
આજે અમલ ખૂબ ખુશ હતો. તેના જોડિયા ભાઈ ની પરીક્ષા હતી. મમ્મી અને
પપ્પા તેમના મિત્રની ૨૫ મી લગ્ન તિથી મનાવવા કૈનકુન ગયા હતા. આખા ઘરમાં
અમલા ભાઈ એકલા હતા. અજય પરીક્ષા પછી મિત્રો સાથે ગેલ્વેસ્ટન બે દિવસ
જવાનો હતો, મનમાં લડ્ડુ ફૂટતા હતા. શુક્રવારની સાંજ વિચારમાં ગાળી. મોડી રાતે
સાતેક મિત્રો ને પાર્ટી માટે આમંત્રણ આપી દીધું.
બે વર્ષ પહેલાં ૨૧મી વર્ષગાંઠ ધામધુમથી ઉજવી હતી. એટલે છાંટોપાણી કરવામાં
કોઈ બાધ ન હતો. અમલની મમ્મીના રાજમાં ઘરમાં ઘણું ગમતું ખાવાનું હોય. દરેકને
કહી દીધું શું લઈને આવવાનું છે. પપ્પાના બિયર પણ ઘરમાં હતા. અમલે પોતાની મિત્રને
બોલાવી. હવે આવી પાર્ટીની મજા માણવાનું કોણ ચૂકે ?
અમલને હતું દસેક જણા થશે. જવાની દિવાની હોય, દરેક મિત્ર પોતાની સાથે એક મિત્ર
લઈને આવ્યો. અમલ હવે મુંઝાય. ના પણ કેવી રીતે પડાય. ઘર મોટું મેનશન હતું. દરેકને
ખાસ ચેતવણી આપી કે ‘ફેમિલી રૂમ ‘ સિવાય ક્યાંય જવાનું નહી. કિચન અને ફેમિલી
રૂમ બાજુ બાજુમાં હતા.
જોરદાર સંગીત ચાલુ કર્યું. અમુક મિત્રોને અમલ ઓળખતો પણ ન હતો. મિત્રના મિત્ર
બધાની સાથે ઓછો સંબંધ હોય ? ખેર હવે પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી. ન
બોલવામાં માલ હતો.
મોડે સુધી બધા ખાધું અને પીધું. પછી તો છોકરીઓ પણ હતી એટલે નૃત્યનો કાર્યક્રમ લાંબો
ચાલ્યો. ઓચિંતો અમલના પપ્પાનો ફોન આવ્યો.
ફોનમાં અવાજ સાંભળીને, ‘બેટા શું ચાલે છે’?
‘પપ્પા મારા મિત્રો આવ્યા છે. ‘
‘બહુ ધમાલ નહી કરતા’.
‘સારું પપ્પા’.
રાતના બે વાગ્યા, અજાણ્યા મિત્ર ચાલી ગયા, જાણીતા રાત રહેવાના હતા. અચાનક ત્રણેક
જણા પાછા આવ્યા. અમલ તો બેભાન હાલતમાં હતો. સવારે ઉઠીને બધા એક પછી એક વિદાય
થઈ ગયા.
અમલ બે કપ કડક બ્લેક કોફી પીધી ત્યારે હોશમાં આવ્યો. ઘરની હાલત જોઈને હેરાન થઈ ગયો.
બે ખાસ મિત્રો હતા તેમણે છેલ્લે સુધી મદદ કરી. અચાનક અમલ નું ધ્યાન ગયું, પપ્પાનું ‘લેપ ટોપ’
અને ‘આઈ પેડ’ ગુમ થયેલા લાગ્યા.
અમલના મિત્રો કહે ,’કોને ખબર કોણ લઈ ગયું હશે’?
અમલ બધાને ઓળખતો પણ ન હતો. ખૂબ ગભરાયો. હવે તો એકલા પપ્પા નહી, મમ્મી પણ વઢશે.
બે દિવસ પછી પપ્પા અને મમ્મી આવ્યા. અમલે વાત કરી. પપ્પા શાણા અને સમજુ હતા.
અમલને કહે, આપણા ઘરમાં , સી.સી. કેમેરા છે’. જેણે ચોરી કરી હશે તે પકડાશે. ‘
અમલ કહે, ‘પપ્પા તમને અમારી ધમાલ ન દેખાય એટલે મેં સી સી કેમેરા બંધ રાખ્યો હતો.’
પપ્પા હસીને કહે , ‘તારા મિત્રો ને ક્યાં ખબર છે’ કેમેરા બંધ હતો”.
અમલ સમજી ગયો. મિત્રોને “ગ્રુપ ચેટ’ કર્યું, ‘શનીવારની પાર્ટીમાં આવેલા સહુને જણાવવાનું કે
મારા ઘરમાંથી લેપ ટોપ અને આઈ પેડ ચોરાયા છે. ઘરમાં સી. સી. કેમેરા છે. જો અમે પકડશું તો
પોલીસ જણાવીશું. કાલ સવાર સુધીમાં પાછું મૂકી જજો. ‘
બરાબર સવારે અમલના પપ્પા એ બારણું ખોલ્યું તો નજર માની ન શકે એવું દૃશ્ય જોયું.
લેપ ટોપ અને આઈ પેડ બન્ને સુંદર બેગમાં કોઈ મૂકી ગયું હતું. .
‘લેપ ટોપ અને આઈ પેડ બન્ને સુંદર બેગમાં કોઈ મૂકી ગયું હતું. .’
વાહ ! અણકલ્પ્યો અંત !!
નવા જમાનામા કોઇ ન જાણે તેવો ગુપ્ત સી. સી. કેમેરા પણ મુકવો જરુરી અને હવે રીમોટ થી પણ જોઇ શકો છો!
Very nice. Liked it
ખરેખર મઝા આવી! ચોરને પકડવાનો આઈડીયા સરસ છે!