
હે મારે જાવું છે મેળે બેસવા ચગડોળે
*
પેલો સાંવરિયો મારો રિસાઈ ગયો
**
બુઢ્ઢીના વાળ ખાવાને ચવાણું ફાકવું
સાવરિયા સંગે હાથ ઝાલી ફરવું
મેળા મંહી મસ્તીમાં મહાલવું
**
હે મારે જાવું છે મેળે બેસવા ચગડોળે
પેલો સાંવરિયો મારો રિસાઈ ગયો
**
ચ ર ર ચ ર ર પેલું ફરે ચગડોળ
સાંવરિયા સંગે દિલ ડામા ડોળ
મેળા મંહી હું કરું કલશોર
*
હે મારે જાવું છે મેળે, બેસવા ચગડોળે
પેલો સાંવરિયો મારો રિસાઈ ગયો
**
કર્યું કૌતુક સાંવરિયો રિઝાયો
માથે છે સાફોને કેડે ગમતું કેડિયું
હાથમાં હાથ ઝાલી હડી કાઢિયું
*
હે પેલો સાંવરિયો મારો રિઝાઈ ગયો
**
મને લઈને હાલ્યો મેળે
બેસાડવા ચગડોળે
મારો સાંવરિયો લાગે રૂડો
મીઠી વાણીથી પ્રેમે તરબોળે
ઓલો સાંવરિયો મારો રિઝાઈ ગયો
ખૂબ સ રસ મેળા અંગે કાવ્ય.
અહીં અમેરીકામા પણ મેળા ભરાય પણ ભારતના મેળામા કુંભમૅળો અને ગુજરાતના મેળા તો સદા યાદ રહે
આજકાલ શહેરોમાં વસતા ભૂલકાં ઓ કદાચ પારંપરિક મેળાઓ માં ના જઈ શક્યા હોય પણ બાકી પાછલા દશકા ના બધાજ લોકો મેળાથી જોડાયેલા હોય છે . મેળો સહુના જીવનમાં સંભરણા લઈને આવે છે.ગુજરાત માં લોકસંસ્કતિનું હંમેશા આગવું મહત્વ રહ્યું છે તેથી જ અહી પ્રાચીન કાળ થી અલગ અલગ પ્રસંગ અને સમય પર મેળાઓ થતાં રહ્યા છે.
આ કાવ્ય માણતા પડઘાય
કમલ બારોટનોનો સ્વર
મન મળે ત્યાં મેળો મનવા
મન મળે ત્યાં મેળો રે મનવા, મન મળે ત્યાં મેળો
મન હસે તો સુખની હેલી નહીં તો દુઃખનો દરિયો
મનડું હોય ઉદાસી ત્યારે મરુભોમશું લાગે
ફૂલ ખુશીના ખીલી રહે તો નંદનવનશું લાગે
ધરતી ઉપર સ્વર્ગ રચી દે મનનો આનંદમેળો
મન મળે ત્યાં મેળો રે મનવા, મન મળે ત્યાં મેળો
મનમાં રામ વસ્યો છે મનવા, મનમાં છે ઘનશ્યામ
મંદિર જેવું મન રહે તો મનમાં તીરથધામ
મનડા કેરો રામ રિઝે તો પાર જીવનનો બેડો
મન મળે ત્યાં મેળો રે મનવા, મન મળે ત્યાં મેળો
ભાતીગળ સંસ્કૃતિ નું સંભારણું એટલે મેળો