
આવો આજે કહું એક સુંદર વાત
આ છે મારા દેશની અનોખી વાણી
*
ખેતી પ્રધાન છે મારો દેશ
૨૧મી સદીમાં ટેકનિલોજીનો સંદેશ
નવા અને જૂનાનું સુભગ મિલન
આ છે મારા દેશની અનોખી વાણી
**
તમારી કલાને આવડત ઓપે
કર્મના સિધ્ધાંતને નખશિખ નિરખે
વડાપ્રધાન જેમને પદ્મશ્રીનો ખિતાબ આપે
આ છે મારા દેશની અનોખી વાણી
*
પરિવર્તનશિલ આ સંસારે નિત નવું
ખિતાબ પામવા ન સ્વપ્ન જોયું
બસ કર્મ કર અને ફળની આશા ન રાખ
ગીતાને રગરગમાં વર્તન દ્વારા ઉતારી
આ છે મારા દેશની અનોખી વાણી
**
ન માગ્યું દોડતું આવે એ માનજો
માગ્યા વગર તો મા પણ ન પિરસે
સુણો આ છે મારા દેશની કહાની
તારી નિષ્ઠા, તારી ભાવના ઝળકવાની
આ છે મારા દેશની અનોખી વાણી
**
શ્રદ્ધા, વિશ્વાસને સહારે ચાલે વહાણ
દેશનું સુકાન છે યોગ્ય વ્યક્તિને હાથ
સાથ અને સહકાર તું જરૂર આપ
જો જે પરિણામ આવશે યાદ રાખ
આ છે મારા દેશની અનોખી વાણી
સુંદર રચના! આપણા દેશ વિષે થોડા શબ્દોમાં ઘણું ઘણું કહી દીધું!
પ્રવીણાબેન,
નીચે જઈ જુઓ…
વાત ને વાણીનો અર્થ સરખો છે, પણ પ્રાસમાં લખતાં એમાં પ્રાણ પૂરાશે.
ગમે તો જાણ કરો ન ગમે તો સમય બચાવો
માનો યા ન માનો!
તારી નિષ્ઠા, તારી ભાવના ઝળકવાની
આ છે મારા દેશની અનોખી વાત
(આ છે મારા દેશની અનોખી વાણી)
Chiman Patel ‘chaman’
Note:
To open any link listed below, Right click on it and then click on ‘Open link on new window’ 2nd item on the listing.
http://chimanpatel.gujaratisahityasarita.org/
http://pustakalay.com/phoolwadi.pdf (Humorous articles)
http://pustakalay.com/kavita.pdf
https://sureshbjani.wordpress.com/2007/08/20/chiman-patel/
”
________________________________
આભાર . સુધારો સર આંખો પર