જાન બચ્યો !

5 10 2021

રોહિત ઘરે આવી પહોંચ્યો, ત્યારે

તેની આંખો કહ્યું માનતી ન હતી.

ઘરના ડ્રાઈવ વે માં પોલીસની ગાડી ઉભી હતી . માંડ

માંડ પોતાની જાત પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો.

” પોલીસની ગાડી અને તે પણ પોતાના ઘરની બહાર” ?

ગરાજમાંથી ઘરમાં આવ્યો. દૃશ્ય જોઈને આંખો માની ન શકે. આજે

કામ વહેલું પત્યું હતું એટલે ઘરે વહેલો આવ્યો હતો. રાજ, હજુ શાળાની

બસ આવી ન હતી તેથી ઘરે આવ્યો ન હતો.

મમ્મી ખૂણામાં એકદમ ગભરાયેલી ઉભી હતી. રોમા જમીન પર બેભાન હતી.

એમ્બ્યુલન્સના આવવાની રાહ જોઈ રહ્યા હતા. રોહિતે પોલીસની સામે જોયું.

એ લોકોને થયું , આ ઘરનો માલિક લાગે છે. કહ્યું કે ૯૧૧ ફોન કરીને અમને

બોલાવ્યા. તમારી પત્ની જમીન પર લપસી ગઈ હતી. તમારી માને ઈંગ્લીશ

આવડતું નથી. ખાલી ‘ ઈમરજ્નસી’ કહ્યું એટલે અમે આવ્યા. પાંચ મિનિટમાં

એમ્બ્યુલન્સ આવી જશે.

હજુ તો વાત ચાલતી હતી ત્યાં દરવાજે ,પેરામેડિક આવીને ઉભા હતા. અંદર

આવીને ,રોમાને તપાસી ઇમરજન્સીમાં લઈ જવા રવાના થઈ. રોહિત પણ સીધા

તેની પાછળ જવા નીકળ્યો. માને ઘર સાચવવાનું કહી ભાગ્યો.

ત્રણેક કલાક ને ડોકટરોની મહેનત પછી રોમા ભાનમાં આવી. રોહિતને જોઈને

બોલી, ‘હું ક્યાં છું’? રોહિતે તેને શાંત રહેવાનો ઈશારો કર્યો. રોમા સમજીને ચૂપ રહી.

ડોક્ટરે એક દિવસ હોસ્પિટલમાં ચેક અપ કરવા રાખી. બીજે દિવસે ઘરે જતા રસ્તામાં

રોમા બોલી, ‘શું થયું હતું મને’ ?

મને ખબર નથી, પણ હું બે દિવસ પહેલાં ઘરે આવ્યો ત્યારે આપણા ડ્રાઈવ વે માં પોલીસની

ગાડી ઉભી હતી. તું ઘરમાં બેભાન હતી, એમ્બ્યુલન્સની રાહ જોતા હતા. બસ પછી તું

હોસ્પિટલ આવી, અને અત્યારે આપણે ઘરે જઈ રહ્યા છીએ.

રોમા વિચારી રહી. હું, બપોરે મમ્મી ની સાથે લંચ લેવા બેઠી હતી. પાણી ભૂલી ગઈ હતી

તેથી લેવા ઉઠી, લઈને આવતા પગ લપસ્યો. પાણી ઢોળાયું અને ગ્લાસ ફૂટી ગયા. મમ્મી

બધું સાફ કરતા હતા. અચાનક રોમાને જમીન પર જોઈ ‘૯૧૧’ ને ફોન કર્યો. વહુને જોઈને

જે યોગ્ય લાગે તે કર્યું.

રોહિતના મમ્મી થોડા દિવસો પહેલા ગામથી આવ્યા હતા. રોમાની નજર વાંચી શકતા

બહુ બોલતા નહી. સમજતાં બધું પણ માનમાં રહેતા. દીકરો ઘરે આવે ત્યારે પ્રેમથી માને

બધું સમજવતો. પતિની વિદાય પછી ઘરનું બધું કામ સંભાળતી. કલાવતી દીકરાને ખૂબ

ચાહતી. તેના શિક્ષણ પાછળ પાણીની જેમ પૈસા વહાવ્યા. અરે એકના એક દીકરાને ભણ્યા

પછી અમેરિકા જવાની પરવાનગી પણ આપી. દીકરો સાથે કામ કરતી રોમાને પરણી ગયો.

મા કશું જ બોલી નહી. દીકરો માની આવડત અને હોંશિયારીથી વાકેફ હતો.

એક દીકરો હતો અને બીજું બાળક આવવાનું હતું. દીકરાએ પ્રેમથી માને બોલાવી. હવે

‘રોમા મનમાં ને મનમાં વિચારી રહી’. ગામડાના ગમાર છે, કહી રોહિતની માને જરા પણ

ઈજ્જત આપતી નહીં. એને સાસુજી ના વિચાર, આચાર અને દીદાર જોઈ શરમ આવતી.

સાસુમા ગામડાના અને રોમા, શહેરની આધુનિક યુવતી. ક્યાંથી આવી અણઘડ સાસુ ગમે ?

રોમાને પાંચ મહિના થયા હતા. સાસુમા બનાવતી એ ચીજો પ્રેમે આરોગતી. વિચાર ન

આવતો કે ખોટા વિચાર કરીએ તો બાળક પર સંસ્કાર કેવા પડે ! રોહિતની માતા

મુંગા મોઢે કામ કરતી. અવહેલના ગણકારતી નહી. રોહિતે માને અમેરિકા બોલાવી,

એને વિશ્વાસ હતો મા ધીરે ધીરે બદલાશે. એ હંમેશા સજાગ રહેતો અને માને સમજાવતો.

એટલે તો આજે ‘મા’એ ૯૧૧ ને ફોન કર્યો. ઈમરજન્સી જેવો શબ્દ બોલી ફોન મૂકી દીધો.

રોહિતને મા પર ખૂબ ગર્વ થયો. મનોમન મા ને વંદી રહ્યો. ‘મા આજે તારે કારણે,તમારું 

આવનાર બાળક અને તેની મા સલામત છે. 

રોમા ની જીંદગી બચવાનું કારણ રોહિતની મા હતી !

માત્ર રોમાની નહી, તેના પેટમાં પોષાઈ રહેલા પારેવડાની પણ !


ક્રિયાઓ

Information

2 responses

5 10 2021
chaman

વિષય ગમ્યો. સ્ત્રી લેખિકા જ આવા વિષયમાં વાંચવા જેવા શબ્દો મૂકી શકે! અભિનંદન.
તમને કેટલા પ્રત્યુત્તર મણે છે એ જણાવશો? આભાર અગાઉથી આપી રાખું છું.

5 10 2021
chaman

મારી ટાઈપો એરર ‘મણે છે’ એ ‘મળે છે ‘ સુધારી લેશો? આભાર આપી રાખું છું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: