પ્રજા સત્તાક દિવસ , ૨૦૨૨

Republic Day Celebration Ideas and Mail Format Required | Republic day, Republic day india, Happy independence day india          What is Republic Day in India and how is it celebrated?

૧૯૫૦, ૨૬મી જાન્યુઆરી આપણો પ્રથમ પ્રજાસત્તાક દિવસ. ૭૩ મો પ્રજાસત્તાક

દિવસ. આપણા દેશે ઘણી પ્રગતિ કરી. ભારતનો દુનિયા ભરમાં ડંકો વગાડ્યો. શુ

ખરેખર આપણે પ્રગતિ કરી છે. હા, વસ્તી વધારા માં અવ્વલ નંબરે આવ્યા.

બાકી અમેરિકા ની નકલ કરવામાં આપણે ભારતીયતાની ઠેકડી ઉડાવી. નિરાશાને

હું નજીક સરવા પણ નથી દેતી. કિંતુ ભારતમાં ચાલતી આંતરિક  અંધાધુંધી,, અરાજકતા

અને અવ્યવસ્થા વિશે ના સમાચાર સાંભળીને દિલમાં દુઃખ થાય છે.

ગયા વર્ષે થયેલા પ્રસંગ નો  ઉલ્લેખ કરતા દિલ દ્રવી ઉઠે છે. કોને ખબર આ વર્ષે  શું તોફાન

કરશે ?

બાકી બાળપણમાં ૨૬મી જાન્યુઆરી કેટલા ગર્વથી શાળામાં મનવતા હતા. ધ્વજ વંદન ઉન્નત

મસ્તકે કરતા. અત્યારે ચૂંટણીનો માહોલ છે. તમે જોઈ શકો છે, જેલમાં બે વર્ષથી કેદી રહેતા

વ્યક્તિ ચૂંટણી ઉમેદવાર છે. શું આ પ્રગતિ છે ? આપણામાં કહેવત છે ૬૦ બુદ્ધી નાઠી.

આપણા સારા નસીબે જેના દિલમાં ભારત વિશેની  જ્વાલા ભભૂકે છે એવા ‘વડાપ્રધાન’

પામ્યા છીએ. તેમણે દુનિયામાં ભારતનો ડંકો વગાડ્યો છે.

વિવેકાનંદે કહ્યું ” જાગ્રત ઉત્તિષ્ઠ” સુણો અને આચરો. ૨૧મી સદીમાં, ભારત ઝળહળતો દેશ છે.

જુવાનોને મોકળો માર્ગ આપો. લાંચ રૂશ્વત અને ભ્રષ્ટાચારની વ્યાખ્યા હજુ તેમને આવડતી નથી.

જુવાનોને સુકાન સોંપો.  યેઓમાં દેશ માટે કરી અને મરી છૂટવાની ભાવના છે.

આજનો પ્રજાસત્તાક દિવસ ઉજ્જવલ બનાવો. લાખો ભારતીયો ના બલિદાન એળે જવા ન  દેશો.

મહામૂલી આઝાદી ને દીપાવો. આપણી સંસ્કૃતિ સદીઓ પુરાણી છે. આપણો ધર્મ સનાતન છે.

દેશ માટે પ્રેમ અને ગૌરવ મુખ પર ઝળકે એવું જીવન જીવીએ. માતૃભૂમિ તને પ્રણામ.

સદા યાદ રહે ૨૦૨૧, ૨૬ જાન્યુઆરી લાલ કિલ્લા પર તોફાન

સદા મનમાં ગુંજે ૨૬ \ ૨૦૦૮ .પ્રાર્થના કરો.

સદા મન મુઝાય, ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ ગુજરાતનો ધરતી કંપ, દિલ ધ્રુજાવનારો.

મેરા ભારત મહાન હૈ.

જય હિંદ.

ભારત માતાકી જય.

પ્રજાસત્તાક દિવસની મંગલ કામના.

4 thoughts on “પ્રજા સત્તાક દિવસ , ૨૦૨૨

 1. કિંતુ ભારતમાં ચાલતી આંતરિક અંધાધુંધી,, અરાજકતા

  અને અવ્યવસ્થા વિશે ના સમાચાર સાંભળીને દિલમાં દુઃખ થાય છે.

  જુવાનોને મોકળો માર્ગ આપો. લાંચ રૂશ્વત અને ભ્રષ્ટાચારની વ્યાખ્યા હજુ તેમને આવડતી નથી.

  જુવાનોને સુકાન સોંપો. યેઓમાં દેશ માટે કરી અને મરી છૂટવાની ભાવના છે.

 2. ભારતમાં ચાલતી આંતરિક અંધાધુંધી,, અરાજકતા

  અને અવ્યવસ્થા વિશે ના સમાચાર સાંભળીને દિલમાં દુઃખ થાય છે.

  જુવાનોને મોકળો માર્ગ આપો. લાંચ રૂશ્વત અને ભ્રષ્ટાચારની વ્યાખ્યા હજુ તેમને આવડતી નથી.

  જુવાનોને સુકાન સોંપો. યેઓમાં દેશ માટે કરી અને મરી છૂટવાની ભાવના છે.

  1. રામ અને કૃષ્ણની જન્મભૂમિમાં પવિત્રતા, સત્ય

   અને દેશપ્રેમ પાછો લાવવો જરુરી છે.

   સંસ્કાર સીંચવાની આવશ્યકતા છે. પૈસો

   જીવનની જરુરિયાત છે એમાં શંકાને સ્થાન નથી

   પણ કયા માર્ગે તે અગત્યનું છે.

 3. ૨૧મી સદીમાં, ભારત ઝળહળતો દેશ છે.

  જુવાનોને મોકળો માર્ગ આપો. લાંચ રૂશ્વત અને ભ્રષ્ટાચારની વ્યાખ્યા હજુ તેમને આવડતી નથી.

  જુવાનોને સુકાન સોંપો. યેઓમાં દેશ માટે કરી અને મરી છૂટવાની ભાવના છે.

  આજનો પ્રજાસત્તાક દિવસ ઉજ્જવલ બનાવો. લાખો ભારતીયો ના બલિદાન એળે જવા ન દેશો.

  ભારત માતાકી જય.

  પ્રજાસત્તાક દિવસની મંગલ કામના.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: