જાન બચાવ્યા !

lady

રોહિત ઘરે આવી પહોંચ્યો, ત્યારે તેની આંખો કહ્યું માનતી ન હતી.

ઘરના ડ્રાઈવ વે માં પોલિસની ગાડી ઉભી હતી . માંડ માંડ પોતાની

જાત પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો. મગજ દોડવા માંડ્યું,

‘શું મારી વહાલી મમ્મીને કાંઈ થયું ? રોહિતની મમ્મી ગામથી થોડા

વખત પહેલાં જ ગામથી આવી હતી. પાંચ વર્ષ પછી ઘરમાં બીજા

બાળકના આવવાની તૈયારી હતી. ‘ખૂબ ગભરાઈ ગયો. તેનું દિમાગ

શૂન્ય થઈ ગયું.

” પોલિસની ગાડી અને તે પણ પોતાના ઘરની બહાર” ?

ગરાજમાંથી ઘરમાં આવ્યો. દૃશ્ય જોઈને આંખો માની ન શકી. આજે

કામ વહેલું પત્યં હતું એટલે ઘરે વહેલો આવ્યો હતો. રાજ હજુ શાળાની

બસ આવી ન હતી, તેથી ઘરે આવ્યો ન હતો.

રોહિતની મમ્મી ખૂણામાં એકદમ ગભરાયેલી ઉભી હતી. રોમા જમીન

પર બેભાન હતી. એમ્બ્યુલન્સના આવવાની રાહ જોઈ રહ્યા હતા. રોહિતે

પોલિસની સામે જોયું.

એ લોકોને થયું , આ ઘરનો માલિક લાગે છે. કહ્યું કે’ ૯૧૧ ફોન કરીને અમને

બોલાવ્યા. તમારી પત્ની જમીન પર લપસી ગઈ હતી. તમારી માને ઈંગ્લીશ

આવડતું નથી. ખાલી ‘ ઈમરજ્નસી’ કહ્યું એટલે અમે આવ્યા’. પાંચ મિનિટમાં

એમ્બ્યુલન્સ આવી જશે.

હજુ તો વાત ચાલતી હતી ત્યાં દરવાજે ,પેરામિડિક્સ આવીને ઉભા હતા. અંદર

આવીને, રોમાને તપાસી ઇમરજન્સીમાં લઈ જવા રવાના થઈ. રોહિત પણ સિધો

તેની પાછળ જવા નિકળ્યો. માને ઘર સાચવવાનું કહી એમ્બ્યુલન્સની પાછળ ગયો.

ત્રણેક કલાકની ડોકટરોની મહેનત પછી રોમા ભાનમાં આવી. રોહિતને જોઈને

બોલી, ‘હું ક્યાં છું’? રોહિતે તેને શાંત રહેવાનૉ ઇશારો કર્યો. રોમા સમજીને ચૂપ રહી.

ડોક્ટરે એક દિવસ હોસ્પિટલમાં ચેક અપ કરવા રાખી. બીજે દિવસે ઘરે જતાં રસ્તામાં

રોમા બોલી, ‘શું થયું હતું મને’ ?

મને ખબર નથી, પણ હું બેદિવસ પહેલાં ઘરે આવ્યો ત્યારે આપણા ડ્રાઈવ વેમાં પોલિસની

ગાડી ઉભી હતી. તું ઘરમાં બેભાન હતી, એમ્બ્યુલન્સની રાહ જોતા હતા. બસ પછી તું

હોસ્પિટલ આવી, અને અત્યારે આપણે ઘરે જઈ રહ્યા છીએ.

રોમા વિચારી રહી. હાં, બપોરે મમ્મીની સાથે લંચ લેવા બેઠા હતાં. પાણી ભૂલી ગઈ હતી

તેથી લેવા ઉઠી, લઈને આવતા પગ લપસ્યો. ગ્લાસમાંથી પાણી ઢોળાયું અને ગ્લાસ ફૂટી

ગયા. મમ્મી બધું સાફ કરતા હતાં. અચાનક રોમાને જમીન પર જોઈ ‘૯૧૧’ ને ફોન કર્યો.

ખાસ કાંઇ સમજતાં નહી અને આવડતું પણ નહી.

બસ, ત્યાર પછી તું જાણે છે.

‘રોમા મનમાં ને મનમાં વિચારી રહી. ગામડાના છે, કહી રોહિતને માને જરા પણ ઈજ્જત

આપતી નહી. એને સાસુજીના વિચાર, આચાર અને દીદાર જોઈ શરમ આવતી. સાસુમા

ગામડાના અને રોમા, શહેરની આધુનિક યુવતિને ક્યાંથી આવી અણઘડ સાસુ ગમે ?

રોમાને પાંચ મહિના થયા હતા. સાસુમા બનાવતી એ ચીજો પ્રેમે આરોગતી. વિચાર ન

આવતો કે ખોટા વિચાર કરીશ તો બાળક પર સંસ્કાર કેવા પડશે ! રોહિતની માતા

મુંગા મોઢે કામ કરતી. અવહેલના ગણકારતી નહી. રોહિતે માને અમેરિકા બોલાવી,

એને વિશ્વાસ હતો મા ધીરે ધીરે બદલાશે. એ હમેશા સજાગ રહેતો અને માને સમજાવતો.

એટલે તો આજે ‘મા’એ ૯૧૧ ને ફોન કર્યો. ઈમરજન્સી જેવો શબ્દ બોલી ફોન મૂકી દીધો.

રોમા ની જીંદગી બચવાનું કારણ રોહિતની મા હતી !

માત્ર રોમાની નહી, તેના પેટમાં પોષાઈ રહેલા પારેવડાંની પણ ! રોમાને પોતાના વર્તન

બદલ ખૂબ અફસોસ થયો. કઈ રીતે રોહિતની માની માફી માગે. ગમે તેમ તો તે રોહિતની

મા હતી. એમ સમજીને પણ ઈજ્જત આપવી જોઈતી હતી.

ખેર, રોહિતની માને તો આમાં પોતે કોઈ પરાક્રમ કર્યું હોય એવું લાગ્યું ન હતું. રોહિતથી ન

રહેવાયું. રોમા અને રોહિત માને લઈને મંદીરે દર્શન કરવા ગયા. રોમા, રોહિત અને રોન માને

પગે લાગ્યા. રોમા એ માજીનો દિલથી આદર કર્યો. તેનું વર્તન કહી આપતું હતું કે તે ખરેખર

રોહિતની માને ચાહે છે. તેના મુખ પર પોતાનો તથા આવનાર બાળકનો જાન બચ્યાની ખુશી

તરવરી ઉઠી. રોહિતની માએ પ્રેમે રોમાનું કપાળ ચુબ્યું.

રોમાને આખરે ભાન થયું ‘સાસુ-મા’ પણ હોય છે. એ કોઈ જુદા ગ્રહનું પ્રાણી નથી ! જે વ્યક્તિ પતિને

વહાલી હોય તે પત્નીને કેમ ન હોય એ વાત મારે ગળે ઉતરતી નથી. ખેર, બન્ને જણા હેમખેમ છે.

જાણે અનજાણે રોહિતની માએ બે પ્રાણ ઉગાર્યા.

3 thoughts on “જાન બચાવ્યા !

  1. ખૂબ સરસ અંત વાંચી આનંદ થયો
    સાસુ-મા અંગે સંવેદનશીલ વાત કેટલીક જગ્યાએ જોવા મળે છે! તો કેટલી જગ્યાએ આનાથી ઉલટુ સાસુ-મા નવા જમાનાની વાત સમજાવી આનંદમા રાખવા પ્રયત્ન કરે છે કેટલીય છોકરીઓ તો લગ્ન પહેલા સાસુ સસરા માટે ગારબેજ કેન શબ્દ વાપરી શરત કરે કે મારા ઘરમા આવા કેન નહીં જોઇએ!
    તો હવે તો લીવ ઇન સામાન્ય થતુ જાય છે તો આગે આગે દેખ હોતા હૈ ક્યા?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: