
**********
બિન એટલે વગર, દાસ, જે કોઈનો દાસ નથી તે.પોતાના મનનો માલિક એટલે બિન્દાસ હોવું
એ ગુણ છે. સત્ય કહેવાની તાકાત હોય, પરિણામ ઝીલવા શક્તિમાન હો તો ! બિન્દાસ હોવું એ
પાપ નથી !મનમાં ગુંગળાઈ મરવું, લોકોના ઠેબા ખાવા એના કરતાં જે સત્ય છે એ હકીકત છાની
શામાટે રાખવી. તમે લોકોમાં અણગમતા બનશો તેનો ડર છે? એ ડર વ્યાજબી નથી. લોકો શું
તમને ઇનામ આપી દેવાના છે ?
બિન્દાસ છોકરી હોય તો તાકાત નથી રસ્તે જતાં એને કોઈ રંજાડી શકે ? ૨૧મી સદીમાં ઢીલા
પોચાનું કામ નથી. છોકરો જો બિન્દાસ બને તો તેના હાડકા ખોખરા થઈ જાય. નજર નીચી રાખીને
ચાલતી છોકરીને અડપલું કરવું એ મર્દાનગી નથી. શું તેના ઘરમાં કે બહેન નથી ?
શામાટે કોઈની સાડા બારી રાખવી. હા, ખોટું કરતા હો તો વિચારજો !
લોકો શું કહેશે? એ ચિંતા કરવી નહી. આ જગ કોઈનું થયું નથી અને થવાનું પણ નથી. મન મારીને
જીવવામાં જીવન ગુંગળાઈ જાય છે. હા, કોઈને નડવું નહી પણ જીવવું પોતાની મસ્તીથી. ભલે હું
કહું છું પણ કરી શકતી નથી.
મારું કારણ અલગ છે. હવે ઉંમર થઈ અને સાથીનો સાથ છૂટ્યો છે. છતાં પણ બિન્દાસ મારી
મનગમતી પ્રવૃત્તિમાં મગ્ન છું. કોઈ આંગળી ચીંધે એવા કાર્ય કરતી નથી. અરે પેલી મારી બહેનપણી
બિન્દાસ થઈને મિત્ર સાથે ફરે છે અને પાર્ટીમાં મજા માણે છે. દુનિયાકી ઐસી તૈસી !
અમેરિકામાં રહીને તો બેફામ થાવ તો પણ કોઈને વાંધો નથી.
જો કે બિન્દાસ અને બેફામ બે અલગ સ્થિતિ છે. એ બન્ને ક્યારે પોતાની મર્યાદા ઓળંગે છે
તેનું ધ્યાન રાખવું આવશ્યક છે. ૨૧મી સદીમાં બિન્દાસ કરતાં બેફામ લોકો વધારે જોવા મળશે
જે સમાજની સામાન્ય સ્થિતિને ડહોળી નાખે છે. કુટુંબમાં અને સમાજમાં અશાંતિ ફેલાવે છે.
અધુનિકતા ને અશાંતિ ખપતી નથી. શાંતિ સહુને પ્રિય છે. એ સુવાક્ય હ્રદયમાં કોતરી રાખો.
‘જે મને ગમે ત સહુને ગમે’ પછી પરિણામ જો જો !
બિન્દાસ રહીને હસી ખુશી માં જીંદગી જીવવી એ કોઈ ગુનો નથી. એક જીંદગી જીવવાની છે.
શા માટે મન મારીને જીવવું. જે ઉદાર મન રાખી પત્નીને આ આઝાદી આપે છે તેમના જીવનમાં
શાંતિનું સામ્રાજ્ય જણાય એ સ્વાભાવિક છે. . બિન્દાસ થઈ સામેવાળી વ્યક્તિની આમન્યા ન
જાળવે તે હિતાવહ નથી. આ એવો ગુણ છે સમય, સ્થળ અને સંજોગો પ્રમાણે વપરાય તો
સમાજમાં ઈજ્જત અપાવી શકે. બાકી શરમના માર્યા ચૂપ રહેવામાં લોકો તમને ટલ્લે ઉડાડે છે !
ઘણા બિન્દાસ જોયા છે તેઓ સમાજમાં અને કુટુંબમાં પ્રિય પાત્ર બની રહે છે. તેને હું નિખાલસ
વધારે કહીશ. મુખવટો નથી પહેરતા. સત્ય કહેતા અચકાતા પણ નથી હોતા. મનનું ધાર્યું બિન્દાસ
કરે છે . જે સામેવાળી વ્યક્તિના લાભમાં પરિણમે છે. અન્યાય સહન નથી કરી શકતા. આવા બિન્દાસ
આજના સમાજમાં આવકાર્ય છે.
આજે બિન્દાસ મનના ભાવ પ્રગટ કરવાનો મોકો મળ્યો પણ સત્ય કહીશ બિન્દાસ જીવી શક્તી નથી.
ડર કોઈનો નથી પણ સત્ય ઘણિવાર ન કહેવામાં માલ છે.
]
બિન્દાસ. નફિકરું, કોઈપણ પ્રકારની પરવા ન કરતું, કોઈપણ જાતના ભય વગરનું તેમા આપની વ્યાખ્યા -‘બિન એટલે વગર, દાસ, જે કોઈનો દાસ નથી તે.પોતાના મનનો માલિક એટલે બિન્દાસ સટિક લાગે છે. તેમા સાંપ્રત સમયે-‘ બિન્દાસ છોકરી હોય તો તાકાત નથી રસ્તે જતાં એને કોઈ રંજાડી શકે ? ૨૧મી સદીમાં ઢીલા પોચાનું કામ નથી. ‘ સુચન સ રસ છે ..
સાથે યાદ આવે
બિન્દાસ કાવ્યો સુરેશ દલાલ , બિન્દાસ ગર્લ – નવલકથા નિસર્ગ ઠાકર અને
————
Devang Vibhakar
(Editor, http://www.SpeakBindas.com, Author, Numerologist)
SpeakBindas is a Limca Book of Awards winning blog. It’s a PR3 blog with 1000+ articles & Interviews.
I Am Honored with a National Record fro…
તેમા અમારા દીકરા ચિ પરેશનુ બિંદાસ લેખક શ્રી મધુ રાય પર બિંદાસ પ્રવચન
Video of program ‘Encounter with Madhu Rye’
—Encounter with Madhu Rye
http://www.speakbindas.com/encounter-…
તમારો અણમોલ અભિપ્રાય, આભાર.
સત્ય કહેવાની તાકાત હોય, પરિણામ ઝીલવા શક્તિમાન હો તો ! બિન્દાસ હોવું એ
પાપ નથી !
ડર કોઈનો નથી પણ સત્ય ઘણિવાર ન કહેવામાં માલ છે. ✔👍