ઘરથી દૂર ** ભારતમાં **૫

ખાટા મીઠા અનુભવોથી ભરપૂર ભારત યાત્રા. અણગમતા પ્રસંગો ભૂલી જવાના

ગમતાને હ્રદયમાં સંઘરી દિલમાં છૂપો આનંદ અનુભવવાનો. સામાન્ય માનવીની

દિલાવરી હ્રદયને પ્રફુલ્લિત બનાવે છે. મુંબઈ જઈએ એટલે ‘ટેક્સી’ વગર ચાલે નહી !

ઘરની ગાડી અમેરિકામાં પણ ભારત આવીએ એટલે ટેક્સી પર નિર્ભર !

યાદ છે, કોલેજના સમયે ઉતાવળ હોય તો ટૅક્સીમાં બેસી જતી , બેન્ડ સ્ટેન્ડ સુધી

જવાના ૫૦ પૈસા. વિલ્સન પર ઉતરું તો ૭૫ પૈસા લાગતા. પાવલી બચાવતી. આ

૧૯૬૧ની વાત છે. આજે પૈસા ખરચતાં પણ ટેક્સીવાળા ના પાડે તો મન જરુર

કોચવાય.

ખેર, મનને મનાવવું પડે. હકિકતનો સામનો કરવો પડે. આજની પરિસ્થિતિ સામે

આંખ મીંચામણા ન થાય.

ઘણા ટેક્સીવાળા આટલી બધી ધંધામાં હરિફાઈ હોવા છતાં તેમની તુમાખી છોડતા

નથી. નાના અંતર માટે આવવાની ધસીને ના પાડે. ચાર પાંચ ટેક્સીવાળાને પૂછીએ

ત્યારે એક માઈનો લાલ હા પાડે. ઘણિવાર આ રમૂજ પણ કામ આવી છે.

” આને જાનેકા ભાડા દેગા”. ત્યારે, મારા બેટા આવવાની હા પાડે.

મોટે ભાગે ટેક્સી ચલવનાર વ્યક્તિ સારી હોય છે. તેમની સાથે વાતો કરીએ ,તેમને

ખૂબ ગમે છે. મને નથી લાગતું મુંબઈના રહેવાસી ટેક્સીવાળા સાથે બહુ વાત કરતા

હોય. મુંબઈના અમુક રહેવાસીઓના દિમાગમાં રાઈ ભરી હોય છે. એવા તો કેટલા

કિસ્સા બતાવી શકું. પણ ખેર જવા દો એવી નકામી વાત. સારા ટેક્સીવાળા છૂટા ન

હોય તો બે પાંચ રુપિયા જવા દી દિલની દિલાવરી બતાવતા હોય છે.

બાકી સારા અનુભવ પણ અગણિત થાય છે. ત્યારે તો વારે વારે મુંબઈ દોડીને પહોંચી

જવાનું મન થાય છે. અરે આંખ ખુલી મુંબઈમાં, બાળપણ ,જુવાની અને લગ્નના

મધુરા વર્ષો મુંબઈની ધરતી પર માણ્યા છે. એમ કંઈ મુંબઈનો મોહ છૂટે ? માતૃભૂમિ

છે.

ટેકસીની, આવી સરસ સેવા આપનારને, ‘અપના પન’ બતાવીએ તો ખૂબ ગમે એવો

મારો અભિપ્રાય અને અનુભવ છે. જેને કારણે ઉતરતી વખતે પાંચ કે દસ રુપિયા

આપી, ‘બચ્ચોંકે લિએ ગ્લુકોઝ ઘર લે જાના’.

જે બિસ્કિટ મને આજની તારિખમાં પણ ખૂબ પ્રિય છે.

One thought on “ઘરથી દૂર ** ભારતમાં **૫

 1. વિલ્સન પર ઉતરું તો ૭૫ પૈસા લાગતા આ વિલ્સન ? ખૂબ યાદો સંકળાયેલી

  ‘અપના પન’ વાતે યાદ આવે…
  અપનાપન તો સર્વે સાથે અને
  અપનાપન રખના મેરે ઘનશ્યામ.
  ઘડી ઘડી પલ પલ નામ તિહારો,
  રટે મેરી રસના મેરે ઘનશ્યામ.
  અને દરેક માનવ સાથે રાખીએ તો કામ વધુ સરળ થાય!
  ……………………………………..
  સ્વ.ચંદ્રકાંત બક્ષી ની નજરે મુંબઇ કાવ્ય
  રાતે ખોવાઇ જતા તારાઓ અને ઑફિસ-ટાઇમે આવતી દરિયાની ભરતી
  દિવસભર આશાની જીવલેણ વાસનાઓ, ઉપર અને ઉપર જવાની –
  અપરિચયની ચામડી પહેરીને આવ્યો હતો તારા શહેરમાં
  હવે લોહી નીકળતું નથી , લેસ્બીઅનોના વિશ્વમાં
  આમલેટ ટ્રાય કરતા ઘાસાહારીઓના પરાક્રમી દેશમાં
  રાતો વપરાતી નથી અને વેનિલાની ખુશ્બૂથી પેટ ભરાઈ જાય છે.
  કૉંક્રીટ ચાવતાં મશીનો અને
  અટરલી બટરલી સંસ્કારી થઈ ગયેલા લક્ષ્મીબાજો
  કેસેટની ધાર પર ઝૂલતાં અવસાદ ગીતો
  જઠરમાં સીરોસીસ પાળતાં નવાં બાળકો
  ઉપર જવાની રેસમાં નામો ભૂલી ગયાં છે –
  હાડકાંઓનાં અક્ષાંશ-રેખાંશ માપતાં સફળ માણસો
  તમારા એરકંડિશન્ડ મુલ્કમાં શૈશવ આવ્યું હતું કોઈ દિવસ ?
  નાગી સ્ત્રીઓ, ભીની સ્ત્રીઓ, બહાર આવી ગયેલાં મૂળિયાંવાળી ખુશ્ક ઔલાદો,
  ઇમ્પૉર્ટેડ ભાષા, કાયદેસર ગુસ્સો, ક્રોમિયમ પ્લેટેડ પ્રેમ,
  ચુમ્બનોનો પુનર્જન્મ, શેરબજારમાં ખરીદાતી શાંતિના ભાવ.
  સુખની નવી પરિભાષા શીખી ગયો છું તારા શહેરમાં
  રેડિયો કંપનીના નિયૉની વિજ્ઞાપનનો પરાગ ઝરે છે
  ખુલ્લા સ્મશાન પર અને ઝોંપડપટ્ટીના દેશ પર
  જે ફિયેટના દરવાજાની બહાર શરૂ થાય છે
  આજે આ શહેર મારું છે
  કાગડાના માળામાં હું પણ ઈંડા મૂકતાં શીખી ગયો છું
  હવે મારા દાંત સુંવાળા થઈ ગયા છે
  મને ઠગાવાનો અપમાનબોધ રહ્યો નથી,
  કારણ કે ટી.વી ના સ્ક્રીન ઉપર મેં મારો ચહેરો જોઈ લીધો છે.
  સેકંડના લાલ કાંટાને હું સલામ કરું છું.
  ઉપરની રેસમાં
  હું છેલ્લો છું અને મારી આગળ કોઈ નથી…
  ચંદ્રકાંત બક્ષી (20/8/1932-25/3/2006)- “અને એક સાંજે હું ચાલ્યો જઈશ ધુમાડો પહેરીને… ફક્ત બાલ્કનીના તડકામાં મારો સલ્ફ્યુરિક મિજાજ તરતો હશે…” ગુજરાતી સાહિત્યની બાલ્કનીમાં અચાનક જ એક આગવો મિજાજ તરતો મૂકીને શ્રી બક્ષી ગઈકાલે જ બ્રઈન હેમરેજના કારણે ગુજરી ગયાં. કલમના બદલે હાથમાં એ.ક.47 રાઈફલ રાખીને અને સર પર સતત કફન બાંધીને લખનાર ફરંદા, વિદ્રોહી, વિવાદી, આખાબોલા, સત્યવક્તા લેખક-પત્રકાર બક્ષી એમની વાર્તાઓ, નવલકથાઓ, લોહીમાં આગ લગાડે તેવી કટારો, કાવ્યો અને કટાક્ષો વડે હવે ફક્ત હૃદયસ્થ જ રહેશે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: