ઝીલ

act

‘દાદી મને હીંચકો નાખને’.

ઝીલને સવાર સાંજ દાદી જ દેખાતી. મમ્મી અને પપ્પા તો શની કે રવિવાર આવે ત્યારે

દેખાય. નોકરી અને મિત્ર મંડળમાં હંમેશા વ્યસ્ત જણાય.

દાદીએ નાની ઝીલને લાડકોડથી ઉછેરી હતી. દાદી આજે ભલે ૭૫ વર્ષની થઈ હતી. એક

જમાનો હતો તે પણ યુવાન હતી. એકના એક દીકરાની મા હતી. દાદાને અને દાદીને દીકરી

ગમતી. પણ નાજુક તબિયતને કારણે, દીકરાને સુંદર રીતે ઉછેરી સંસ્કારી બનાવ્યો. ભણાવવામાં

પણ પૈસા ખર્ચ કરતી વખતે પાછું વળીને ન જોયું. તેનો સંતોષ આજે પણ મુખ પર જણાતો હતો.

ઝીલનો અવાજ સાંભળી, દાદી વર્તમાનમાં આવી.

વર્ષો પછી તેની અંતરની ઈચ્છા પૂરી થઈ હતી. દીકરાની દીકરી વહાલી હતી.દાદાએ ઝીલને

રમાડી ખૂબ વહાલ કર્યું, માત્ર થોડા સમય માટે. ઝીલની પહેલી વર્ષગાંઠ ખૂબ ધામધુમથી ઉજવી

હતી. વર્ષગાંઠના બીજા દિવસે દાદાને પેટમાં સારું ન લાગવાથી ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા.

હજુ તો દીકરો દવા લઈને ઘરે આવે તે પહેલા દાદાનું પ્રાણ પંખેરું ઉડી ગયું. ઘરના સહુ આ દુઃખ

ઝેલવા અશક્તિમાન હતા.

સમય સમયનું કામ કરે છે. ઝીલ મોટી થતી ગઈ. દાદીના લાડ પ્યારમાં ક્યારે જુવાનીને આંગણે

આવી ઊભી દાદી અને ઝીલ બંનેને ખ્યાલ ન રહ્યો. સંસ્કારી ઝીલ તેની માતાથી સાવ વિપરીત

હતી. અન્યાય સહન ન કરી શકતી, અસત્યનું આચરણ તો સ્વપનામાં પણ શક્ય ન હતું. દાદી

હવે ઘરડી થઈ ગઈ હતી. ઝીલના પપ્પા અને મમ્મી તેનું સનમાન ન જાળવતા. ઝીલને ખરાબ

લાગતું પણ શું કરે.

મમ્મી અને પપ્પા માટે તો તે નાની દીકરી હતી, જેને કશી ગતાગમ ન હોઈ શકે. પાર્ટી અને મિત્ર

મંડળમાં રચ્યા પચ્યા રહેતા. મોટોભાઈ કોલેજમાં હતો, જે બીજા શહેરમાં હતો. ઝીલ પણ હવે બે

વર્ષ પછી કોલેજ જવાની હતી. ઝીલને દાદીની બહુ ફિકર રહેતી.

દાદીને થતું ઝીલ કોલેજ જશે પછી આ ઘરમાં કેવી રીતે જીવન વ્યતીત કરશે ? ઝીલ દાદીનું દર્દ

સમજતી હતી. પપ્પાને ઈશારો કરી જોયો. ઝીલની વાત સાંભળી પપ્પા વિચારમાં પડી ગયા. ત્યાં

મમ્મીએ આવીને ઉપાય બતાવ્યો.

“આપણે પૈસાની કોઈ કમી નથી. દાદીને સારામા સારા નર્સિંગ હોમમાં મૂકી દઈશું.” પપ્પાએ કમને

હા પાડવી પડી. ઝીલ નારાજ થઈ પણ તેને બીજો કોઈ વિકલ્પ જણાયો નહી. દાદી મનથી ભાંગી

પડી.

‘ઝીલ બેટા, હું તારા વગર કેવી રીતે રહીશ’?

ઝીલે સાંત્વના આપી. ‘દાદી હું તને રોજ ફોન કરીશ’.

આમ દાદીને મનથી મજબૂત બનાવવા લાગી. દાદીને નર્સિંગ હોમમાં મૂકવા જવાનો દિવસ આવ્યો.

રાતના મોડે સુધી ઝીલ દાદીના કમરામાં હતી. એની બધી વસ્તુ બરાબર ગોઠવીને બેગમાં મૂકી.

‘દાદી, હું મારા રૂમમાં સૂવા જાઉં ? તારા ગયા પછી ચાર દિવસમાં હું પણ કોલેજ જવાની’.

‘બેટા આજની રાત મારી સાથે સૂઈ જા. ‘ ઝીલ દાદીને ના ન પાડી શકી. સવારે ઝીલ ઉઠી, દાદી

સૂતી જ રહી’ !

2 thoughts on “ઝીલ

  1. ‘ઝીલ’ વાર્તા દ્વારા વૃદ્ધોની સંભાળની વાત તરફ ધ્યાન દોરવા પ્રયત્ન કર્યો છે.’ વૃદ્ધોની સંભાળના પ્રશ્ન દોરવા પ્રયત્ન કર્યો છે. આપણા સમાજમા સંજોગવશાત આવા પ્રશ્નોમા-‘ દાદીને મનથી મજબૂત બનાવવા લાગી. દાદીને નર્સિંગ હોમમાં મૂકવા જવાનો દિવસ આવ્યો.રાતના મોડે સુધી ઝીલ દાદીના કમરામાં હતી. એની બધી વસ્તુ બરાબર ગોઠવીને બેગમાં મૂકી.‘દાદી, હું મારા રૂમમાં સૂવા જાઉં ? તારા ગયા પછી ચાર દિવસમાં હું પણ કોલેજ જવાની’.‘બેટા આજની રાત મારી સાથે સૂઈ જા. ‘ ઝીલ દાદીને ના ન પાડી શકી. સવારે ઝીલ ઉઠી, દાદી સૂતી જ રહી’ !
    જેવા અંત જોવા મળે છે.આ અંગે ઘણાએ આ પ્રશ્ન અંગે ખૂબ સ રસ પ્રયત્ન કર્યો છે
    હજી સુધી, વૃદ્ધોની સંભાળની પ્રણાલી કેવી રીતે સ્થાપિત કરવી તે વિશેના જવાબો કરતાં વધુ પ્રશ્નો છે. શું વૃદ્ધ વ્યક્તિ માટે તેની પોતાની વયના લોકોની સાથે રહેવું તે વધુ સારું છે, જેથી તેની સાથે કોઈ વાતચીત કરે – અથવા પરિચિત અને આરામદાયક પરિસ્થિતિમાં તે જ સ્થાને રહેવું વધુ મહત્વપૂર્ણ છે. જીરિયટ્રિક કેર સિસ્ટમમાં સુધારો કરવા માટે પહેલા શું કરવાની જરૂર છે – જેથી વધુ લોકો તેમના પ્રિયજનોને જરૂરી આરામ અને સંભાળ આપી શકે? વૃદ્ધો અને અપંગ લોકોની સંભાળ રાખનારા પરિવારોનો ટેકો એકદમ જરૂરી છે: પ્રશિક્ષિત નર્સો, કુટુંબિક સંભાળ શાળાઓ, દિવસ કેન્દ્રો, પુનર્વસન સુવિધાઓની સારી જોગવાઈ અને સંસ્થાઓમાં સંભાળ સુધારવા માટે તે એકદમ જરૂરી છે.
    આપણા જેવા નસીબદારને કાળજી કરનાર મળ્યા છે અને બીજી તકલીફનો સામનો કરવો પડ્યો નથી

  2. વૃધ્ધ થવું એ શું ગુનો છે ? તો એ ગુનો મેં પણ કર્યો છે. સમાજના આ જટિલ પ્રશ્નનો ઈલાજ શોધવા પ્રયત્ન કરી રહી છું. ૨૧મી સદીમાં ‘લાંબુ આયુષ્ય એ વરદાન છે કે અભિશાપ ‘? ઉંમર વધવાની સાથે વ્યક્તિ “વાણી અને વર્તન” પર સંયમ રાખે તો આ પ્રશ્ન જટિલ ન બને. આજના જુવાનિયા સમૃદ્ધિ અને પૈસા પાછળ આંધળી દોટ મૂકી રહ્યા છે. લગ્ન પછી આવતા બદલાવને બંને પક્ષે ઉદાર દિલે અપનાવવો રહ્યો. આ પ્રશ્ન આસાન નથી. ખેર, જાગ્યા ત્યાંથી સવાર એ નીતિ અપનાવવી રહી. ઈશ્વરની સહાય મળે તેવી પ્રાર્થના.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: