“ચા”ની ચટકતી ચાલ

11 10 2021

મિત્રો આજે ચાની ચાહત અને ચટકતી ચાલનો મારી સંગે લહાવો માણો.

નવરાત્રીનો પહેલો દિવસ હતો. મારી ફ્રેંચ સહેલીએ બપોરે ચા પીવા આવવા

માટેનું આમંત્રણ આપ્યું. આમ પણ મને ચા બહુ ભાવે. જો કે ચાની બંધાણી

નથી તેમજ આદત નથી. પણ ચાની લહેજત હંમેશા માણું છું.

મારી સાથે બલ્ગેરિયન સહેલી ‘મારિયાના’ હંમેશા સાથે હોય. બંને જણ સરસ

તૈયાર થઈને ફ્રેંચ લેડી લીસાને ત્યાં પહોંચ્યા.

તેના ઘરમાં પહેલી વાર જતી હતી. મોટેભાગે બહાર મળતા, પાર્કમાં કે રેસ્ટોરંટ્માં.

તેના ઘરમં પ્રવેશતા આંખને ઊડીને વળગે તેવી દુનિયાભરની કલાકૃતિ જોઈને આનંદ

થયો. થોડીવાર બધી ચીજોને નિરખતાં તેની પ્રતિભાનો અંદાઝ આવી ગયો.

મને અને મારિયાનાને ડાઈનોંગ ટેબલ પર બેસાડી લીસા ચા બનાવવા રસોડામાં ગઈ.

દસ મિનિટમાં ‘સેંટ પિટરસન” રશિયાથી લાવેલી ટ્રે માં ‘લોમોનોસોવ સ્ટાઈલિસ્ટ’ટી

કેટલમાં ચા આવી.

ચા હતી ‘આઈરિશ બ્રેકફાસ્ટ ટી યોર્કશાયર ‘ ઈંગ્લેંડની.

કપ અને રકાબી હતા, ‘ફ્રેંચ ઈંગ્લિશ લેંડ્રીઝ હાઉસ’

ભારતની મિઠાઈ, બરફી ‘જાપનિઝ પ્લેટમાં ‘.

‘ઈંગ્લિશ વેજવુડ’ માં ચામાટેનું દુધ હતું.

‘બીલીક નો સુગર બોલ’ હતો.

‘ સોના અને ચાંદીના’ ચમચો અને ફોર્ક હતા. અમેરિકાની બનાવટના.

પાણીનો જગ ‘જર્મન પ્રી વર્લ્ડ વોર વન’ વખતનો.

ડાઈનિગ ટેબલ પર પ્લેસ મેટ હતી,’ભારતની બનાવટની સુંદર ભરતકામ

વાળી, તામિલનાડુ’ .

‘વિક્ટોરિયન ટેકનિકલ ઈન્સ્ટીટ્યુટ, બર્લ્ડ વુડ’ મેઈડ ઇન ઈટલી.

બેસવાની ખુરશી.

‘ચાર્લ્સ ટીક વુડ, મેઈડ ઈન મલેશિયા’ ડાઈનિંગ ટેબલ.

ચાની લિજ્જત માણતા મારા મગજમાં ” વસુધૈવ કુટુંબકં’ ઘુમરાઇ

રહ્યો હતો.

આજની ચાની લિજ્જત માણતી હતી ત્યારે સ્વભાવિક છે મિત્રોની

યાદ આવે. કહેતાં ગર્વ અનુભવું છું કે, લીસા સાત વર્ષ મદ્રાસમાં રહીને

મોટી થઈછે. તેનું સુનહરું બાળપણ ત્યાં ગુજાર્યું છે. તેના પિતા, રાજ્દૂત’

હતાં. નાના અને દાદા વર્લ્ડ વોર એક અને બેમાં ખૂ સારો હોદ્દો ધરાવતા.

એના પતિ પણ આર્મીમાં હતાં. લીસા એ પણ સંદેશ વાહક તરિકે વર્લ્ડ વોર

વખતે સેવા બજાવી છે.

મદ્રાસમાં તેનું બાળપણ ગુજર્યું ત્યારે ‘મહારાજા પિઠાપુરમ’ના રાજ મહેલમાં

તેઓનો આવાસ હતો.

લીસા, મારિયાના અને પ્રવિણાની ત્રિપુટી અઠવાડિયામાં ત્રણેક વાર મળે છે.

એકબીજાના અનુભવોની નિખાલસતા પૂર્વક આપ લે કરે છે.

આશા છે, ચા પીવામાં તમારો સંગ ન હતો પણ વાંચીને આનંદ માણ્યો હશે.

cup

ક્રિયાઓ

Information

4 responses

11 10 2021
pragnaju

દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સમયે ચા વેચતા હતા અને આજે ચાઈ વાલા પી.એમ તરીકે જગ વિખ્યાત બન્યા છે. ખેર, રોજિંદા પીણાં તરીકે ચા એ આપણી જિંદગીમાં સહજ વખણાય ગઈ છે. ઘરે નહીં તો છેલ્લે ચાની લારી ઉપર એકાદ ચુસ્કી મારવાનું ચુકાતું નથી,

11 10 2021
Pravina

ગર્વ છે આપણા વડા પ્રધાને સ્ટેશન પર ચા વેચી હતી. આજે પણ ભારત જાંઉ ત્યારે એ ચા
પીવાની મોજ માણું છું . આ તો ફ્રેંચ લેડીને ત્યાં પીધેલી ચાની લહેજત વર્ણવી. જે આખી દુનિયા ફરીને છેલા દસ વર્ષથી મારી બાજુમાં રહે છે.

“ક્યાંથી ક્યાં પહોંચ્યા”એ માનવીની હિંમત અને પ્રયત્નને દાદ દેવી ઘટે.

11 10 2021
સુરેશ

વાહ, ચા !

11 10 2021
Raksha

I am glad you have best company to enjoy tea,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: