ખોડાઈ ગયા !

15 10 2021
not

અમેરિકા આવવા નીકળ્યા, બાળકો તો ખૂબ ખુશ થયા. પંદર વર્ષની

તપસ્યા પછી બધા ને ગ્રીન કાર્ડ મળ્યું હતું. અંગ્રેજી શાળામાં બાળકો

ભણતા હતા તેથી શાળામાં તકલીફ ન પડી. હા,અંગ્રેજી બોલવાની

ઢબ અલગ હતી. જીવન ધીરે ધીરે અમેરિકાથી ટેવાતું ગયું. 


અંહી ન ગમે એવું કશું નથી. કુટુંબીજનોની યાદ રડાવે પણ તેનાથી

ટેવાવું પડૅ. આજ કાલ તો વોટ્સએપ અને ફેસ ટાઈમ થી એ ખોટ સાવ

દૂર થઈ ગયેલા જણાય છે. 


આજે નવરાશનો સમય હતો. લોંગ વીક એન્ડ આવે એટલે હાશ લાગે.

શાંતિથી સવારની ચા  મીના અને મયંક પી રહ્યા હતા. બાળકો પણ 

ઉઠીને જોડાયા. તેમના ભાવતા બટાકા પૌંઆ બનાવ્યા હતા. 


વાત નીકળી આ વર્ષે મોના અને લીસા બન્ને કોલેજ જવાના હતા.

નસીબ સારા કે સ્ટેટની કોલેજમાં  ગયા તેથી ફી વ્યાજબી હતી.

પણ કોલેજ ૧૦૦ માઈલ દૂર હતી. બન્ને જોડિયા બહેનો હોવાને

કારણે ડોર્મમાં સાથે રહેવાના હતા. 


બન્ને દીકરીઓને જતા પહેલા  જરા સમજાવવાની હતી. અમેરિકા

આવે ૧૫ વર્ષ થઈ ગયા. આવ્યા ત્યારે ૪ વર્ષના હતા. જીવવાની

ઢબ અને વિચારસરણીમાં આસમાન અને જમીન જેટલો તફાવત

આવી ગયો હતો. બન્ને દીકરી સાથે વાત કરવાની શરૂઆત મા

એ કરી. તેના ભય સ્થાનો થી વાકેફ કર્યા.. મોના અને લીસા બધું

સમજતા હતા. માને બેફિકર રહેવાનું કહ્યું.


મમ્મી તું અને પપ્પા જરા પણ ચિંતા કરતા નહીં. તારું અને પપ્પાનું

શિક્ષણ બરાબર યાદ છે. ભણવા જઈએ છીએ. આ દેશમાં આજની

આપણિ પરિસ્થિતિ તમારી મહેનત ને આભારી છે. 

કોલેજના વર્ષો પાણીની જેમ વહી ગયા. મોના અને લીસા આ વર્ષે

સ્નાતક થવાના હતા. સંગ તેવો રંગ લાગ્યા વગર રહે નહીં. મોના

ભણવામાં તલ્લીન રહેતી. લીસા નેભણવા સિવાય બધા માં રસ

હતો.  મોના ખૂબ સમજાવે પણ માને નહીં.

મમ્મી અને પપ્પાને બંને બહેનોના લગ્નની ચિંતા હતી. પૂછે ત્યારે

દીકરીઓ જવાબ ઉડાવી દેતી.


રજામાં ઘરે આવે ત્યારે ડાહીડમરી વાતો કરે. પપ્પાની લાડલી પણ

હતી. પપ્પા હવે તેના માટે મૂરતિયા જોતા. લીસા લપસી પડી હતી

અને મોનાને ગંધ પણ ન આવી. એવા કાદવમાં ખૂંપી ગઈ હતી કે

ભગવાન સિવાય એને કોઈ સહાય ન કરી શકે. 


મોનાને જ્યારે ખબર પડી ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું. ઘરે પપ્પા

અને મમ્મી ને વાત કરવાની જ હતી ત્યાં અચાનક લીસા, તેની સહેલી

મેરી સાથે પરણીને મમ્મી અને પપ્પા ના આશીર્વાદ લેવા ઘરે આવી

પહોંચી હતી. મમ્મી અને પપ્પા, લીસા ને જોઈ બારણામાં ખોડાઈ ગયા !  

split

ક્રિયાઓ

Information

3 responses

15 10 2021
chaman

પ્રવીણાબેન,

* લેખ લખ્યા પછી વાંચવાનું રાખો છો કે નહિ?
* આજનું શિર્ષક ખોડાઈ ગયા કે ખોવાઈ ગયા?
* આખા લેખમાં મને જે નજરે ચડ્યું ને મારા મગજે મંજુર કર્યું એ મેં હાઈલાઈટ કર્યુ છે તમારા વાંચન માટે.
* આજે સમયલઈ જણાવું છું. ગમે તો મને જાણ કરો ને ન ગમે તો મારા દુશ્મનોને.
* કુશળ હશો.

Chiman Patel ‘chaman’

Note:

To open any link listed below, Right click on it and then click on ‘Open link on new window’ 2nd item on the listing.

http://chimanpatel.gujaratisahityasarita.org/
http://pustakalay.com/phoolwadi.pdf (Humorous articles)
http://pustakalay.com/kavita.pdf
https://sureshbjani.wordpress.com/2007/08/20/chiman-patel/

________________________________

15 10 2021
Pravina

માબાપને સ્વપને પણ ખ્યાલ ન હતો કે દીકરી બીજી છોકરીને પરણશે ! જોઈને
બન્ને પતિ અને પત્ની પૂતળાંની જેમ ઉભા રહી ગયા ! મતલબ ” ખોડાઈ ગયા”. આશા છે તમને મારું કથન યોગ્ય લાગશે ?
પ્રણામ

15 10 2021
pragnaju

નારી પરણે નારીને વિકૃતિ માનસિક હવે અમેરીકામા સામાન્ય થવા લાગી છે !

..
યાત્રીના પગો માર્ગમાં ખોડાઈ ગયા ને
ચોમેર હવે એકલા રસ્તાઓ ફરે છે
રુથ વનિતાના અનુસાર, આ મૌન ૧૯૯૬માં રજૂ થયેલ ફાયર ફિલ્મથી તુટ્યું હતું, જેના પર પ્રતિબંધની ધાર્મિક ઉગ્રવાદીઓએ માંગણી કરી હતી. ભારતના નારીવાદી સમૂહો સામાન્ય રીતે તેમના મંચ પર લેસ્બિયન સ્ત્રીઓના મુદ્દા ઉઠાવતાં હોય છે, કારણ કે મહિલા સમલૈંગિકતા એ ઘણી વાર દબાયેલો મામલો હોય છે.આવનારી ફિલ્મ શીર કોરમામાં સ્વરા ભાસ્કર અને દિવ્યા દત્તા એક મુસ્લિમ મહિલાનું પાત્ર ભજવે છે અને તે મુખ્યત્વે લેસ્બિયન મહિલાઓ ને સમાજમાં પડતી તકલીફો પર કેન્દ્રિત છે.[૭] ગુજરાતમાં આશા ઠાકોર અને ભાવના ઠાકોર નામના લેસ્બિયન યુગલે ૨૦૧૮માં ઍલિસ બ્રીજ પરથી આપઘાત કર્યો હતો, જેનાં સક્રિયતાવાદીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતાંWoman-to-woman marriage how each form can or could have been used by a woman to advance her social and economic status in society. Woman-to woman marriage may also be beneficial to the persons involved other than the woman who initiates the marriage

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: