તપાસી લેજો !

give

“તપાસી લેજો બરાબર”! છેલ્લા શબ્દો કાનમાં ગુંજે છે. પીછો છોડતા નથી !

આખી જીંદગી વરના પૈસા જલસા કરવાની આદત પડી ગઈ હતી. નસીબ સારા

હતા કે પૈસાની તંગી ક્યારે પણ અનુભવી ન હતી. પાંચ માગે તો વર પચાસ આપે

તેવો હતો. રાહ જોઈ રહી હતી ક્યારે માનવ ઘરે આવે અને તેની વાત કરે. જાણે

વાઘ ન માર્યો હોય એટલો ઉલ્લાસ તેના મુખ પર જણાતો હતો .

માનસી, માનવની રાહ જોઈ રહી હતી. આજનું કરેલું પરાક્રમ માનવને જણાવવા

આતુર હતી. માનવ સાંજે ઘરે આવે એટલે બન્ને સાથે બેસી ચા નાસ્તો કરે. જમવાની

ઉતાવળ ન હોય. હજુ તો માનવે ચા પીધી ત્યાં માનસી ઓલી ઉઠી, ‘માનવ મેં આજે

પાંચ હજાર રૂપિયા બચાવ્યા.’

‘કેવી રીતે’.

અરે,’ હું પેલી ૨૫ હજારની સાડી લાવી હતી એના પર ડાઘ પડી ગયો. ગઈ કાલે જ

ખરીદી હતી એટલે દુકાન વાળાને કહ્યું તો પાંચ હજાર ઓછા કરી નાખ્યા. ‘

માનસી ડાઘ તારાથી પડ્યો હતો ?

માનસીએ જવાબ ન આપ્યો. માનવ સમજી ગયો પણ બોલ્યો કંઈ નહી.

આ તો પાંચ હજાર રૂપિયાની વાત હતી પણ શાકવાળા, ફળવાળા બધા સાથે કચકચ

કરે. જરા પણ સમજવાની તકલીફ ન લે કે દસ યા પંદર રૂપિયામાં એવો કયો મહેલ બની

જવાનો હતો. માનસી પાસે ઓછું ન હતું.

એ માનતી કે કસીને લેવાથી પોતાની જાતને ખૂબ ચાલાક સમજતી. કોઈનો બે પૈસા

કમાવાનો હક મારે છે એવું તો એની જાડી બુદ્ધિ ક્યારે પણ સમજતી નહી.

ગરીબ માણસ મને કે કમને એને રાજી રાખતા. બોલે પણ શું.નફો થોડો ઓછો થતો. પણ

ઘરાક, કાયમનું હતું. માનવને આ જરા પણ ન ગમતું. માનસી ,’તને સમજ ન પડે. કહી

ચૂપ કરી દેતી.

માનવ હોંશિયાર હતો. જ્યારે એકલો ખરીદી કરવા જાય ત્યારે રૂપિયા વધારે આપી

આવતો. એક વખત માનસીનું પાકીટ ફળવાળા ના ટોપલામાં પડી ગયું. પૈસા આપ્યા

પછી, કેવી રીતે તેનો ખ્યાલ ન રહ્યો. રાતના ઘરે જતી વખતે ફળવાળા એ ટોપલામાં કોઈનું

પાકીટ જોયું. ખોલ્યું તો અંદર દસ થી પંદર હજાર રૂપિયા હતા. એમાં માનસીના ફોટાવાળું

એક કાર્ડ પણ હતું. એ સમજી ગયો પાકીટ કોનું છે.

એક મિનિટ એને વિચાર આવ્યો, ‘આટલા બધા પૈસા, મેમસાહેબ કેવી રીતે જાણશો કે

પાકીટ મારા ટોપલામાં પડ્યું છે ?.

