૨જી ઑક્ટૉબર, ૨૦૨૧

આજનો દિવસ કેમ ભૂલાય? પૂજ્ય ગાંધી બાપુનો જન્મ દિવસ.બાપુ,તમારા જીવનનાપ્રસંગો વાંચું કે સાંભળું.

આપણા “જય જવાન જય કિસાન”વાળા શાસ્ત્રીજીને

પણ આજે જન્મદિવસે યાદ કરવા જરૂરી છે.

ઘણી વાર બેહુદા વિચાર આવે છે. સારું થયું બાપુ તમે ગોળીએ વીંધાયા. નહિતર
તમે ભારતની આઝાદી પછી ના હાલ જોઈ એક દિવસ ચેનથી ન સૂઈ શક્યા હોત!
એમાં વળી આજના ભારતમાં પૈસો પરમેશ્વર અને પરદેશી માલ ની બોલબાલા જોઈ
તમારું હૈયું છલની ગયું હોત!

બાપુ,અંગ્રેજો આપણા લોકોનું લોહી ચુસી મોજ માણતા અને ધન ઈંગ્લેંડ ભેગું કરતા.
આજે,આપણા જ લોકો પ્રજા ને છેતરી લુંટે છે.એમાં આ જવાહરલાલના વંશવેલો
તો દેશનું નિકંદન કાઢવામાં પાછું વળી જોયું નથી.અમીચંદ આપણા દેશમાં પહેલા
હતા તેના કરતા અનેકગણા આજે છે.’ઘર ફૂટે ઘર જાય’, આપણે જ આપણા
દુશ્મન છે.કોની આગળ જઈ રોદણાં રોવાના?

બાપુ, ગુજરાતે પાછું નામ ઉજાળ્યું. તમે, વલ્લભભાઈ પટેલ અને બીજા અનેક દેશ
પ્રેમી ની માફક આજે આપણા દેશની સુકાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હાથમાં છે.
સોનિયા અને તેનો રાહુલ સખણા બેસતા નથી. કામ કરવામાં રોડાં નાખે છે. તેની
પ્રિયંકા અને વઢેરા પણ કાંઈ ઓછા નથી. ખૂબ લુંટીને દબાવી, ચેન ઉડાવે છે.

બાપુ, તમે કઈ રીતે પાછી એ ચેતના જગાવી શકો? માતૃભૂમિ નો પ્યાર કેમ કોઈના
દિલમાં વસતો નથી. આધુનિકતાની આંધળી દોટ માં ટકવાનો એક રસ્તો દૃશ્યમાન
છે. “યેન કેન પ્રકારેણ પૈસો”! તે કયા માર્ગેથી આવ્યો તેની ઝંઝટમાં નહિ પડવાનું.

બસ, બાપુ આજના શુભ દિવસે દિલ દુભાવશો નહી. આ તો હૈયુ ખાલી કરવાનો મોકો
મળ્યો. બાકી તમારી દેખભાળ કરજો. અમારી ચિંતા કરશો નહીં મારા વિચારો,તમારી
વાત મારા જીવનને માર્ગદર્શન પૂરું પાડે છે. એવા સેંકડો પ્રજાજન છે, તેને તમારામાં
સંપૂર્ણ શ્રદ્ધા તેમજ વિશ્વાસ છે. તમારી ખ્યાતિ વિશ્વભરમાં વ્યાપી છે.

બાપુ આજના દિવસે જેમણે આઝાદી કાજે જાન ન્યોછાવર કર્યા તેમને ન ભુલાય એમ

કહેવું યોગ્ય નથી કે આપણે આઝાદી લોહી વહાવ્યા વગર મેળવી છે. ભારતની અઝાદીને

દિવસે લોહીની ગંગા વહી હતી. સહુ ભારતવાસીને યાદ છે.

બાપુ આપણા દેશમાં પ્રગતિ ચારે દિશામાં ફેલાય છે. આજનું યુવાધન ખૂબ ખંત, ઉત્સાહ
અને ઉન્નતિની દિશામાં કૂચ કરી રહ્યું છે. વિશ્વમાં નામના કાઢી ભારતમાતાનું શિષ ગર્વથી

ઊંચું કર્યું છે. આપણા રાજકારણીઓ અને ખંધા ખુસુડ બુઢા હજુ પૈસા અને સત્તાના ભૂખ્યા

છે. તે સહુ અમરપટો લઈને આવ્યા છે ? જુવાનો સત્યના રસ્તે ચાલી પોતાની રાહ કંડારે છે.

બસ તેમનું ખમીર ટકી રહે તેવી પ્રાર્થના!

બાપુ તમે પણ સામાન્ય જનની જેમ ‘બે પગા’ માનવી હતા ! કેવી રીતે આ જન્મ ઉજાળી
ગયા? એક જીંદગી જીવવાની છે. સત્યનો પંથ કંટક સભર છે, પણ ધ્યેય હાંસલ કરે છે !

ચાલો ત્યારે અમારી ફિકર કરશો નહિ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: