ગુજરાત હિંદનો છે એક ભાગ
જય હિંદ જય હિંદ બોલો સાથ

હા, હું ગુજરાતણ જન્મી મુંબઈમાં મોટી થઈ, પરણી અને અમેરિકા આવી. સાચું પૂછો તો અમદાવાદ યા ગુજરાતમાં કોઈ કહી શકાય અથવા જેને ત્યાં રહી શકાય એવા એક પણ ગુજરાતીને ઓળખતી નથી. કદાચ આમાં અતિશયોક્તિ લાગશે. હા, ગયે વર્ષે પહેલીવાર અમદાવાદ ગઈ, રહી અને મિત્રો પામી.
ખેર વાત આજે ગુજરાતીની છે. પછી તે ભાઈ હોય કે બહેન. આપણને સહુને ખબર છે ,જો આપણું કોઈ સહુથી વધારે અહિત કરી શકે એવું જો કોઈ હોય તો તે નજીકના સાગાં યા કુટુંબીજનો. કારણ ખુલ્લું છે, તેમને આપણી જીંદગીની રજેરજ ખબર છે. તેવી રીતે ગુજરાતીઓનું જો સહુથી કોઈ ખરાબ કરી શકે તેમ હોય તો તે ‘બીજો ગુજરાતી’ જ છે. તેમાં શંકાને સ્થાન નથી.
હૉટલમાં ચા મંગાવવાની આદત કોલેજ કાળથી છે. વિલ્સનમાં ભણતી ત્યારે ખાસ ‘દરિયા વિહારમાં’ મસાલા ચાય પીવા જતાં. અને જો ખૂબ આનંદમાં હોઈએ ત્યારે ચર્ચગેટ પર “રેશમ ભવન ટી હાઉસમાં’ શું ભવ્ય રેસ્ટોરન્ટ હતી. આજે છે કે નહી તે ખબર નથી આ તો ૧૯૬૧ થી ૧૯૬૫ સુધીની વાત છે.
માખીવાળો ટૂચકો અત્યાર સુધીમાં ત્રણેક વાર વાંચ્યો છે પણ ભલા ભાઈ અડધી ચા મંગાવવાળા અમદાવાદીઓ પણ આટલી હદ સુધી નીચે નથી ઉતર્યા. જો માખી ચાના કપમાં હોય તો નથી લાગતું એ ચા કોઈ પણ પી શકે ? ગુજરાતીઓ વેપારી છે. વેપલો એ તેમનો “મોટો ગુણ ” છે. હા, ‘યેન કેન પ્રકારેણ કમાતાં અંગુઠા છાપ લોકો’, તેને બદનામ કરે છે. તેથી કાંઇ સમસ્ત ગુજરાતી પ્રજાને દોષ ન દેવાય.
હસતાં મોઢા જેવો જેનો દેખાવ છે, ‘એ ગુજરાત હિંદનો’ ખૂબ સુંદર પ્રાંત છે. ગુજરાતણ જ્યારે ગુજરાતી સાડી પહેરીને ગરબે ઘુમતી હોય ત્યારે તો ઈંદ્રની અપ્સરા પણ ઝાંખી પડી જાય, ખરું પૂછો તો ભારત દેશના કોઈ પણ પ્રાંતની સ્ત્રી તેના પ્રદેશને આગવી રીતે રજૂ કરવાની ક્ષમતા ધરાવે છે.
‘પૈસો” કોને વહાલો નથી ? પૈસો સર્વસ્વ નથી, પણ જીવનની સહુથી અગત્યની જો કોઈ પણ ચીજ હોય તો તે પૈસો છે એમાં બે મત પણ નથી. જેને અંગ્રેજી ગળથૂથીમાં મળ્યું હોય એવા લોકોને બાદ કરતાં જેઓ આપમેળે આગળ આવી શિખ્યા હોય અને ભૂલ કરે તો તેમાં વાંધો શો છે? તમને ખબર છે, અમેરિકનો આપણા પર ફિદા છે કે,’ તમારી ભાષા ઈંગ્લીશ નથી છતાં તમે આવું સુંદર બોલી સામેવાળાને સમજાવી શકો છો”? વાત વાતમાં અંગ્રેજી શબ્દો ઘુસાડી બન્ને ભાષાનો કચરો કરવો એ અભણ કરતાં ભણેલાં વધુ કરે છે.
એને ગુજરાતી કહેવાય ,જે વિષુવવૃત્ત પર રહેનારને “હીટર” વેચી શકે અને અલાસ્કામાં રહેનારને રેફ્રિજરેટર. હવે આનાથી વધારે સારું કોઈ પણ ગુજરાતિ માટે શું કહી શકાય. ગુજરાતમાં જન્મેલો, ‘નર્મદ’ અને નરસિંહ મહેતા આજે પણ સહુને યાદ છે.” યા હોમ હરીને પડો ફત્તેહ છે આગે’. ‘વા વાયાને વાદળ ઉમટ્યાં’.
નવા નવા માસિક શરૂ કરશે ગુજરાતીમાં અને નામ હશે ઈંગ્લીશમાં. કેમ તેની સાથે વાંધો નથી લેતાં ? ચિત્રલેખા, ઝગમગ, સંદેશ, જન્મભૂમી નામો યાદ છે? હવે ફિલિંગ્સ અને બ્રેઈન ગેમ રખાય છે. ગુજરાતીઓ કોઈ પણ જાતનું ખાણું બનાવી શકે છે એ તેમને વરેલી કળા છે. તમે નહી માનો, અમેરિકનો, મેક્સીકનો અરે ચાઈનિઝ પણ હવે આપણા મસાલાવાળું ખાતાં થઈ ગયા છે.
હજુ ગઈ રાતની જ વાત છે, મારી અમેરિકન બહેનપણીની ભાણેજ મારી સાથે ફેસ ટાઈમ કરીને એક વર્ષના બાળકને શું ખવડાવી શકાય તે પૂછતી હતી. જ્યારે તેને મગની દાળ સુપ બનાવીને પિવડાવવાનું કહ્યું તો ખુશ થઈ ગઈ. મગને પણ ચડાવીને સુપની જેમ પિવડાવવાનું કહ્યું તો થેન્ક્યુ નો વરસાદ વરસાવ્યો. આપણામાં રહેલી આવડત વિષે ગર્વ અનુભવો. કહેવાય છે” જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત”. હા, જો તમે તમારી જાતને નીચી સાબિત કરશો તો તેમાં તમારો વાંક છે. જે છો તે ઉન્નત મસ્તકે સ્વિકારો.
તમે નહી માનો, આપણા જ બાળકો પોતાના માતા અને પિતાની મશ્કરી કરતાં જોયા છે. તેઓ ભૂલી જાય છે ખાલી ગજવે અમેરિકા આવેલા માતા અને પિતાએ તેમને ભણાવ્યા. અગવડ સહન કરી. કુપન વાપરી તમને આજે આ સ્થળે પહોંચાડ્યા છે. તેમનો ઉપકાર માનો. તેમને ઈજ્જત અને આદર આપો. તમે તમારા પરિવાર સાથે જલસા કરો છો, તેના પાયામાં તેમની મહેનત અને પસીનાની કમાઇ છે. બાકી ભણ્યા એટલે આ દેશમાં પૈસા કમાવા એ તો ડાબા હાથનો ખેલ છે. એ પૈસાથી કેટલા જીવોનો ઉદ્ધાર કરો છો એ અગત્યનું છે.
જે ગુજરાતીઓ ગૌરવભેર જીવતાં નથી તેમને માટે કસરત પાનના ગલ્લાં સુધી ચાલવું અને ફટફટિયા પર ચાર જણાની સવારી કરી તોફાન કરવું. ગાલમાં પાન પરાગનો ડૂચો મારવો. તેમને શિક્ષણ શું મળ્યું છે. તેમની દોટ અને પહોંચ કેટલી. આ તો પેલાં ડોશીમાં જેવું થયું.
“મારા ચંપકને ત્યાં હંસા અને ચંપકની ચકલી જુદી”. ડોશીમા જન્મ ધરીને રાજપીપળાની બહાર ગયા ન હતાં. તેમનો દીકરો પરદેશ ગયો, માને બોલાવી. માને ‘એચ’ અને ‘સી’ અક્ષર વાંચતાં ક્યાંકથી આવડ્યું હતું.
ગુજરાતીઓની ઠેકડી ન ઉડાડો. જેમની માતાને કોઈ જાતનું શિક્ષણ નથી મળ્યું, જેમના પિતા પૈસા કમાવામાં મશગુલ એમના બાળકોને આપમેળે આગળ આવતાં કોઈ રોકી ન શકે. તમે નહી માનો આપણા બાળકો હવે અમેરિકનોને પરણે છે. જે સાવ સામાન્ય બનાવો છે. નોંધનિય તો એ છે કે તેમના બાળકો પણ થેપલાં , છુંદો અને ઢોકળા પ્રેમથી ખાય છે. તમે કહો એટલાની શરત લગાવું જો કોઈ પણ ચાઈનિઝ, અમેરિકન કે બ્રિટિશર એમ કહે, તમારા સમોસા અને બટાટાવડા અમને નથી ભાવતાં, તો તમે કહો એ હારી જવા તૈયાર છું.
એક ગુજરાતી ગાડીના અકસ્માતમાં મરી ગયો. હવે તેનું મરણ અકાળે થયું હતું. ચિત્રગુપ્તના ચોપડામાં તેનું નામ દાખલ થયું ન હતું. સ્વર્ગ કે નરક બન્ને જણા વચ્ચે ઝઘડો થયો. ‘અમારી પાસ એની જિંદગીનો હિસાબ નથી ,અમે તેને સ્વિકારવા તૈયાર નથી ‘. પેલો ગુજરાતી મુખ પર હાસ્ય ફેલાવી રહ્યો હતો. યમ રાજાનો ગુસ્સો ગયો. ‘તને હસવું આવે છે’.
‘હા’.
અરે પાગલ અમારું કામ ખોરંભાય છે’ !
‘તેમાં મારો વાંક’!
‘ના, તારો વાંક નહી પણ આ ગંભિર કોયડો સુલઝાવવો કેવી રીતે ‘?
‘હું ઉપાય બતાવું’ ?
‘તું શું ઉપાય બતાવવાનો? જરા પૃથ્વી પર જો તારી બૈરી અને બાળકો રડે છે. તારા માતા અને પિતા તારા વગર ઝુરે છે. ‘ ‘હવે હું અંહી આવી ગયો, મને કોઈ ફરક પડતો નથી. મારા વિમાના અઢળક નાણા આવશે એટલે બધું થાળે પડી જશે.’
યમરાજાને લાગ્યું આ બીજા બધા કરતા થોડો જુદો છે.ધીરે રહીને બોલ્યા,’ શું ઉપાય છે’.
પેલો ગુજરાતી કહે સ્વર્ગ અને નરકની વચ્ચે મને એક પાન બીડીનો ગલ્લો ખોલવા દો ‘ ?
યમરાજાને પણ પૃથ્વીના પાન ખૂબ ભાવતા. પેલાનું કામ થઈ ગયું.
ગુજરાતી હોવાનું ગર્વ મુખ પર તરવરતું રાખો. તેનાથી અનેક ગણું આત્મસમ્માન અને પ્રસન્નતા “ભારતિય” છીએ તેનું જણાવો !
હ્રદયે કોતરી રાખજો ” ગુજરાત હિંદનો છે એક ભાગ, જય હિંદ જય હિંદ બોલોસાથ”.
યાદ રહે ગાંધીજી આફ્રિકા ગયા ત્યારે તેમને આશરો આપનાર ગુજરાતી હતા. પૂજ્ય ગાંધીબાપુ, સરદાર વલ્લભભાઈ પટેલ અરે ભૂતકાળ ભૂલી જાવ. આપણા સહુના લાડીલા વડા પ્રધાન પણ ગુજરાતી છે !
ચાલો ત્યારે જમણા હાથમાં પાણી લો અને કનૈયા સમક્ષ પણ લો ,’ આજથી ગુજરાતીઓની ફિરકી લેવી બંધ.”
“ગુજરાતી હોવાનું ગર્વ મુખ પર તરવરતું રાખો. તેનાથી અનેક ગણું આત્મસમ્માન અને પ્રસન્નતા “ભારતિય” છીએ તેનું જણાવો !
જો તમે તમારી જાતને નીચી સાબિત કરશો તો તેમાં તમારો વાંક છે. જે છો તે ઉન્નત મસ્તકે સ્વિકારો.”
‘ગુજરાતી હોવાનું ગર્વ મુખ પર તરવરતું રાખો. તેનાથી અનેક ગણું આત્મસમ્માન અને પ્રસન્નતા “ભારતિય” છીએ તેનું જણાવો !’ સટિક વાત સાથેનો લેખ માણી આનંદ થયો
યાદ આવે ઇન્દુલાલ ગાંધીનુ કાવ્ય
તન છે રૂપનું હાલરડું ને આંખે મદનો ભાર
ઘૂંઘટમાં જોબનની જ્વાળા ઝાંઝરનો ઝમકાર
લાંબો છેડો છાયલનો, ને ગજરો ભારોભાર
લટકમટકની ચાલ ચાલતી જુઓ ગુર્જરી નાર
મેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો રે
નાનો દિયરડો લાડકો જે,
કંઇ લાવ્યો મેંદીનો છોડ રે … મેંદી …
વાટી ઘૂંટીને ભર્યો વાટકો ને
ભાભી રંગો તમારા હાથ રે … મેંદી …
હે… લાંબો ડગલો, મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી તોળી છેલછબીલો ગુજરાતી
હે.. તન છોટુ પણ મન મોટું, છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભોળો, હું છેલછબીલો ગુજરાતી
હાથ રંગીને વીરા શું રે કરું?
એનો જોનારો પરદેશ રે … મેંદી …
મેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો રે.
–
Very nicely written. Enjoyed it.
Proud to be a Gujarati. 😊😍