માફી મળશે

change

રોજ ઝરૂખામાં બેસવાની સુંદર આદત આજે પણ ચાલુ છે. ઝરૂખામાં બેસીને બહારની દુનિયાને નિહાળતાં ક્યારે ભીતરમાં સરી જવાય તેનો ખ્યાલ નથી રહેતો. બાળપણના એ દિવસો હતા રોજ અરબી સમુદ્રના મોજાં નિહાળતી. તેનો સુંદર અવાજ મને કર્ણપ્રિય હતો. પૂનમની રાતના તેના ઘૂઘવતાં મોજાનો અવાજ કાન ને સુરીલો લાગતો. અમાસની રાત નિરવ શાંતિ માં ખોવાઈ જતી. સમયનું ભાન પણ ન રહેતું. આમને આમ દિવસો, મહિના અને વર્ષોના વહાણા વાઈ ગયા.

આજે જીવનના સંધ્યા ટાણે બેસું ઝરૂખામાં અને અંદર ઉતરી તલાશ કરું . આ ઘુઘવાટ હવે શાંતિ માં પરિણમ્યો છે. બસ કેવી રીતે સમાજ ઉપયોગી કાર્ય કરું, તેના વિચારોમાં ખોવાઈ જઉં છું. એકાંત સાથે ગાઢ મૈત્રી નો અનુભવ કરું છું. ભીડમાં ખોવાઈ જાઉં છું. જીવનના દરેક તબક્કા દરમિયાન જુદા જુદા અનુભવ માંથી પસાર થવાનો  લહાવો માણ્યો છે. જીવનસાથી નો સંગ મધદરિયે ગુમાવ્યો છતાં વિયોગના આઘાતમાંથી બહાર આવી જીવન સફળ કરવાનો નિર્ધાર કર્યો.  પ્રેમાળ બાળકોની પ્રગતિ જોઈ સંતોષની લાગણી અનુભવતા.

‘બેટા તું નોકરી પર જા. હું છું ને ઘરમાં પછી શાની ચિંતા કરે છે?’ અનિતા બોલી રહી. નિવૃત્તિમાં પ્રવૃત્તિ મય જીવન ફાવી ગયું હતું. હવે  ન નોકરીએ જવાનું ધમાલ કે ન કોઈના લંચ બોક્સ તૈયાર કરવાના. ઘરમાંથી બધા આઠ પહેલા વિદાય થઈ જાય. પછી નિરાંતે ચા બનાવે અને છાપું લઈને વાંચવા બેસે. રોજ ‘સુડોકુ’ સોલ્વ કરવાનું. જમ્બલ વર્ડસ બનાવવાના. ખૂબ ગમતું દિમાગી કસરત મળે એ નફામાં. અચાનક વિચાર સ્ફૂર્યો ૨૧મી સદીમાં માનવી ‘પૈસાને’ આટલું બધું મહત્વ કેમ આપતો હશે? હા,તે જીવન જરૂરિયાતની વસ્તુ છે ! તેમાં  શંકાને સ્થાન નથી ?

કિંતુ સારા ચારિત્ર સમાન કોઈ પવિત્ર ધન નથી. માણસ પૈસા થી ધનવાન કહેવાય તેના જેવી કોઈ કરુણતા નથી. જે દિવસે પૈસા માનવને માપવાનું બેરોમિટર ગણાશે તે દિવસે આ ધરા પર અમાસના અંધારા છવાશે. મહાપુરુષો, ઋષિઓ તેમના ચારિત્રની શોભાયમાન છે. જેને કારણે સદીઓ અને યુગો પછી પણ તેઓ પંકાય છે.

પૈસો યા લક્ષ્મી ચંચળ છે. તેને પામવા યા ગુમાવવી આસાન છે. પૈસા વગરના માનવ કંગાલ નથી ગણાતો.ચારિત્ર વગરનું માનવની કશી કિંમત નથી. ચારિત્ર કોઈ પણ ભોગે સુરક્ષિત હોવું જોઈએ. ચારિત્ર હીન માનવ ભલેને પૈસામાં આળોટતો હશે તો પણ તેની કશી કિંમત નહી હોય. સામાન્ય માનવ, તેની પાસે સવારે ખાધા પછી રાત્રે મળશે કે નહીં એવો પ્રશ્ન ઉભો હોય છતાં તે જો ચારિત્રવાન હશે તો આદર પામશે. પૈસો સર્વસ્વ છે એ વિચાર અસ્થાને છે. ધનવાનો ખુલ્લે આમ જાણતા હોય છે કે ‘આ હું નથી બોલતો તમારો પૈસો બોલે છે !’તેમને આદર અને સન્માન માત્ર સ્વાર્થ સાધવા પૂરતા હોય છે. સ્વાર્થ સર્યો અને ‘હું કોણ તું કોણ ‘જેવા હાલ થાય છે. જો પૈસા સાથે ચારિત્રનું બળ હોય તો ‘સોનામાં સુગંધ’ જેવું લાગે. જે દિવસે પૈસાથી માનવીની કિંમત અંકાશે ત્યારે એ સમાજ ક્યાં જઈને અટકશે એ ગહન પ્રશ્ન છે !

પૈસાથી બધું ખરીદી શકાય ? ઉંઘ અને શાંતિ પૈસો કદી મેળવી નહીં આપે ! ચારિત્રની  વાત બહુ દૂર રહી. મનુષ્ય પ્રયત્ન દ્વારા કેળવેલી સજાગ વૃત્તિથી ચારિત્રનું રક્ષણ કરવું. પૈસો તો હાથનો મેલ છે. ક્યારે છે, ક્યારે વિદાય થશે તેની કોઈને ખબર નથી. માનવ ગુમાવેલા પૈસા મેળવવા શક્તિમાન છે. જેના ચારિત્ર અનીતિના પૈસા કમાવામાં શિથિલ થાય છે તેનું પતન નિશ્ચિત છે. તેનું રક્ષણ કરવા પ્રયત્ન રહેવું જરૂરી છે. પૈસો તો આજે છે ને કાલે નથી. જે ગુમાવ્યા પછી પાછો મેળવી શકાય. પૈસો ગુમાવવાથી આદર અને સન્માન ખોવાતા નથી. કિંતુ ચારિત્ર શિથિલ થાય પછી આદર સન્માન પાછું મેળવવું મુશકેલ છે. માનવનું પતન તેનાથી સંભવિત બને તે હકીકત છે. ‘યેન કેન પ્રકારેણ’ કદાચ માનવી પૈસો પ્રાપ્ત કરી શકે. સ્વ ચારિત્ર નું રક્ષણ અને સદાબહાર ઈજ્જત અને આદર આપવા સમર્થ છે. પૈસાની ઝાકમઝોળ તેને સ્પર્શી શકતા નથી.

ભૌતિકવાદનો આજનો યુગ, કદાચ આ વાત કાન ને સ્પર્શી ન શકે. અંતરાત્માનો અવાજ અવગણવો શક્ય નથી. પસીના નો રોટલો રળી ખાનાર આરામથી હાથ નું ઓશીકું બનાવી નસકોરાં બોલાવી શકે છે. જ્યારે અનિતીથી કે ગદ્દારીથી મેળવેલા પૈસા પાત્ર વ્યક્તિ, ૪૦ હજારના પલંગમાં શિમળાના રૂની તળાઇ પર આળોટવા માં પસાર કરે છે. નિંદર તેનાથી જોજન દૂર ભાગે છે.

યાદ આવે છે એક ભાઈની જુવાન દીકરીથી રસ્તા પર અકસ્માત થયો .  પૈસાપાત્ર હતા. નવી નવી ગાડી ચલાવતા શીખી હતી. રાતનો સમય હતો. રસ્તા પર ટ્રાફિક થોડો ઓછો હતો. દીકરીને થયું પપ્પા બાજુમાં છે, રાતનો સમય છે. પૂછી જોઉં પ્રેક્ટિસ કરવા માટે અનૂકુળ સમય હતો.

‘પપ્પા હું ગાડી ઘર સુધી ચલાવું’?

‘સાચવીને ચલાવો’?

‘હા, પપ્પા’.

પપ્પાને થયું થોડી પ્રેક્ટિસ થશે. ભલેને ચલાવતી, હું બાજુમાં બેઠો છું.

દીકરી જરા વધારે પડતી ખુશ થઈ.  કોઈ ગરીબ નો જાન ગયો. અંધારામાં ફૂટપાથ પર સૂતેલી વ્યક્તિ હતી ન હતી થઈ ગઈ.  પછી તો પાંદડા ની માફક કાંપતી હતી. પપ્પા પોલીસ આવે ત્યાં સુધી સંભાળી. રહ્યા. રાતના કોઈ બેઘર રસ્તા પર સૂતો હતો. લોકોનું ટોળું ભેગું થાય એ પહેલાં પોલીસે પૈસા આપી, દીકરીને બચાવી ભાગી છૂટ્યા. સવારે એ લત્તામાં ચાલતા ગયા. કાન બધી વાતો સાંભળતાં હતાં.  એ જુવાન ગામથી મુંબઈ કમાવવા આવ્યો હતો., મુંબઈમાં રોટલો રળવા. તેના માતા અને પિતાનો ‘ચિરાગ’ કાયમ માટે ઓલવાઈ ગયો. તેને ખૂબ દુઃખ થયું. અજાણ્યા રાહી બની, આજુબાજુ વાળા માણસો પાસેથી બધી વાત જાણી. તકલીફ જરૂર થઈ. ચેન પામવા માટે તેની બધી વિગતો ભેગી કરી. દીકરી ખૂબ ગભરાઈ ગઈ હતી. ‘પપ્પા’ આપણે શું કરીએ? તમે ભલે હાલમાં  બચાવી! મારું દિલ ડંખે છે’. મને ચેન પડતું નથી! આ મારાથી શું થઈ ગયું?’

‘બેટા, તું ધીરજ ધર. આ કૃત્ય તે જાણી જોઈને કર્યું નથી.’ જરૂર કોઈ રસ્તો શોધી તારા મનને મનાવીશ.. તારા મનને કાબુમાં રાખો, મારા પપ્પા મને સહાય કરશે.’ આખરે એ શેઠ તે યુવાન ની બધી વિગતો એકઠી કરી. દીકરીને જણાવ્યું. દીકરી સાથે આવવાનો આગ્રહ સેવ્યો. પપ્પા પોતાની દીકરીને નારાજ કરવા નહોતા માગતા. બાપ દીકરી  તે જુવાન ના ગામમાં જઈ તેના માલિક તરીકે ઓળખાણ આપી. ૧૫ લાખ રૂપિયા આપી આવ્યા. જુવાન ના માતા અને પિતા, ઉદાર દિલે અકસ્માત કરનારને માફ કર્યા. તેને ખબર હતી દીકરો તો ગયો પણ જ્યાં નોકરી કરતો હતો એ શેઠ આવીને હાથ ઝાલ્યો. એ માતા પિતાને તે જણાવી ન શક્યા કે ‘તે કારણભૂત હતાં’! ઈશ્વરને મનમાં ને મનમાં પ્રાર્થના કરી,  હે પ્રભુ ક્ષમા કરજો , આ વાત બતાવી નહીં શકાય’!

આજે એ શેઠને અને તેની દીકરીને ગામ થી પાછા આવતા ગાડીમાં બેઠાં બેઠાં ઊંઘ આવી ગઈ ! જુવાન દીકરી ના  મુખ પર શાંતિ વર્તાતી હતી. તેને પસ્તાવો ઘણો થયો હતો. એવું કૃત્ય થઈ ગયું હતું જે ભૂલવા મથીએ તો પણ ન ભૂલાય. તે અજાણ્યા યુવાન ના માતા અને પિતા એ અકસ્માત કરનાર નો ગુનો માફ કર્યો હતો.  ગયેલો પુત્ર કોઈપણ કિંમતે પાછો આવવાનો ન હતો. એમ મન મનાવવું રહ્યું કે ‘મોત વિધાતાએ એ પ્રમાણે લખ્યું હશે !’

*************************************************************************************************


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: