બાળપણમાં ભણ્યા હતા “મ મગરનો મ”. તે સમયે થતું મગર શબ્દ ખૂબ ડરામણો છે. તો આજે મારું, મને , માયા અને મમતા તેનાથી જરાય ઓછા ઉતરતાં નથી. કદાચ તમે એનાથી સંમત ન પણ થાવ. આ તો ‘વિચાર અપના અપના, ખયાલ અપના અપના જેવી વાત છે’ .
જીવન હાથતાળી દઈને પસાર થઈ રહ્યું છે. કાઢ્યા એટલા કાઢવાનો ઈરાદો નથી. માત્ર કબીરની માફક ‘ચદરિયા જ્યું કી ત્યં ધર દીની’ જેવા હાલ પણ નથી. માત્ર એટલું જરૂરથી પ્રયત્ન પૂર્વક ‘ચદરિયા’ ધોઈને આપવાનો પ્રયાસ જારી રાખવો છે.
મિત્રો યાદ છે, આજે આપણે માતા યા પિતા તો છીએ પણ દાદા, દાદી, યા નાના અને નાની પણ થઈ ચૂક્યા છીએ. ( જુવાનિયાઓને આ વાક્ય લાગુ નહી પડે. આંખ આડા કાન કરશો !) નાનું બાળક જ્યારે બોલતા શિખે ત્યારે કહે છે,
‘આકાશને ભૂખ લાગી છે’.
‘ઝરણાને નીની આવે છે’.
‘આ ગાડી સાર્થની છે’.
‘અરે આ નીમીની ઢિંગલી રડે છે’.
‘મારું’ અને મને શબ્દ એના શબ્દકોષમાં હોતા નથી ! કેવું નિર્મળ મન. કેવી સુંદર વાતો. કાનને તો મધુરી લાગે પણ તેની ક્રિયા જોવાની આંખોને પણ ઉજાણી થાય. બાળક એ પ્રભુની પ્રસાદી છે. તેનામાં મલિનતાનો છાંટો પણ નથી. સ્વાર્થ શબ્દ તેને માટે બીજા વિશ્વમાંથી આવેલો જણાય છે.
બાળક ભલે ગોરું, કાળું, જાડું યા પતળું હોય તે જયારે હસતું હોય ત્યારે ફરિશ્તા જેવું લાગતું હોય છે. એ બાળપણની બાલિશતા સમયના સપાટા સાથે ક્યારે ગાયબ થઈ જાય છે ખબર પડતી નથી.
જ્યારથી ‘મારું’ બોલતા શીખે છે પછી મુસિબતોની વણઝાર ચાલુ થાય છે. મારામાં ‘માયા’ ભળે એટલે એ વણઝારનો રણકાર ચાર ગઉ દૂર સુધી સંભળાય. અંતે મ માંથી બનેલી ‘મમતા’ ઘોંઘાટ બની સમગ્ર અસ્તિત્વને પાયામાંથી હચમચાવી મૂકે છે.
માયામાં લપેટાયેલો ‘મ’ સારા અને નરસાનું ભાન ભૂલે છે. ‘મ’નું ‘હું’ માં રૂપાંતર થાય છે. બસ પછી આખી જીંદગી ખેલ ખેલ્યા કરો. જીવાની માયા જાળમાં એવા ફસાઈ જશો કે જેમ બહાર નિકળવા પ્રયત્ન કરશો એટલા અંદર ખૂંપતા જશો.
હવે તમે કહો ‘મ’ મગરનો એ ભણ્યા હતા ત્યારે કેટલા સુખી હતા.
એ ‘મ’ જ્યારે અન્ય વ્યક્તિને ‘મગતરાં’ સમજે છે ત્યારે ભયાનક પરિસ્થિતિનું સર્જન કરે છે.
ધારો છો એટલો ‘મ’ મુશ્કેલ ‘પરિસ્થિતિનું સર્જન કરતો નથી. કોઈ પણ સહાય વગર ‘ન’ સાથે જોડાય ત્યારે ‘મન’ બને અને સુંદર સૃષ્ટિનું સર્જન કરે. ‘મુક્ત’ વિહાર કરે અને પ્રકૃતિ સાથે અડપલાં કરે. ‘મનસને ‘ સંયમની લગામ વડૅ ‘માનવીને માનવ’ બનવા માટે મન મૂકીને મગ્ન થઈ જાય.
મન ,મમતાની ઓથે સ્વાર્થને સીંચે છે ત્યારે બિચારા ‘મ’ નો મહિમા ઘવાય છે. મની સાથે મગજમારી ન કરો, તેની સંગે મહાલો.
જુઓ, જીવન મરજીવા બની મંગલ લાગશે.
એ જ ‘મ’એ કાનાનો હાથ ઝાલ્યો અને ‘મા’નું સર્જન થયું. આજે ભલે એ વાત મધુરી યાદો પૂરતી સિમિત છે પણ વાગોળવા બેસીએ ત્યારે સમયનું ભાન રહેતું નથી. એ વિચારોમાં વહેવું ગમે છે. એ સંગ માણવાની દિલમાં ઊંડૅ તમન્ના છે. જે શક્ય નથી !
કાનાનો હાથ ઝાલીને ‘મ’ એ સિદ્ધ કરી બતાવ્યું, કક્કામાં તેનું સ્થાન ભલે પહેલું નથી તે જ્યાં છે ત્યાં યોગ્ય છે અને અમર છે.
‘મ’ની આટલી લાંબી વાત!!! મનની સાથે ‘નગજમારી’ આ શબ્દ જરા જોઈ લેશો.
બીજી વાત. મારી બુક ‘હળવે હૈયે’ની ઈ-બુક તૈયાર થઈ ગઈ છે. મોકલું મફતમાં તમને? જાણ કરશો? તમારે તમારા બધા લેખોની ઈ-બુક બનાવરાવવી હોય તો મને જાણ કરો.
ચમનની સુંદર વાત
ચમનમા મ-મધ્યમ છે
ખૂબ સુંદર ‘મ’ ની વાતે સંગીતનો અગત્યનો સૂર મધ્યમ
મધ્યમ એ ભારતીય સંગીત શૈલીના સ્વરસપ્તક પૈકીનો ચતુર્થ સ્વર છે. આ સ્વરનો ઉચ્ચાર ‘મ’ છે. મધ્યમ સ્વરના શુદ્ધ મધ્યમ અને તીવ્ર મધ્યમ એમ બે પ્રકારો હોય છે. જ્યારે કોઇ મધ્યમ સ્વર તેની શુદ્ધ અવસ્થામાં હોય તો શુદ્ધ મધ્યમ કહેવાય છે પણ શુદ્ધતાથી ઉપર હોય ત્યારે તીવ્ર કે વિકૃત કહેવાય છે. આ પ્રકારના શુદ્ધ-અશુદ્ધ સ્વરો મધ્યમ હોય છે. અનેક રાગોમાં શુદ્ધની સાથે તીવ્ર મધ્યમ સ્વરો પણ હોય છે. હિંડોલ રાગમાં મધ્યમ સ્વર તેની શુદ્ધતાના માપદંડથી ઉપર અને તીવ્ર મધ્યમ પ્રકારનો હોય છે. રાગ યમન કલ્યાણમાં શુદ્ધ અને તીવ્ર બન્ને પ્રકારના મધ્યમ સ્વરો હોય છે. ભરતનાટ્યમમાં સાતેય રાગના ભાવ રસનું વર્ણન કરાયું છે તે મુજબ મધ્યમ સ્વર શોક અને કરુણ રસનો દ્યોતક છે
મધ્યમ સ્વરના મૂળ સ્થાનને અનાહત ચક્ર કહેવામાં આવે છે. જેની જગ્યા છાતીની મધ્યમાં કરોડરજ્જુની અંદર છે. અનાહત ચક્ર શરીરને બે ભાગમાં વહેંચે છે. મધ્યમ સ્વર એક લય બનાવે છે, આ લયને માનકર કહેવામાં આવે છે. જેના કારણે અનાહત નાદની લાગણી શરૂ થાય છે.
અમારી ઉંમરે
जीवन बीन मधुर न बाजे झूठे पढ़ गये तार
बिगड़े काठ से काम बने क्या मेघ बजे न मल्हार
पंचम छेड़ो मध्यम बोले खरज बने गन्धार
M- Masaka jevo Lagyo- Par excellent