બદલાવની તાતી જરૂર

THE CONCEPT OF SOCIAL CHANGE | Dr. V.K. Maheshwari, Ph.D

આજે હૈયુ એવું વિંધાયું કે કોઈ મલમ તેના પર અસર નહી કરે. કોઈ ડોક્ટર

ઇન્જેક્શન આપી તેનું દર્દ મટાડી નહી શકે ! વહાલના શબ્દોની વર્ષા કરશો 

તો પણ સાંત્વના નહી મળે ! 

૯૩ વર્ષનો બાપ જ્યારે પોતાની દીકરીને ધુત્કારે અને દીકરાને પ્યારથી બોલાવે. 

જે દીકરો માના મૃત્યુ પર અમેરિકાથી આવવાની તસ્દી પણ ન લે. માને મૃત્યુને 

વર્ષ થયું તો ભજનમાં પણ દેખા ન દે.જ્યારે દીકરી દોઢ વર્ષ બાપ પાસે રહી, પોતાની

જાત ઘસી તેને પ્રેમના બે શબ્દો કહે. તેનો ગુનો એટલો કે તે “દીકરો’ નથી ! 

મારી સહેલી નયના બે વર્ષ પછી ફોન કરી સમાચાર આપી રહી. મારાથી પૂછાઈ ગયું

‘ કરોના કાળ દરમ્યાન ક્યાં હતી ? તારો અવાજ સાંભળી આનંદ થયો”.

‘અરે, શું વાત કરું, દોઢ વર્ષ ભારત હતી. માતા અને પિતાની સેવા કરી. માતા તો સ્વર્ગે

સિધાવી. ૯૩ વર્ષના પિતાજી છે, કિંતુ હાલાત સમજવા તૈયાર નથી. કેટલા પ્યારથી સેવા

કરી. મને સારી ન કહે તો કાંઇ નહી, મારા નાના ભઈના ગુણગાન ગાય છે. જે મમ્મીના

અંતકાળ વખતે અમેરિકાથી આવ્યો નહી. અરે વરસ થયું ત્યારે પિતાજીએ ભજન રાખ્યા હતા

એ માટે પણ ન આવ્યો. જેવી હું અમેરિકા પાછી આવી બાપની મિલકત લેવા પહોંચી ગયો. મારા

પિતાજીને પણ એ વહાલો છે. કારણ ઘસ્યું પીટ્યું, “એ દીકરો છે” !

હું તો સંભળીને છક થઈ ગઈ.

બાપ પણ ભણેલો ગણેલો, જેની પત્ની ડોક્ટર હતી. હવે આપણા આ હિંદુ સમાજના

આવા વિચારો વાળા વ્યક્તિને શું કહેવું ? દીકરી જ્યારે તેના ઘરે ગઈ ત્યારે દીકરો 

વિમાનમાં બેસી બાપ પાસે મિલકત લેવા પહોંચી ગયો.

હાય રે હિંદુ સમાજ, તારા વિચારમાં ક્યારે પરિવર્તન આવશે ? ભણેલા અને અભણ 

કોઈનામાં ભેદ ખરા ? દીકરો વંશ આગળ વધારશે ! બાપને સ્વર્ગે લઈ જશે ? અરે 

જીવતા કદી પાણી ન પીવડાવ્યું, ન મરતી માતાને કાંધ આપી તે સ્વર્ગે શું લઈ જશે ?

૨૧મી સદીમાં જ્યાં દીકરી માતા અને પિતા કાજે જાત ઘસી નાખે તેની કોઈ કદર નહી. 

ખરેખર, હૈયુ વલોવાઈ જાય છે.

એમાંય જ્યારે દીકરી પતિથી દુભાઈ છૂટાછેડા પામેલી છે. એકલી ભરજુવાનીમાં સંસારમાં

ઝઝૂમી માનભેર જીવન જીવી છે. જેણે પોતાના નાના ભાઈને અમેરિકા બોલાવી, ઘરમાં

રાખ્યો, ભણાવ્યો, ગણાવ્યો પગભેર કર્યો. એ ભાઈ આજે બહેનને ઓળખતો પણ નથી. 

ભારતીયો ને એક ચેતવણી આપવાની છે,  પરિવારમાં કોઈને અમેરિકા બોલાવશો નહિ. 

ગરજ મટી વૈદ વેરી જેવા હાલ છે.

માર્ક ટ્વેઇન, સાચુ કહે છે,” કૂતરાને પાળજો વફાદાર રહેશે, માણસ તમને  દગો દેશે”.

હવે મારા મગજમાં ઉતર્યું અમેરિકામાં લોકો કેમ કૂતરાને બેહદ પ્રેમ કરે છે ? સાચું કહું,

સંન્યાસ આશ્રમમાં પ્રવેશી ચૂકેલી, આજુબાજુ દુનિયામાં થતા કાવાદાવા જોઈ હું થાકી

ગઈ છું. જે સંસારમાં ન્યાય નથી, ચારે તરફ બસ એક બીજાની મિલકત હડપવાના વિચારો

ઘુમરાય છે.

૨૧મી સદીમાં લાંબુ અયુષ્ય પામી શું કાંદો કાઢ્યો ? તમને ભલે આ બધું ન ગમતું હોય પણ

લોકો ‘આ બેલ મને માર’ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન કરી શાંતિનો ભંગ કરતા નજરે પડે છે.

જીવન વિશે માત્ર ઉન્નત વિચાર સેવ્યા છે. ઘણિવાર થાય છે, આપણે ભારતિય શું ખાઈએ

છીએ ? અમીચંદોની અછત નથી ! દીકરીઓને મહત્વ આપતા નથી !

પહેલાના જમાનામાં કહેવાતું ‘દીકરીની મા રાણી ઘડપણમાં ભરે પાણી’. આજે એ વાત જૂની

થઈ ગઈ, ‘દીકરીની મા રાણી ઘડપણમાં મહારાણી’ ! આપણૉ સમાજ કઈ દીશામાં જઈ રહ્યો

સમજવું મુશ્કેલ છે.

અન્યાય સહેવાતો નથી

સત્ય કહેવાતું નથી

સત્ય અને અસત્યની વચ્ચે શ્વાસ રૂંધાયછે.

જીવન કપરું થતું જાય છે.

One thought on “બદલાવની તાતી જરૂર

Leave a comment