એણે તો કશું બોલવું જ નહી એમ નક્કી કર્યું. આખી રાત લાંબી તાણીને સૂઈ ગયો. બીજા

દિવસે સવારે ધંધે જવા નીકળતો હતો ત્યાં તેની ઘરવાળી બોલે, ‘આ કાલે મળ્યું હતું એ

પાકીટ મેમસાહેબ ને આપી દેજો’. ફળવાળો બોલ્યો,’ એ રોજ મને ઓછા પૈસા આપે છે. .

શામાટે પાછું આપું ?

ઘરવાળી બોલી, ‘હાય, હાય એવો હરામનો પૈસો મને ન ખપે’. આપણે મહેનતનું કમાઈએ

છીએ. તમારી દાનત કેમ બગડી’ ?

ફળવાળા ની આંખો ‘હરામનો પૈસો’ સાંભળી ખુલી. વિચાર બદલ્યો. એ બહેન જેમનું નામ

માનસી હતી એના આવવાની રાહ જોવા લાગ્યો.

માનસી આવી અને ફળ ખરીદ્યા. હંમેશની જેમ ભાવ તાલ કર્યો. જેવા પૈસા આપ્યા કે

ફળવાળો બોલ્યો, ‘બહેન કાલે તમારું કાંઈ ખોવાયું હતું’?

માનસી ચમકી, આને કેવી રીતે ખબર પડી. ?

એણે માથું હલાવીને હા પાડી.

ફળવાળા એ ખિસ્સામાંથી પાકીટ કાઢો અને સામે ધર્યું.

માનસીએ, એના હાથ માંથી પાકીટ ઝૂંટવી લીધું.

‘ બહેન બધા પૈસા અને વસ્તુ બરાબર તપાસી લેજો ‘ !

One thought on “તપાસી લેજો !

 1. પૈસાની તંગી ક્યારે પણ અનુભવી ન હતી. પાંચ માગે તો વર પચાસ આપે
  તેવો હતો વાતે યાદ આવે
  સાંવરિયો રે મારો સાંવરિયો
  હું તો ખોબો માગું ને દઈ દે દરિયો
  ખોબો માગું ને દઈ દે દરિયો
  સાંવરિયો રે મારો સાંવરિયો

  જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
  એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં
  જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
  એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

  મારા વાલમજીનું નામ મારું નાણું
  મારા જીવનું ગુલાલ જેવું ગાણું
  જાણું રે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો
  સાંવરિયો રે મારો સાંવરિયો

  કોઈ પૂછે કે ઘર તારું કેવડું?
  ઘર મારું કેવડું? ઓ હો હો હો…
  મારા વ્હાલમજી બાથ ભરે એવડું!
  મને પૂછે કે ઘર તારું કેવડું?
  આંખ ખટકે ઉજાગરાથી રાતી
  ઝીણા ધબકારે ફાટફાટ છાતી

  છબીલો મારો સાવ ભોળો ને સાવ બાવરિયો
  ખોબો માગું ને દઈ દે દરિયો
  સાંવરિયો રે મારો સાંવરિયો
  ખોબો માગું ને દઈ દે દરિયો
  સાંવરિયો રે મારો સાંવરિયો
  ‘શાકવાળા, ફળવાળા બધા સાથે ….’વાતે અમારા ઘરમા આવા ટોપલાવાળા જે માગે તે આપવાની પ્રથા છે એ વાત ટોપલાવાળા પણ જાણે તેથી અમારે માટે તે યોગ્ય ભાવ જ લે!
  બાકી માનસીએ, એના હાથ માંથી પાકીટ ઝૂંટવી લીધું.

  ‘ બહેન બધા પૈસા અને વસ્તુ બરાબર તપાસી લેજો ‘ ! આવી માનસી તો અનેક જોવામા આવે જ્યારે ટોપલાવાળા ઘેર જવાના હોય ત્યારે તેની લાચારીનો લાભ લે અને ઓછા ભાવે માલ પડાવે

  નીરવ રવે | સહજ ભાવોના દ્યોતકhttps://niravrave.wordpress.com
  પર પધારશો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: