સલાહ

સાધારણ દેખાવ,વાળી તુલસી હંમેશા નીચું જોઈને

ચાલે. ભગવાને બુદ્ધિ ઠાંસી ઠાંસીને ભરી હતી. છતાં

તુલસીને પોતાનામાં વિશ્વાસ ન હતો. સાધારણ

દેખાવ ઉપરથી ૧૦ વર્ષની ઉંમરે નિકળેલા બળિયાના

મુખ ઉપર ડાઘ. થોડો ઘણો આત્મ વિશ્વાસ હતો તે

પણ ધોવાઈ ગયો.

તુલસીની મમ્મીને ,પોતાની દીકરી પર ગર્વ હતો. કિંતુ તેનો હોંસલો બંધાવી શકતી

ન હતી. દીકરીના વખાણ કરે તો તે તરત જ મમ્મીને ચૂપ કરી દેતી.

“મમ્મી એ તો હું તારી દીકરી છું ને, એટલે બધું સારું દેખાય છે. ભૂલી ગઈ સીદી

ભાઈને સિદકા વહાલાં’. તમને ખબર છે. શાળા અને કોલેજમાં મારી કોઈ સહેલી

થઈ નહિ. હા, એ તો સારા માર્ક્સ આવ્યા એટલે નોકરી સારી મળી. પણ કોઈ

મારી સાથે લંચ માં બેસવા પણ તૈયાર નથી. હું મારું લંચ મારી ડેસ્ક પર બેસી કામ

કરતા ખાઈ લઉં છું “.

આજે પહેલી વાર તુલસી પોતાના દિલના ભાવ મમ્મીને જણાવી રહી. મમ્મી તેની

પાસે જઈ પ્રેમથી ગળે લગાડી. તુલસીને ખૂબ વહાલ કર્યું. તુલસીના ડૂસકાં શમતા ન

હતા. મા ને અનુભૂતિ થઈ દીકરીના દિલમાં કેટલું દર્દ છુપાયું છે.

આજે એ ખૂબ દુ”ખી જણાતી હતી. નોકરી પર ગયા વગર છૂટકો ન હતો. આવતાની

સાથે પોતાની ખુરશી પર જઈને બેઠી. આજે ચા પીવા ઉઠવાની પણ મરજી ન થઈ. બસ

કામ શરૂ કરવા કમ્પ્યુટર ચાલુ કરવા ગઈ ત્યાં તો તેના માલિકની ઓફિસનો પટાવાળો

આવીને ઉભો રહ્યો. તુલસી એક મિનિટ ગભરાઈ ગઈ. ખૂબ મહેનત કરીને મોઢાના ભાવ

છુપાવ્યા.

તુલસી લગભગ ત્રણ વર્ષથી આ કંપનીમાં નોકરી કરતી હતી. તેનું કામ સાહેબ કદી

વખાણતા નહી. કિંતુ તેના કામ વિશે ક્યારેય ફરિયાદ આવતી નહી. તેને કારણે

ત્રણ વર્ષમાં તેને બે વખત પગાર વધારો મળ્યો હતો. શાંત ચિત્તે પોતાનું કામ વફાદારી

પૂર્વક કરતી. કામની ચીવટતા તેનો ગુણ હતો. બુદ્ધિ હતી પણ દેખાવ ન હોવાને કારણે

પ્રશંસા ઓછી મળી. કહેવાય છે,’તમે ન બોલો તમારા કામને બોલવા દો’. જે તુલસીને

લાગુ પડતું.

તેની સાથે કામ કરનાર ને તુલસી ગમતી નહીં. કોઈ દોસ્તી બાંધતું નહી. તુલસીને માત્ર

કામથી કામ. કોઈ પ્રશ્ન યા મૂંઝવણ હોય તો મેનેજર પાસે જતી. મેનેજરને ગમતું નહીં

પણ તેનો છૂટકો ન હતો. તુલસી તેને મોકો જ ન આપતી કે મેનેજરે સાહેબ પાસે ફરિયાદ

કરવી પડે.

‘આપકો સાહબ ને ઓફિસ મેં બુલાયા હૈ’.

તુલસી પટાવાળાને જોઈ ગભરાઈ ઉઠી હતી. ઉપરથી સાહેબ નો સંદેશો સાંભળ્યો. હવે

તુલસીને પસીનો છૂટી ગયો. એક ઘૂંટડો પાણી પીને સાહેબ ની ઓફિસ તરફ ચાલવા માંડી.

સહુ તુલસીને જતા જોઈ રહ્યા. બે નટખટે એક બીજા તરફ જોઈ આંખ મારી. જાણે કહી રહ્યા

હોય, આની ‘આટલા વખતથી નોકરી ચાલુ હતી, આજે પાણીચું મળશે’.

તુલસીના હ્રદયના ધબકારા ખૂબ વધી ગયા. સાહેબ ની ઓફિસ સુધી પહોંચતા માંડ કાબુ માં

આવ્યા. એને ડર હતો, શું કામમાં ભૂલ થઈ હતી ? નોકરી રહેશે કે જશે ? તુલસી કામ ખૂબ

સાવચેતીથી કરતી. હોંશિયાર હતી, એમાં શંકાને સ્થાન ન હતું. કિંતુ તેના માં આત્મ વિશ્વાસનો

સદંતર અભાવ હતો. ક્યાંથી લાવે તે આત્મવિશ્વાસ ? મા સિવાય કોઈએ તેને પ્રેમ આપ્યો ન

હતો. નાનો ભાઈ હતો, તે બહેનની લાગણી સમજવામાં અસમર્થ હતો. પિતા પાસે સમય જ ન

હતો.

હા, રોજ રાતના પોતાની દીકરી સૂઈ જાય પછી , વહાલથી તેના મસ્તકે હાથ ફેરવતા. દર્દ વ્યક્ત

કરવામાં અસફળ રહ્યા હતા. દીકરી નું દર્દ જાણતા ,પણ શું કરે ?

ખેર, તુલસી દરવાજે આવીને એકદમ ધીરેથી બોલી, ‘સર, મે આઈ કમ ઈન” ?

તુલસીનો મૃદુ અવાજ સાંભળીને સાહેબ ઉભા થયા, દરવાજા પાસે આવીને બારણું ખોલ્યું.

તુલસી ફાટી આંખે નીરખી રહી.

તુલસીને બોલવાનો મોકો જ ન આપ્યો. ”અરે , તુલસી તારે કારણે આજે આપણી કંપની ને

કરોડોનો ફાયદો થયો છે. તે જે મુદ્દા વિશે વાત કરી હતી તે સહુને પસંદ આવ્યો હતો.’ એ

પ્રમાણે કાર્ય થયું અને પરિણામ સહુની સામે છે.

બોર્ડની મિટિંગમાં ચર્ચા ચાલી. આ વિચાર કોનો છે ? જ્યારે તારું નામ બહાર આવ્યું તો સહુ

ખુશ થઈ ગયા. કંપની ને થયેલા ફાયદા માંથી તને મોટી રકમ આપવામાં આવશે. તારું

બહુમાન થશે. તને મેનેજર પણ કદાચ બનાવાશે. વાટાઘાટ ચાલે છે. સાહેબ તુલસી ઉપર

પ્રસંશાની ઝડી વરસાવી રહ્યા. એમને તુલસી માટે લગાવ હતો પણ તુલસીનું વ્યક્તિત્વ

એવું હતું કે ક્યારેય દર્શાવવાની તક સાંપડી ન હતી. આજે નિર્બંધ બનીને બોલી રહ્યા.

એમનાથી રાંક તુલસીને ‘સલાહ’ આપ્યા વગર ન રહેવાયું. ‘ હવે પૈસા છે તો મુખ પર

પ્લાસ્ટિક સર્જરી કરાવી લેજો, તુલસી તારું ભવિષ્ય તને આહવાન દઈ રહ્યા છે ” !

One thought on “સલાહ

  1. આ વાર્તા અમારા અનેક સ્નેહીઓના પરીવારે અનુભવેલી વાત !
    ઘણીખરી તો અમારા પ્રેમપૂર્વક સલાહથી સારી થઇ . આવા કેસમા- જ્યારે તે તમને લાગે છે કે હવે બધું ખરાબ છે અને તે વધુ સારું રહેશે નહીં, તમારા હકારાત્મક પક્ષો પર નજર નાખો. ભૂતપૂર્વ સફળતા યાદ રાખો તમારે શાંત રહેવાની જરૂર નથી, નમ્રતાથી વસ્તુઓ જુઓ:
    મનોવૈજ્ઞાનિકોએ કલ્પનાની અસરકારકતા સાબિત કરી છે, તે અનિશ્ચિતતાનો સામનો કરવામાં મદદ કરે છે. તમે શોધી શકો છો, પરંતુ કેટલાક ઉકેલો. જો તમને વંટરાત્મક કલાનો અનુભવ ન હોય, તો તે વ્યવસાયિક રહેશે નહીં, પરંતુ એક સરળ તકનીક નિષ્ફળતાના ભયને કારણે અનિશ્ચિતતાને છુટકારો મેળવવામાં મદદ કરશે. તમે તૈયાર કરવામાં આવશે, જેથી અણધારી સંજોગોમાં ગુંચવણભર્યું ન થાઓ.
    નિષ્ફળતાઓ મજબૂત બનવામાં મદદ કરે છે, એક વ્યક્તિ જે બન્યું તે વિશેની બધી સુંદરતા સમજે છે અને હારને હ્રદયથી પીડાય છે. હવે તમે એક વર્ષ પહેલાં સંપૂર્ણ-સ્તરની આપત્તિ અનુભવી તે સમસ્યાઓ દૂર કરવાનું ચાલુ રાખી શકો છો. નિષ્ફળતા રોજિંદામાં પુનર્જીવન કરે છે,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: