“બસ એક “

kids

 

‘બસ એક બાળક’, માનવ તને કઈ રીતે સમજાવું. મને મા બનવાની ખૂબ ઈચ્છા છે.

મને તારી એક નાની પતિકૃતિ પ્રાપ્ત થાય’. માન મને આપણા પ્યારની એક નિશાની

માટે શું કામ તરસાવે છે. માનસી માનવને સમજાવીને થાકી. માનવ કોઈ રીતે તેની

વાત માનવા તૈયાર ન હતો. તેણે માનસીને લગ્ન પહેલાં પણ આ બાબતની ચોખવટ

કરી હતી.

માનવના પ્રેમમાં પાગલ માનસીએ સ્વીકાર કરી માનવને પોતાના મનનો માણીગર

બનાવ્યો હતો. હમણાંથી તેની સૂતેલી સંવેદના આળસ મરડીને બેઠી થઈ હતી. ખેર

માનવે માનસીને મનાવી લીધી. માનસી , માનવની સામે માની ગઈ છે તેવો દેખાવ

કરવામાં સફળ ઉતરી.સવાર પડી, માનવ રોજની આદત પ્રમાણે માનસી સાથે ચા

અને ટોસ્ટ ખાઈ જોબ પર જવા રવાના થયો. આજે માનસીને કશું ગમતું ન હતું.

વિચાર કર્યો, નવ વાગે રોશનીને ફોન કરું. સવારના બાળકો અને તેનો પતિ જાય

પછી તે નવરી થાય.

માનસીને ઘરે નેન્સી વર્ષોથી કામ કરતી હતી. અડધી ઈંડિયન થઈ ગઈ હતી. શી

મેઈક્સ ગૂડ મસાલા ટી. માત્ર મસાલા કરવા માનસી કિચનમાં જતી. નવ વાગ્યા.

‘હલો, રોશની’.‘હા, બોલ આજે સવારથી મારી ડાબી આંખ ફરકતી હતી. આ

વખતે વિક એન્ડમાં મળ્યા ન હતા તેથી મને હતું જ કે તારો ફોન આવશે’.‘અરે,

યાર તું આવને . સાથે બેસીને બેક યાર્ડમાં પુલ પાસે ચા અને ટોસ્ટ અથવા તું કહે

તો ગરમ બટાટા પૌંઆ ખાઈએ.’ સ્વિમિંગ સુટ લેતી આવજે મન થાય તો સ્વિમિંગ

કરી વેટ સોનામાં બેસીશું.  આવી સુંદર સોમવારની સવાર ઉગે તો કોણ ના પાડે ?

‘તુમ બુલાએ ઔર હમ ન આએ’.ઓ.કે.‘સાંભળ મસ્ત ગરમ બટાટા પૌંઆ અને

કિટલી ભરીને ચા. તૈયાર કરાવ હું કપડાં બદલીને આવું છું . સ્વિમિંગ માટે ‘રેઈન

ચેક” લઈશ મારે  આજે બહાર જવું છે’.હજુ તો બધું  ટ્રેમાં ગોઠવીને નેન્સી પુલ

પાસે લાવી રહી હતી ત્યાં ડ્રાઈવ વેમાં રોશનીની ગાડીનો હોર્ન સંભળાયો. તેને

આદત હતી, આવે એટલે હોર્ન વગાડે.

‘શું યાર પાછું તારા દિમાગ પર બાળકનું ભૂત સવાર થયું લાગે છે’.‘હા, એ જ

કારણ છે’.‘તને કેવી રીતે સમજાવું’?‘ચાંપલી, મને સમજાવવા કરતાં માનવને

કેવી રીતે યુક્તિ પૂર્વક સંકજામાં લઈએ કે એ બાળક માટે રાજી થાય.’‘તારો

માનવ બાળપણમાં જે ભોગવી ચૂક્યો છે તે વિસારે પાડતો નથી. તને કેટલો

પ્રેમ કરે છે. શામાટે તું ખુશ રહેતી નથી’.

માનવ કોઈ પણ હિસાબે બચપન વિસરી શક્તો નહી. તું તો જાણે છે, એ

કેટલો જીદ્દી છે.‘મને એટલે જ તો અમારા પ્રેમની નિશાનીઓની ઉત્સુક્તા

છે.  હું એટલું સુંદર બાળપણ મારા બાળકને આપવા માંગુ છું કે માનવ તેને

ફરીથી જીવી આનંદ માણે. તું સ્ત્રી છે એટલે મારી લાગણી સમજી શકે’.

‘ચાલ આજે આપણે બન્ને ભેગા થઈ કંઈક ઉપાય શોધીએ’.રોશનીને

અચાનક યાદ આવ્યું. ‘માનસી તું બે મહિના પહેલાં તારી નાની બહેન

મહેકના જોડિયા બાળકને રમાડવા શિકાગો ગઈ હતી. તેને થોડા દિવસ

તારે ત્યાં બોલાવ. જોજે એ બાળકોને જોઈ કદાચ તેનું મન પલળે’. મહેકના

દીકરો અને દીકરી ખૂબ સુંદર હતાં. બે બાળકો સાથે હતા એટલે તેને તકલિફ

પડતી હતી.

નેની હતી છતાં પણ તે ખૂબ થાકી જતી. મહેકનો પતિ પોતાના કામકાજમાં

ખૂબ વ્યસ્ત હતો.રોશનીએ કહી એ વાત માનસીને ખૂબ ગમી ગઈ. મહેક

આવશે બાળકોને લઈને ઘર ચહલ પહલથી ઉભરાઈ જશે. જોઈએ કદાચ

માનવને અસર થાય. બાળકો તેમનું જાદુ માસા પર ચલાવે.‘અરે, યાર

‘વોટ અ ગ્રેટ આઈડિઆ’. આમ પણ સાળી એટલે અડધી ઘરવાળી.

માનવને તેની સાળી વહાલી હતી. માનસીનો ભાઈ મુંબઈમાં હતો.

દીદીએ ફોન કરીને થોડા દિવસ પોતાને ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું.  

મહેક શિકાગોમાં ઠંડી બહુ છે. બન્ને બાળકોને લઈને અંહી હ્યુસ્ટન આવ.

શિકાગોની ઠંડીથી બચવા નાના બે બાળકોને  અને તેમની નેનીને લઈ

મહેક આવી પહોંચી.  મહેકને સમજાવી રાખી હતી.

     પ્લાન પ્રમાણે તેની બહેન આવી. માનસી ઘરમાં  બે ક્રીબ લઈ આવી,

બે પ્લે પેન લઈ આવી. તેનું દિલ તેમજ ઘર વિશાળ હતાં. ઘર બાળકોના

કિલબિલાટથી ઉભરાઈ ગયું. માનવ નાના બાળકને આવીને રમાડતો અને

પછી પોતાના રૂમમાં જતો રહેતો. તેને ઘણીવાર અવાજ ગમતો નહી.

મહેક થોડા દિવસની મહેમાન હતી એટલે કાંઈ ન બોલવાનું ઉચિત માન્યું.

ઘરમાં આવેલા મનગમતા મહેમાન થોડી તકલિફ આપે તો પણ પ્યારા લાગે.

આજે રવીવાર હતો. છેલ્લા બે દિવસથી મિટિંગમાં ખૂબ બિઝી હોવાને કારણે

આજે માનવને આરામ કરવો હતો. રાતે ડીનર પર જવાનો પ્લાન હતો.  મહેક

અને માનસી મેસીઝમાં શોપિંગ કરવા ગયા હતાં. નેની હતી પણ અચાનક,

એક સાથે બન્ને બાળકો રડવા લાગ્યા. નેની બેઉને સાચવવા અશક્તિમાન

હતી.હવે નાનું બાળક કહીને તો ન રડે!

ઘરે હોય એટલે  કામ માનવને છોડે નહી. ઓફિસનું કામ કરતો માનવ ત્યાં

આવી પહોંચ્યો. નેનીએ રિકવેસ્ટ કરી, ‘ કેન યુ હોલ્ડ વન ચાઈલ્ડ, આઈ

વિલ ગો એન્ડ બ્રિંગ સમ મિલ્ક ફોર બોથ ઓફ ધેમ’.

માનવની હાલત કફોડી થઈ, પણ ના ન પાડી શક્યો. તેના હાથમાં બેબી

બોય હતો. નેની બેબી ગર્લને લઈને કિચનમાં  ગઈ. દિવસ દરમ્યાન કોટનનું

ડાઈપર પહેરાવ્યું હતું. અચાનક  માનવના હાથમાં સોંપેલા બાળકે પીપી કરી.

માનવનું પેન્ટ ભીનું થયું.  તેનો ગુસ્સો ગયો. કોને ખબર કેમ, તેનું વિચિત્ર મોઢું

જોઈ હાથમાંનું બાળક કિલકિલાટ કરતું હસવા લાગ્યું. માનવે આંખો કાઢી.

તેમ તે જોરથી હસી રહ્યું. માનવનો ગુસ્સો ઉતરી ગયો. તે પણ બાળક સાથે

હાસ્યમાં જોડાયો. માનવનું હસવું માતું ન હતું. બાળકે પી કરી તેનું પાટલુન

ભીનું કર્યું હતું.

નેની ગભરાઈને કિચનમાંથી આવી. તે પણ આ દ્રૂશ્ય જોઈને આભી થઈ ગઈ.

તેને ખબર હતી, માનવને નાના બાળકો ગમતા નથી.

‘આર યુ ઓ.ક. મિસ્ટર શાહ’ ? કહીને ગભરાતાં ગભરાતાં બોલી. તેના હાથની

બાળકી શાંત થઈ ગઈ હતી.

‘યસ આઈ એમ ફાઈન’.

નેની એ નાની બાળકીને ક્રીબમાં મૂકી દૂધની બોટલ આપી.

‘લેટ મી હેવ હિમ ,આઈ વિલ ચેન્જ ધ ડાઈપર’.

માનવે પહેલી વાર બાળકને ગાલે ચૂમી આપી અને નેનીને  બાળક આપ્યું.

‘ચેન્જ હિમ અન્ડ ગિવ મી બેક, આઈ વિલ ફીડ હિમ.’ નેની તો આ વાક્ય સાંભળીને

સડક થઈ ગઈ.

નેની તેનું ડાઈપર બદલવા લઈ ગઈ. સાફ કરીને મિલ્કની બોટલ તેને પણ આપી.

માનવ પ્રેમથી તેને દૂધ પિવડાવી રહ્યો. જ્યારે તે સૂઈ ગયો ત્યારે માનવે ફોન કરી

માનસી અને મહેકને ઘરે તરત આવી જવા જણાવ્યું. માનસી ખૂબ ગભરાયેલી હતી.

મહેકને કહે, ‘નક્કી નેનીએ કાંઈક લોચો માર્યો હશે. માનવને ગુસ્સો આવ્યો હશે તો

તેને ઠંડો પાડતાં મને વાર લાગશે. મહેક, તું ઘરે જઈને બાળકો પાસે રૂમમાં જતી રહેજે,

હું એને સાચવી લઈશ. ‘

મહેકને ખબર હતી જીજુને બાળકો ગમતા નથી.

બન્ને ઘરે આવ્યા. ઘરમાં આવતાની સાથે, ‘મહેક આ જો તારા પ્રિન્સના પરાક્રમ, રડતો

હતો, નેનીએ મને સાચવવા આપ્યો.’

માનસી અધિરાઈથી બોલી,’તને બહુ તકલિફ આપી, સોરી માન’.

માનવના હાથમાં બેબી બોય  જોઈ આભી થઈ ગઈ.

માનસી માનવને માન કહેતી.

‘અરે માનુ, આખી વાત તો સાંભળ એ નટખટે મારું પેન્ટ ભીનું કર્યું. કહી માનસીનો

હાથ પકડી તેને ભીનાનો અનુભવ કરાવ્યો.

માનસી ખૂબ ડરી ગઈ, ‘માન, કાલે તારું પેન્ટ ડ્રાયક્લિનિંગમાં હું આપી આવીશ’.

‘માનસી, ખબરદાર છે એ પેન્ટ ધોવડાવ્યું છે તો. એણે તો મારામાં સ્પંદનો જગાવ્યા.

બસ હવે .  “તું અને હું. હું અને તું.”

માનસી માનવમાં આવેલા પરિવર્તનના ઓળા ઓળખી ગઈ.

2 thoughts on ““બસ એક “

  1. પ્રકૃતિની પ્રેરણાના પ્રસાદ તરીકે જાગી ઊઠેલાં માનવસ્પંદનોનો એક બીજો આયામ એટલે માનવીય સંબંધો અને માનવીય ભૂમિકા પરના સંબંધો. સ્પંદનોની આ માનવીય ભૂમિકા શરૂ થાય છે બાળપણથી. બાળક તરીકેની સ્મૃતિઓ આપણા હૃદયમાં કેટલાં સ્પંદનો જગાવે છે. બાળપણના મિત્રો અને તેની યાદો કંઈ કેટલાયે દિલોમાં સ્પંદનો જગાવે છે. ‘વો કાગઝ કી કશ્તી વો બારિશ કા પાની’ સાંભળતાં જ કંઈ કેટલી યે આંખોમાંથી શ્રાવણ ભાદરવાના આંસુ વહે પણ આ સ્પંદનો-‘એ પેન્ટ ધોવડાવ્યું છે તો. એણે તો મારામાં સ્પંદનો જગાવ્યા’
    અણધાર્યો અંત
    ધન્યવાદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: