મનની વાત

rain

શું સુંદર ઓફિસનો દિવસ હતો. ઝરણાને એક મોટા પ્રોજેક્ટ્ની જવાબદારી સોંપાઈ હતી.

આ જવાબદારી પૂરી કરવા છેલ્લા પંદર દિવસથી ઝરણા મચી પડી હતી. ઘરનું કામકાજ

પણ સંભાળી શક્તી નહી.

નાની રિયા ચોથા ધોરણમાં હતી. શાળાએથી આવે એટલે સાસુ માલતી તેને સાચવી લેતી.

એક જમાનામાં માલતી પણ શાળામાં શિક્ષિકાથી આચાર્ય પદ સુધી પહોંચી હતી. નોકરી

પરના તનાવ ભર્યા વાતાવરણથી પરિચિત હતી.

જતીન પાસે તો ક્યારે સમય હોય જ નહી. એને ખબર હતી મા બધું સંભાળશે. મા પર તેને

ગળા સુધી વિશ્વાસ હતો. નાનો હતો ત્યારે મા એ જે લાડથી ઉછેર્યો હતો તે બરાબર યાદ

હતું. મા અને ઝરણાની વાતમાં ક્યારેય વચ્ચે ન બોલતો. જેને કારણે ઝરણાએ ‘સાસુમાનો’

પ્રેમ સંપાદન કર્યો હતો.

ઝરણાના લગ્નને બાર વર્ષ થઈ ગયા હતા. ગયા વર્ષે પિતાને ગુમાવ્યા એ સદમામાંથી બહાર

નિકળવાનું આસાન ન હતું. સહુએ સાથે પ્રયત્ન કર્યા. માલતી સદમાને કારણે લગભગ મૌન

થઈ ગઈ હતી. ઝરણા સમજતી અને ખૂબ પ્રેમાળ વર્તન કરતી.

ઝરણાની નોકરી જવાબદારીવાળી હતી. પગાર પણ જોરદાર મળતો હતો. ૨૧મી સદીમાં

સ્ત્રી ખરેખર પુરૂષ જેટલા પૈસા બનાવે છે. માલતીને ખોટ સાલે એ સ્વભાવિક હતું. પણ

ઝરણાની નોકરીની જવાબદારી અને રીયાનું શાળાનું કામ. જતીન બોલતો નહી. માને પાછી

કામે વળગેલી જોઈ હાશ અનુભવી. ઝરણાને પણ ઘરે આવે પછી રીયાનું ખાસ કામ રહેતું નહી.

રાતના નવડાવવાની જવાબદારી ઝરણાની. તૈયાર થાય એટલે સૂવા મૂકવાની જવાબદારી પિતા

જતીનની. એમાં જરાપણ ફરક ન પડ્યો.

બે અઠવાડિયા પૂરા થયા, સાંજે ઝરણા ઘરે આવી. માથા પરથી બોજો હટી ગયો હતો. ઓફિસમાં

એના પ્રોજેક્ટની ખૂબ ચર્ચા થઈ. ઝરણાની પ્રસંશાના પડઘા ચારે બાજુ સંભળાઈ રહ્યા હતા. જતીને

સવારે ઝરણાને ખાસ યાદ કરાવ્યું હતું, ” આજે સાંજના ઓફિસે તને લેવા આવીશ. તું સવારે ટેક્સી

કરીને પહોંચી જજે”. ઝરણાને ખૂબ ગમ્યું હતું. જતિન ઝરણાને બરાબર જાણતો હતો. તેની કાબેલિયત

પર ગળા સુધી વિશ્વાસ હતો.

માલતીને ઝરણા વહાલી હતી. તેની પસંદ નાપસંદનો આછો પાતળો અંદાઝ તેને પણ હતો. ઝરણા જ્યારે

ખૂબ સુંદર નશામાં હોય ત્યારે તેને ભેળ ખાવાનું મન થતું. માલતીએ આજે ભેળ અને પાણીપુરીનો બંદોબસ્ત

કર્યો હતો. નાનકી રિયા પણ પાણીપુરી ચાર હાથે ખાતી.

ઝરણા અને જતીન ઘરે આવ્યા. નાનકડી રિયા બારણા પાસે આવી ગઈ. તેનો હાથ દરવાજો ખોલવા પહોંચ્યો.

દાદી આવી, દરવાજો ખુલ્લો હતો. ‘મમ્મી આજે દાદીએ ભેળ અને પાણીપુરી બનાવ્યા છે’. રિયા ખુશીથી નાચી

રહી હતી. ઝરણા માની ન શકી કે , મમ્મીને મારા મનની વાત કેવી રીતે ખબર પડી ?

One thought on “મનની વાત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: