છું
તેમાં સત્ય છે કે નહીં. માનવ સ્વભાવ જન્મ મળે પછી જીંદગી ની
સાથે એવો ઓતપ્રોત થઈ જાય છે કે તેને માનવામાં નથી આવતું
’કે આ બધું છોડીને જવું પડશે’ ?
કંઈક આવ્યા કંઈક આવશે નામ નિશાન ભૂંસાઈ જાશે
અહં તારું વિઘ્ન કરશે સંયમ દિલમાં ધરતો જા
આ સંસારે જન્મ ધરીને રેતીમાં પગલાં પાડતો જા ” !
સામાન્ય બુદ્ધીથી નિરાંતે બેસીને વિચારજો એ સ્થળ
ભયંકર નથી. જેમ બહારગામ જઈએ ત્યારે “ફાઈવ સ્ટાર
હોટલ કે રિઝોર્ટ્માં રહીએ છીએ તો મૃત્યુ પછી સ્મશાનમાં
જવાનું”. શું કોઈ અન્ય સ્થળ તમારા ખ્યાલમાં છે ?
ReplyForward | |
યાદ આવે
અમારા સ્મશાન પર કોતરેલો ચક્રબસ્તનો શેર
શુક્રિયા યહાં તક લાનેકા દોસ્તો
યહાં સે મૈં ખુદ ચલા જાઊંગા
શેર ખુબ જ ગમ્યો!
ખુબ સચોટ વાત જણાવી દીધી! સુંદર ચિંતન લેખ!