
આજે તારી ૧૭મી પુણ્ય તિથિ પર સ્નેહ ભરી યાદ.
મમ્મી તારે વિષે શું લખવું ? બસ તારું નામ મુખેથી નિકળેને બધું જ તેમાં
સમાઇ જાય. હ્રદયના ભાવ બહાર ઉછળી પડે. અંતરે પરમ શાંતિનો અહેસાસ
છે. તારી સાથે વિતાવેલાં બાળપણના વર્ષો અને તારી જીંદગીના અંતિમ વર્ષો.
તારો સુહાનો સાથ ખૂબ પ્રેમથી માણ્યો હતો.
સમયનો ગાળૉ ખૂબ લાંબો હતો. આજે તો હવે મધુરી યાદો બનીને રહી ગયો.
મા, બચપનમાં તારી આપેલી કેળવણી અને શિસ્તનો આગ્રહ જીવનમાં અતિ
મહત્વનો ભાગ ભજવી રહ્યો.
તારા વિશે કાંઈ પણ લખવું એટલે હાથના કંગનને જોવા આરસીનો ઉપયોગ !
બસ તું હતી, એટલે આજે તારી દીકરી છે. તારો જ અંશ છું, તારી પ્રતિતી હમેશા
થાય એ સ્વભાવિક છે.
મમ્મી, જીવનમાંથી તું ઓઝલ થઈ, શ્રીજીના શરણે શાંતિ લાધી. આશા છે, તું
શ્રીજીના ધામમાં રહી, સેવાની પ્રવૃત્તિમાં મસ્ત હોઈશ. શ્રીજી કાજે મોગરા અને
ગુલાબની સુંદર ‘માલાજી’ બનાવતી તારી છબી આંખ સામેથી ખસતી નથી.
તારી શીળી છાયાની અનુભૂતિ આજે પણ થાય છે. તારી દીકરીના દંડવત
પ્રણામ અને ભગવદ સ્મરણ . જય જય શ્રી ગોકુલેશ
“મા” શબ્દ ઉચ્ચારતા મોઢું ભરાઈ જાય.
“મા” બોલું એટલે નવલકથા લખાઈ જાય.
“મા” સહુથી ઊંચી તારી સગાઈ
“મા” તું હમેશા સંગે છે.
“મા” યાદ છે ને હું તારો જ અંશ છું.
તારી દીકરીના દંડવત પ્રણામ
મારા પૂ બાને ગુજરી ગયાને ઘણા વર્ષો થયા છતા આ પ્રમાણે યાદ આવે !
ધન્યવાદ
ખાસ વિનંતિ કે આપ નીરવરવે પર પધારશો.
મારા ૬૨ વર્ષ ના પુત્ર પરેશ અને ૬૧ વર્ષની દીકરી યામિનીના લેખો જરુર વાંચશો અને આપના પ્રતિભાવ આપશો
જન્મ પહેલાંની ક્ષણો પણ આપણે મા સાથે જ હતા અને જ્યામ સુધી આપણી અંતિમ ક્ષણો હશે ત્યાં સુધી મા ની સ્મૃતિ સદાકાળ સાથે.